Friendship Day: નોકરી છોડીને ત્રણ મિત્રોએ 11 લાખ રોકી શરૂ કર્યો ધંધો, એક વર્ષમાં બન્યા 100 કરોડના માલિક

નોએડા સ્થિત સ્ટાર્ટઅપ કંપનીના આ માલિક મિત્રોની કહાણી પ્રેરણાદાયી છે.

Friendship day 2021: નોએડાની એક ખાનગી કંપનીમાં કામ કરતા સાથે જ રહેતા મિત્રોએ કેવી રીતે બદલી નાખી પોતાની કિસ્મત, ફ્રેન્ડશીપ ડે નિમીતે વાંચો આ પ્રેરાણાદાયી લેખ

 • Share this:
  Friendship day 2021 : ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવારે સમગ્ર વિશ્વમાં ફ્રેન્ડશીપ ડે (Friendship day 2021) તરીકે ઉજવવામાં આવે છે. આજે સમગ્ર વિશ્વમાં મિત્રો એકબીજાના પ્રત્યનો સ્નેહ દર્શાવી અને આ દિવસની ઉજવણી કરશે. આજે મિત્રતના પર્વે નિમીતે અમે આપના માટે એક પ્રેરણાત્મક કહાણી રજૂ કરી રહ્યા છીએ જે વાંચવી આપને ગમશે. આ કહાણી છે ત્રણ મિત્રોની જેમણે નોકરી છોડીને 11 લાખ રોકી શરૂ કર્યો ધંધો હતો અને માત્ર એક વર્ષમાં બન્યા 100 કરોડના (Successful entrepreneur) માલિક.

  આ મિત્રોનું નામ છે પ્રતિક, સંદિપ અને ટિકને્દ્ર. વર્ષ 2015માં આ મિત્રો એક દિવસ ફરવા નીકળ્યા હતા. રસ્તામાં તેમની ગાડીમાંથી ફ્યૂઅલ ઘટી ગયું હતું. દરમિયાન દૂર દૂર સુધી કોઈ પેટ્રોલ પમ્પ નહોતો. ત્યારે તેમને અહેસાસ થયો કે કાશ અહીંયા કોઈ ફ્યૂઅલ મોકલવામાં આવે એવી સુવિધા હોત તો...

  આ પણ વાંચો :   Bank Holidays August List 2021: ઑગસ્ટમાં 15 દિવસ Bank રહેશે બંધ, સતત ચાર દિવસની છે રજા, ચેક કરો આખું લિસ્ટ

  બસ આ જ વિચારથી શરૂ થઈ એમની એક કંપની અને વાર્ષિક ટર્ન ઓવર આજે 100 કરોડથી પણ વધી ગયું છે. આ જર્ની વિશે જાણીને ફ્રેન્ડશીપ ડે અને બિઝનેસ બંને માટે યોગ્ય એક કહાણી વાંચવા મળશે.

  ટિકેન્દ્ર અને સંદિપ નોએડામાં આવેલી સેમસંગ કંપનીમાં કામ કરતા હતા જ્યારે પ્રતિક એક્સિકૉમમાં કામ કરતો હતો. પ્રતિક અને ટિકેન્દ્ર બંને રૂમમેટ હતા. એક દિવસ ત્રણેય દિલ્હીની બહાર ગયા હતા. દરમિયાન રસ્તામાં ફ્યૂલ સમાપ્ત થઈ ગયું હતું. રસ્તામાં 10 કિલોમીટર આસપાસ એક પણ ફ્યૂલ સ્ટેશન નહોતું. એ સમયે જ તેમણે ઑનલાઇન ડીઝલ વેચવાનો વેપાર શરૂ કરવાનું નક્કી કર્યુ. વર્ષ 2015માં આ મિત્રોએ પેપફ્યૂઅલ ડોટ.કોમ નામની કંપની શરૂ કરવાનું વિચાર્યુ.

  સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ

  આ કંપની સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ છે. પેપફ્યૂલ્સનું ઇન્ડિય ઑઇલ સાથે થર્ડ પાર્ટી એગ્રીમેન્ટ છે. આ કંનપી ડોર ટૂ ડોર ડિઝલની ઓનલાઇન ડિલિવરી કરે છે. ગ્રાહકો ફક્ત એક મેસેજ દ્વારા ઓર્ડર બૂક કરાવી શકે છે.

  આ પણ વાંચો : Maruti Suzuki લૉન્ચ કરવાની છે બે નવી CNG કાર, કિંમત ફક્ત રૂપિયા 6 લાખ જાણો વિગતો

  ટિકેન્દ્રએ વ્યવસાય અંગે માહિતી આપતા જણાવ્યું કે વર્ષ 2016 સુધી તો પેટ્રોલ ડિઝલના ઓનલાઇન વેચાણની પરવાનગી નહોતી. દરમિયાન સરકારે હાલમાં જ પેટ્રોલની ડિલિવરીની પરવાનગી આપી છે. ત્યારે ફક્ત ડિઝલ ડિલિવરીનો જ ઑપ્શન હતો.

  કંપનીના અન્ય સ્થાપક સંદિપ કહે છે કે 'અમે ઇન્ડિયન ઑઇલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ (BPCL), પેટ્રોલિયમ પ્રોસેસ એન્જિનિયરીંગ સર્વિસ (PESCO) જેવી કંનપીઓને પોતાનો વિચાર મોકલ્યો. અમે અમારો સ્ટાર્ટઅપ આઇડિયા પીએમઓમાં પણ મોકલ્યો હતો. થોડા દિવસો બાદ પીએમઓમાંથી જવાબ આવ્યો. બીજી બાજુ ફરીદાબાદ સ્થિતિ ઇન્ડિયન ઑઇલ દ્વારા અમને ડીપીઆર એટલે કે વેપાર અંગેનો પ્રોજેક્ટ રિપોર્ટ સબમીટ કરવા માટે કહેવામાં આવ્યું. અમે ઇન્ડિયન ઑઇલને પણ આ રિપોર્ટ મોકલ્યો હતો. ત્યારબાદ અમે અમારો વેપાર શરૂ કરી દીધો હતો.
  Published by:Jay Mishra
  First published: