Fact Check- એક સપ્ટેમ્બરથી દેશભરમાં બધાના લાઇટના બિલ માફ થશે? જાણો શું છે હકીકત?

Fact Check- એક સપ્ટેમ્બરથી દેશભરમાં બધાના લાઇટના બિલ માફ થશે? જાણો શું છે હકીકત?

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યૂબ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જણાવવામાં આવી રહ્યું છે કે સરકાર લાઇટ બિલ માફી યોજના 2020 લાવી રહી છે

 • Share this:
  નવી દિલ્હી : જો તમે 1 સપ્ટેમ્બરથી લાઇટના બિલ માફ કરવાને (Electricity Bill Waiver)લઈને કોઈ સમાચાર વાંચ્યા હોય કે સાંભળ્યા હોય તો તમને જણાવી દઈએ કે આ સમાચાર સાવ ખોટા છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યૂબ (YouTube)પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જણાવવામાં આવી રહ્યું છે કે સરકાર લાઇટ બિલ માફી યોજના 2020 લાવી રહી છે. જે અંતર્ગત સપ્ટેમ્બરથી આખા દેશમાં બધાના લાઇટ બિલ માફી થઈ જશે. જોકે આને લઈને PIBએ Fact Check કરીને બતાવ્યું છે કે આ દાવો ખોટો છે. સરકાર દ્વારા આવી કોઈ યોજનાની જાહેરાત કરવામાં આવી નથી.

  લાઇટ બિલ માફીના સમાચાર ખોટા - PIB Fact Checkનું કહેવું છે કે ફર્જી વીડિયોમાં કરવામાં આવી રહેલો દાવો સાવ ખોટો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે આવી કોઈ યોજના લાવનાર નથી. PIB Fact Checkએ લોકોને આગાહ કરતા આ પ્રકારના ખોટા સમાચારથી સાવધાન રહેવા કહ્યું છે.

  આ પણ વાંચો - બસ મેકેનિકનો પુત્ર, બન્યો સૌથી ખતરનાક બોલર, સચિન પણ થતો હતો પરેશાન  PIB Fact Check કેન્દ્ર સરકારની પોલિસી/સ્કીમ્સ/વિભાગ/મંત્રાલયોને લઈને ખોટી સૂચના ફેલાવતા રોકવા માટે કામ કરે છે. સરકાર સાથે જોડાયેલા સમાચાર સાચા છે કે ખોટા આ જાણવા માટે PIB Fact Checkની મદદ લઈ શકાય છે. કોઈપણ PIB Fact Checkને સંદેશાત્મક ખબરનો સ્ક્રીનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ કે URL વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકે છે અથવા pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકે છે.
  Published by:Ashish Goyal
  First published: