Home /News /business /1 સપ્ટેમ્બરથી બદલાઈ જશે રોજિંદા જીવન સાથે જોડાયેલા આ 8 નિયમ, સામાન્ય જનતા પર પડશે સીધી અસર

1 સપ્ટેમ્બરથી બદલાઈ જશે રોજિંદા જીવન સાથે જોડાયેલા આ 8 નિયમ, સામાન્ય જનતા પર પડશે સીધી અસર

Changes from 1 September 2021: EPFથી લઈને ચેક ક્લિયરિંગ સુધીના નિયમ અને બચત ખાતાના વ્યાજ સુધી, આ મોટા 8 ફેરફાર થવા જઈ રહ્યા છે

Changes from 1 September 2021: EPFથી લઈને ચેક ક્લિયરિંગ સુધીના નિયમ અને બચત ખાતાના વ્યાજ સુધી, આ મોટા 8 ફેરફાર થવા જઈ રહ્યા છે

નવી દિલ્હી. આગામી મહિને સપ્ટેમ્બરથી (Changes from 1 September 2021) અનેક મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. તેની સીધી અસર આપના ખિસ્સા પર પડશે. આ ફેરફાર સામાન્યથી લઈને ખાસ, દરેક વ્યક્તિને પ્રભાવિત કરશે. આ ફેરફાર EPFથી લઈને ચેક ક્લિયરિંગ સુધીના નિયમ અને બચત ખાતા પર વ્યાજથી લઈને, LPG નિયમ, કાર ડ્રાઇવિંગ અને અમેઝોન (Amazon), ગૂગલ (Google), ગૂગલ ડ્રાઇવ (Google Drive) જેવી સેવાઓ પર થવા જઈ રહ્યા છે. આવો જાણીએ આ 8 ફેરફારો વિશે જેની આપના રોજિંદા કામકાજ પર થશે અસર...

1. PF નિયમોમાં થશે ફેરફાર

નોકરીયાત વર્ગ માટે ખૂબ જ કામના સમાચાર છે. આગામી મહિને પહેલી સપ્ટેમ્બરથી જો આપનો યૂનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) આપના આધાર કાર્ડથી લિંક્ડ નહીં થયો હોય તો આપના એમ્પ્લોયર આપને પ્રોવિડન્ટ ફંડ (PF) એકાઉન્ટમાં ક્રેડિટ નહીં કરી શકે. મૂળે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ ઇપીએફ ખાતાધારકોને (EPF Account Holders)1 સપ્ટેમ્બર 2021 પહેલા આધારને UAN નંબર સાથે લિંક કરવા કહ્યું છે.

2. ચેક ક્લિયરિંગ સિસ્ટમ બદલાઈ રહી છે

જો તમે પણ ચેકથી પૈસા મોકલી રહ્યા છો? કે ચેકથી પેમેન્ટ (cheque payment) કરો છો? તો આપના માટે ખૂબ જ કામના સમાચાર છે. હવે 1 સપ્ટેમ્બરથી 50,000 રૂપિયાથી વધુનો ચેક આપવો આપવા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. આવું એટલા માટે કારણ કે બેંકોએ હવે પોઝિટિવ પે સિસ્ટમને (positive pay system) લાગુ કરવાનું શરૂ કરી દીધું છે. મોટાભાગની બેંક 1 સપ્ટેમ્બરથી PPSને લાગુ કરવા જઈ રહી છે. એક્સિસ બેંક (Axis Bank) આગામી મહિનાથી પોઝિટિવ પે સિસ્ટમની શરૂઆત કરી રહી છે.

3. PNBના સેવિગ્સ એકાઉન્ટ પર વ્યાજ ઘટશે

પંજાબ નેશનલ બેંકના (Punjab National Bank- PNB) ગ્રાહકોને આવતા મહિનાથી મોટો આંચકો લાગવાનો છે. મૂળે, પંજાબ નેશનલ બેંક 1 સપ્ટેમ્બર, 2021થી બચત ખાતામાં (Savings Account) જમા રકમ પર વ્યાજ દર ઘટાડવા જઈ રહી છે. આ માહિતી બેંકની સત્તાવાર વેબસાઇટ પરથી મળી છે. બેંકે બચત ખાતાઓ પર વ્યાજ દર વાર્ષિક 3 ટકાથી ઘટાડીને 2.90 ટકા કરવાનો નિર્ણય લેવાયો છે. બેંકના આ નિર્ણયથી નવા અને જૂના બંને ગ્રાહકોને અસર થશે.

4. બદલાઈ જશે ગેસ સિલિન્ડરના ભાવ

1 સપ્ટેમ્બરે એલપીજી સિલિન્ડરના ભાવમાં (LPG Cylinder Rates) ફેરફાર થશે. તમને જણાવી દઈએ કે દર મહિનાની પહેલી તારીખે ઘરેલુ એલપીજી અને કોમર્શિયલ સિલિન્ડરોના (LPG gas cylinder) નવા ભાવ નક્કી થાય છે. આ ઉપરાંત, ધરનૌલા ગેસ સર્વિસથી ગેસ વિતરણનો સમય બદલાઈ જશે. શહેર સહિત ગ્રામીણ વિસ્તારોમાં ગેસના વિતરણના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

5. કાર ઇન્સ્યોરન્સનો નિયમ બદલાઈ જશે

એક મહત્ત્વપૂર્ણ આદેશમાં મદ્રાસ હાઈકોર્ટે (Madras High Court) ચુકાદો આપ્યો છે કે 1 સપ્ટેમ્બરથી જ્યારે પણ નવું વાહન વેચાય ત્યારે તેનો બમ્પર-ટુ-બમ્પર વીમો (bumper-to-bumper insurance) ફરજિયાત હોવો જોઈએ. આ વીમો 5 વર્ષના સમયગાળા માટે ડ્રાઇવર, પેસેન્જર અને વાહનના માલિકને કવર કરનારા વીમા ઉપરાંત હશે. નોંધનીય છે કે, બમ્પર-ટુ-બમ્પર વીમામાં વાહનના તે ભાગો પણ આવરી લેવામાં આવશે જેમાં વીમા કંપનીઓ સામાન્ય રીતે આવરી લેતી નથી.

6. OTT પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન ખરદીવું મોંઘું થશે

ભારતમાં ઓટીટી પ્લેટફોર્મ (OTT Platform) ડિઝની પ્લસ હોટસ્ટારનું (Disney Plus Hotstar) સબ્સક્રિપ્શન 1 સપ્ટેમ્બર, 2021 થી મોંઘુ થઈ જશે. ત્યારબાદ યૂઝર્સને બેઝ પ્લાન માટે 399 રૂપિયાને બદલે 499 રૂપિયા ચૂકવવા પડશે. બીજા શબ્દોમાં કહીએ તો, યૂઝર્સને 100 રૂપિયા વધુ ચૂકવવા પડશે. આ ઉપરાંત યૂઝર્સ 899 રૂપિયામાં બે ફોનમાં એપ ચલાવી શકશે. ઉપરાંત, આ સબ્સક્રિપ્શન પ્લાનમાં HD Quality ઉપલબ્ધ છે. આ સિવાય તમે આ એપને 4 સ્ક્રીન પર 1,499 રૂપિયામાં ચલાવી શકશો.

આ પણ વાંચો, EPFO: PF સાથે કપાતા પેન્શનના પૈસા ક્યારે મળે છે? અહીં જાણો શું કહે છે નિયમ

7. અમેઝોન લોજિસ્ટિક કોસ્ટમાં વધારો કરશે

એમેઝોન ડીઝલ અને પેટ્રોલના ભાવ વધારાને કારણે લોજિસ્ટિક્સ ખર્ચમાં વધારો કરી શકે છે. તેના કારણે 1 સપ્ટેમ્બર, 2021 થી એમેઝોનથી સામાન મંગાવવો મોંઘો થઈ શકે છે. આવી સ્થિતિમાં 500 ગ્રામના પેકેજ માટે 58 રૂપિયા ચૂકવવા પડી શકે છે. તે જ સમયે, પ્રાદેશિક ખર્ચ રૂ .36.50 થશે.

આ પણ વાંચો, Multibagger Stock 2021: 1.55 રૂપિયાના આ શેરથી રોકાણકારો થયા માલામાલ, એક વર્ષમાં એક લાખના થયા 20.53 લાખ

8. આ રીતે Apps પર લાગશે પ્રતિબંધ

ગૂગલની નવી પોલિસી 1 સપ્ટેમ્બર 2021થી લાગુ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત 1 સપ્ટેમ્બરથી નકલી કન્ટેન્ટને પ્રોત્સાહન આપતી એપ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ગૂગલે તેની બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે એપ ડેવલપર્સ દ્વારા લાંબા સમયથી ઉપયોગમાં ન લેવાતી એપ બ્લોક કરવામાં આવશે. મૂળે, ગૂગલ પ્લે સ્ટોરના (Google Play Store) નિયમો પહેલા કરતા વધારે કડક કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ, ગૂગલ ડ્રાઇવ યૂઝર્સને 13 સપ્ટેમ્બરે નવું સિક્યુરિટી અપડેટ મળશે. આ તેનો ઉપયોગ પહેલા કરતા વધુ સુરક્ષિત બનાવશે.
First published:

Tags: Axis Bank, Banking, Disney Hot Star, LPG cylinder, PNB, Provident fund, અમેઝોન, ગૂગલ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો