Home /News /business /સરકારી તેમજ ખાનગી બેંકોએ FD પર વ્યાજ દર વધાર્યા, જાણો ક્યાં મળશે વધુ ફાયદો

સરકારી તેમજ ખાનગી બેંકોએ FD પર વ્યાજ દર વધાર્યા, જાણો ક્યાં મળશે વધુ ફાયદો

સરકારી અને ખાનગી બેંકોએ ફિક્સ ડિપોઝિટના વ્યાજદરમાં વધારો કર્યો(ફાઈલ તસવીર)

FD Interest Rate: RBIના રેપોરેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યા બાદ સરકારીથી લઈને પ્રાઈવેટ બેંકોએ ફિક્સ ડિપોઝિટના વ્યાજદરોમાં વધારો કર્યો છે. એવામાં જો તમે એ વાતથી પરેશાન છો કે, ક્યાં એફડી કરાવવી વધુ ફાયદાકારક હશે, તો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, ક્યાં કેટલુ વ્યાજ મળશે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ RBIના રેપોરેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યા બાદ સરકારીથી લઈને પ્રાઈવેટ બેંકોએ ફિક્સ ડિપોઝિટના વ્યાજદરોમાં વધારો કર્યો છે. એવામાં જો તમે એ વાતથી પરેશાન છો કે, ક્યાં એફડી કરાવવી વધુ ફાયદાકારક બનશે. તો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, ક્યાં કેટલુ વધુ વ્યાજ મળશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના અનુસાર ઘણીવાર નીતિગત વ્યાજ દરોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

    ત્યારબાદ નોન બેંકિંગ નાણાકીય કંપનીઓ અને પોસ્ટ ઓફિસે તેના ફિક્સ ડિપોઝિટના વ્યાજ દરોમાં ફેરફાર કર્યા છે. હેવ SBI, HDFC બેંકો અને પોસ્ટ ઓફિસ એફડી પર સારું વ્યાજ આપી રહ્યા છે.

    આ પણ વાંચોઃ ઊભરતી અર્થવ્યવસ્થામાં ભારતનું શાનદાર પ્રદર્શન, ગ્લોબલ ઈનોવેશન ઈંડેક્સમાં 40મું સ્થાન મેળવ્યું 

    જાણો કઈ બેંકમાં કેટલુ વ્યાજ મળી રહ્યુ છેઃ


    ICICI Bank: બેંકે 2 કરોડ રૂપિયાથી ઓછી એફડી પર વ્યાજના દરમાં વધારો કર્યો છે. હવે તમને ICICI બેંકમાં FD કરાવવા પર 3.00% થી લઈને 6.10% સુધી વ્યાજ મળશે.

    Axis Bank: એક્સિસ બેંક સામાન્ય લોકો માટે 6.15 ટકાથી વધારે વ્યાજ ઓફર કરી રહી છે. બેંક 7 દિવસોથી 29 દિવસોમાં પરિપક્વ થનારી એફડી પર 2.75 ટકા વ્યાજ દર અને 30 દિવસોમાં પરિપક્વ થનારી એફડી પર 3.25 ટકા વ્યાજ દર ઓફર કરવામાં આવી રહી છે.

    HDFC Bank: HDFC બેંક 3 વર્ષમાં 1 દિવસથી લઈને 5 વર્ષ સુધીના મુદ્દતવાળી એફડી પર 6.1 ટકા વ્યાજ આપી રહી છે.

    આ પણ વાંચોઃ પિડિલાઇટના રોકાણવાળી આ કેમિકલ કંપનીએ આપ્યું તગડું વળતર, રોકાણકારો માલામાલ

    જાણો સરકારી બેંકોના વ્યાજ દરઃ


    State Bank of India: SBI એ તેની એફડી પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. એસબીઆઈમાં હાલ તો 7 દિવસથી 10 વર્ષ સુધીની મુદ્દતવાળી એફડી પર 2.9% થી 5.65 % સુધી વ્યાજ મળી રહ્યુ છે.

    Canara Bank: કેનેરા બેંકે 2 કરોડ રૂપિયાથી ઓછાની એફડી પર વ્યાજ દરોમાં વધારો કર્યો છે. બેંક 2.90 ટકાથી 6 ટકા સુધી વ્યાજ દર ઓફર કરી રહી છે.

    Bank Of Baroda: બેંક ઓફ બરોડા 3 ટકાથી 5.65 ટકા સુધી વ્યાજ આપી રહી છે. જ્યારે વરિષ્ઠ નાગરિકો આપવામાં આવેલી મુદ્દત માટે 3.50 ટકાથી 6.65 ટકા થઈ ગઈ છે.



    Punjab National Bank: બેંક દ્વારા આપવામાં આવતો વ્યાજ દર 3 ટકાથી 5.75 ટકા સુધી અને વરિષ્ઠ નાગરિકો માટે એફડીના દર 3.50 ટકાથી 6.60 ટકા છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Fixed Deposit, Interest rates

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन