Drugs Price Hike: ડ્રગ્સ પ્રાઇસિંગ ઑથોરિટીએ શુક્રવારે શિડ્યૂલ દવાઓ માટે કિંમતમાં 10.7 ટકાનો વધારો કરવાની છૂટ આપી દીધી છે. એપ્રિલ મહિનામાં જરૂરી દવાઓની રાષ્ટ્રીય યાદી (NLIM) હેઠળ આવતી 800થી વધારે દવાઓની કિંમતમાં વધારો થશે.
નવી દિલ્હી. Medicine Price Hike: વૈશ્વિક સ્તરે વધી રહેલી મોંઘવારી (Price rise) અને રશિયા-યુક્રેન યુદ્ધ (Russia Ukraine war)ને પગલે ભારતમાં પણ હવે મોંઘવારી વધવા લાગી છે. પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol Diesel price)માં છેલ્લા પાંચ દિવસમાં પ્રતિ લીટર 3.20 રૂપિયાનો વધારો થયો છે. આ દરમિયાન હવે પહેલી એપ્રિલથી જરૂરી દવાઓ (Medicine price hike) પણ મોંઘી થઈ રહી છે. એપ્રિલમાં પેઇન કિલર, એન્ટીબાયોટિક્સ, એન્ટી વાયરલ સહિત જરૂરી દવાઓની કિંમતમાં વધારો થશે. સરકારે પ્રસ્તાવિત દવાઓની કિંમતમાં 10 ટકાથી વધારે વધારાની મંજૂરી આપી દીધી છે.
The Economic Times ના અહેવાલ પ્રમાણે દેશની ડ્રગ્સ પ્રાઇસિંગ ઑથોરિટીએ શુક્રવારે શિડ્યૂલ દવાઓ માટે કિંમતમાં 10.7 ટકાનો વધારો કરવાની છૂટ આપી દીધી છે. એપ્રિલ મહિનામાં જરૂરી દવાઓની રાષ્ટ્રીય યાદી (NLIM) હેઠળ આવતી 800થી વધારે દવાઓની કિંમતમાં વધારો થશે.
કઈ દવા પર કેટલી અસર પડશે?
જરૂરી દવાઓની રાષ્ટ્રીય યાદીમાં 875થી વધારે દવા સામેલ છે. જેમાં ડાયાબિટિસની સારવાર, કેન્સરની દવાઓ, હિપેટાઇટિસ, હાઈ બ્લડ પ્રેશર, ગુદાની બીમારી વગેરેની સારવારમાં વપરાતી એન્ટીવાયરલ દવાઓ પણ સામેલ છે. NLEMની યાદીમાં પેરાસિટામોલ, એઝીથ્રોમાઇસિન જેવી એન્ટીબાયોટિક, એન્ટી-એનેમિયા, વિટામિન્સ અને મિનરલ્સ તેમજ કોવિડ-19ના ગંભીર દર્દીઓની સારવાર માટે વપરાતી દવાઓ પણ સામેલ છે.
જે કંપનીઓ જરૂરી દવાઓની નેશનલ યાદીમાં સામેલ નથી તેની કિંમત 10 ટકા વધવાની સંભાવના છે. હાલ દવા બજારનો 30 ટકાથી વધારે હિસ્સો સીધો પ્રાઇસ કંટ્રોલના હાથમાં છે.
હકીકતમાં ડ્રગ્સ પ્રાઇસ રેગ્યુલેટર તરફથી દર વર્ષે કિંમતમાં ફેરફારને મંજૂરી આપવામાં આવતી હોય છે. દવા ઉત્પાદકો ઉત્પાદન ખર્ચમાં વધારો આવ્યાનું જણાવી છેલ્લા ઘણા સમયથી કિંમત વધારવાની માંગણી કરી રહ્યા છે.
નિષ્ણાતોનું કહેવું છે કે છેલ્લા બે વર્ષની અંદર દવાઓના ઉત્પાદન માટે જરૂરી અમુક APIમાં 15થી લઈને 130 ટકા સુધીનો વધારો થયો છે. પેરાસિટામોલની કિંમતમાં 130 ટકાનો ઉછાળો આવ્યો છે.
દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત (Petrol-Diesel price) આસમાનને સ્પર્શી રહી છે. ભારતીય ઓઇલ કંપનીઓએ આજે એટલે કે શનિવારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમત વધારી છે. આ અઠવાડિયે સતત ચોથી વખત પેટ્રોલ અને ડીઝલી કિંમત વધારવા (Petrol price hike)માં આવી છે. આજે ઓઇલ કંપનીઓએ પેટ્રોલની કિંમતમાં 80 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. આ રીતે છેલ્લા પાંચ દિવસમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 3.20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર