1 ઓક્ટોબરથી દેશભરમાં એક જેવા હશે ડ્રાઈવિંગ લાયસન્સ

News18 Gujarati
Updated: March 8, 2019, 7:51 AM IST
1 ઓક્ટોબરથી દેશભરમાં એક જેવા હશે ડ્રાઈવિંગ લાયસન્સ
પ્રતિકાત્મક તસવીર

આ નોટિફિકેશન અનુસાર, તમામ રાજ્યોને એક ઓક્ટોબરથી ડ્રાઈવિંગ લાયસન્સ અને વાહનોની રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પીવીસી આધારીત બનાવવી પડશે, અથવા પછી પોલીકાર્બોનેટ હશે.

  • Share this:
1 ઓક્ટોબર 2019થી દેશભરમાં બનનારા ડ્રાઈવિંગ લાયસન્સ અને વાહનોનું રજિસ્ટ્રેશન સર્ટી (આરસી)નું ફોર્મેટ એક જેવું જ હશે. એટલું જ નહી, તમામ રાજ્યોમાં ડીએલ અને આરસીનો કલર પણ એક જેવો જ રહેશે અને તેમાં તમામ જાણકારી એક સમાજ એક જગ્યા પર જ હશે. આ મુદ્દે રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ નોટિફિકેશન જાહેર કર્યું છે.

મંત્રાલયે કહ્યું છે કે, આ નિર્ણયથી આ રીતના ડીએલ અને આરસીમાં જાણકારીઓને લઈ બ્રમની સ્થિતિ નહી બને. અત્યાર સુધી દરેક રાજ્ય પોતાની સુવિધા અનુસાર, જ ડીએલ અને આરસીનું ફોર્મેટ તૈયાર કરતું હતું. જેના કારણે કોઈ રાજ્યમાં કેટલીક જાણકારી જો ડીએલના ફ્રન્ટ પર હોય તો, કેટલાક રાજ્યમાં તે જાણકારી પાછળની તરફ હોય છે. પરંતુ હવે તમામ રાજ્યોમાં જે પણ ડીએલ અથવા આરસી બનશે, તેમાં એક જેવી જ જગ્યા પર જ જાણકારી આપવામાં આવશે.

મંત્રાલયના અધિકારીઓ અનુસાર, આ મુદ્દે તેમના મંત્રાલયે 30 ઓક્ટોબર 2018ના રોજ ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કરી તમામ પક્ષો પાસે આ મુદ્દે સલાહ માંગી છે. તમામ પક્ષો તરફથી આવતી સલાહના આધાર પર હવે સરકારે નવું નોટિફિકેશન જાહેર કર્યું છે.

આ નોટિફિકેશન અનુસાર, તમામ રાજ્યોને એક ઓક્ટોબરથી ડ્રાઈવિંગ લાયસન્સ અને વાહનોની રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પીવીસી આધારીત બનાવવી પડશે, અથવા પછી પોલીકાર્બોનેટ હશે. આમાં ચીપ પણ લાગેલી હશે અને જાણકારી પણ તેજ ફોર્મેટમાં હશે, જેમાં કેન્દ્ર સરકારે નોટિફાઈ કરી છે.
First published: March 7, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading