Home /News /business /

EPFO: PF અકાઉન્ટ સાથે જોડાયેલા આ ફાયદા જાણી આપ પણ થઈ જશો ખુશ

EPFO: PF અકાઉન્ટ સાથે જોડાયેલા આ ફાયદા જાણી આપ પણ થઈ જશો ખુશ

ઇપીએફઓના અનેક ફાયદા.

Five benefits of having PF account: જ્યારે પણ કર્મચારીનું PF ખાતુ ખુલે છે, ત્યારે PF ખાતુ ખુલતાની સાથે જ તે વ્યક્તિ બાય ડિફોલ્ટ ઈન્શ્યોર્ડ પણ થઈ જાય છે.

મુંબઈ: તમામ નોકરિયાત વર્ગના લોકો એ વાતથી પરિચિત જ છે કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO તમામ કર્મચારીઓને પીએફ (PF)ની સુવિધા આપે છે. આ સુવિધા પૂરી પાડવા માટે કર્મચારીના વેતનમાંથી એક નાની રકમ કાપીને PF ખાતામાં જમા કરવામાં આવે છે. રિટાયર્ડ થયા બાદ કર્મચારીના ભવિષ્યની સુનિશ્ચિતતા માટે આ પ્રકારની યોજના શરૂ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે PF કોઈ પણ નોકરિયાત વ્યક્તિનું એવું ખાતું છે, જ્યાં એમ્પ્લોયર (Employer contribution) દ્વારા કર્મચારીના ખાતામાં એક નિશ્ચિત રકમ જમા કરાવવામાં આવે છે. આ રકમમાં એક ભાગ એમ્પ્લોય એટલે નોકરી કરતી વ્યક્તિ તરફથી અને બીજો ભાગ એમ્પ્લોયર એટલે કે નોકરી આપનાર કંપની તરફથી જમા કરવામાં આવે છે.

PFમાં જમા કરાવવામાં આવતી રકમ (PF amount) હાલ તમારા વેતન કે પગારના 12%હોય છે જે કંપની દ્વારા તમારા PF ખાતામાં જમા કરાવવામાં આવે છે. આ રકમનો દર સરકાર તરફથી નક્કી કરવામાં આવે છે. PFમાં કંપની સીટીસી (CTC)માંથી પોતાનો ભાગ કાપીને ખાતામાં જમા કરાવે છે. આજના આ આર્ટિકલમાં અમે આપને PF ખાતાને લગતી જાણકારી આપીશું. વિગતો માટે આર્ટિકલ અંત સુધી વાંચો.

ફ્રી ઈન્શ્યોરન્સની સેવા (Free insurance service)

જ્યારે પણ કર્મચારીનું PF ખાતુ ખુલે છે, ત્યારે PF ખાતુ ખુલતાની સાથે જ તે વ્યક્તિ બાય ડિફોલ્ટ ઈન્શ્યોર્ડ પણ થઈ જાય છે. એમ્પ્લોય ડિપોઝિટ લિન્ક્ડ ઈન્શ્યોરન્સ (IDLI scheme) અંતર્ગત કર્મચારીને 6 લાખ સુધીના વિમાનુ કવર મળે છે. જો કોઈ એક્ટિવ પીએફ ખાતા ધારક વ્યક્તિનું નોકરીના વર્ષો દરમ્યાન મૃત્યુ થાય છે, તો તેના નોમિની અથવા તો તે વ્યક્તિના વારસદારને 6 લાખ રુપિયા સુધીનું વળતર ચૂકવવામાં આવે છે. કંપની અને કેન્દ્ર સરકાર દ્વારા આ લાભ કર્મચારીઓને આપવામાં આવે છે.

આ પણ વાંચો: Amazon Prime પર ફિલ્મ જોવું મોંઘું પડશે, ઝડપથી આવશે તોતિંગ ભાવ વધારો- જાણો કંપનીએ શું કહ્યું

ટેક્સમાં મળતી છૂટછાટ (Tax benefits)

જો તમે ટેક્સમાં છૂટછાટ માટે પ્રયત્નશીલ રહેતા હોવ તો તમારૂ પીએફ ખાતું તમને આમા મદદરૂપ થશે. અહીં તમારે એ બાબતની નોંધ લેવાની રહેશે કે ન્યૂ ટેક્સ સ્લેબ અંતર્ગત આ છૂટછાટ આપવામાં આવી નથી. જોકે, ઓલ્ડ ટેક્સ સ્લેબમાં આ છૂટછાટનો લાભ ઉઠાવી શકાય છે. ઈપીએફ ખાતાધારક ઈન્કમ ટેક્સ કલમ 80C હેઠળ પોતાના પગાર પર ચુકવવાને પાત્ર થતા ટેક્સમાં 12 ટકાની બચત કરી શકે છે.

રિટાયરમેન્ટ બાદ પેન્શનનો લાભ (Pension benefits)

જો કોઈ 10 વર્ષ સુધી પોતાનું પીએફ ખાતું મેન્ટેન રાખે છે એટલે કે 10 વર્ષ સુધી તેમાં પીએફ જમા થતો રહે છે તો તે વ્યક્તિને લાઈફ ટાઈમ એમ્લોય પેન્શન સ્કિમનો લાભ મળવા પાત્ર થાય છે. 10 વર્ષ સુધી જો તમે કોઈ એવી કંપનીમાં નોકરી કરો છો કે જ્યાં તમારું પીએફ કપાય છે અને જમા થાય છે તો તમે એમ્લોય પેન્શન સ્કિમ 1995 (Employees’ Pension Scheme 1995) રિયાટરમેન્ટ પછી પ્રતિમાસ 1 હજારની પેન્શન મેળવાને હકદાર બનો છો.

આ પણ વાંચો: આશીષ કચોલિયાએ 25%નો કડાકો છતાં આ શેરમાં પોતાનું રોકાણ વધાર્યું- જાણો સમગ્ર અહેવાલ

નિષ્ક્રિય ખાતા પર વ્યાજ

કર્મચારીઓનુ પીએફ ખાતું જો નિષ્ક્રિય હોય તો તેની પર પણ વ્યાજની ચૂકવણી કરવામાં આવે છે. વર્ષ 2016માં કાયદામાં થયેલા ફેરફાર બાદ હવે 3 વર્ષ સુધી જો કોઈ પીએફ ખાતું નિષ્ક્રિય રહે છે તો તેવા પીએફ ખાતાં પર પણ વ્યાજની ચૂકવણી કરવામાં આવે છે. 2016માં થયેલા ફેરફાર પહેલા નિષ્ક્રિય ખાતા પર વ્યાજની ચૂકવણી અંગે કોઈ જોગવાઈ ન હતી.

ઓટો ટ્રાન્સફરની સુવિધા

જો તમે એકથી વધુ નોકરીઓ બદલી હોય અને તમારી પાસે એકથી વધુ પીએફ ખાતા હોય તો તમારા આધાર સાથે લિંક થયેલી યૂએએન (UAN) નંબર થકી તમે તમારા એકથી વધુ પીએફ ખાતાને લિંક કરી શકો છો. પહેલાની સરખામણીએ નોકરી બદલવા પર પીએખ ખાતાનાં પૈસા ટ્રાન્સફર કરવા હવે સરળ બન્યા છે. નવી કંપનીમાં નોકરી મળવા પર હવે ઈપીએફના પૈસા ક્લેમ કરવા પર અલગથી ફોર્મ 13 ભરવાની જરૂર નથી, હવે આ ઓટો ટ્રાન્સફર થાય છે. ઈપીએફઓ દ્વારા હવે ફોર્મ 11 તરીકે એક નવું ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે. આ ફોર્મ 11 ને ફોર્મ 13ના બદલે વાપરવામાં આવે છે. ઉલ્લ્ખનીય છે કે આ ઓટો ટ્રાન્સફર તમામ જગ્યાઓ પર વાપરી શકાય છે.

જરૂરિયાતનાં સમયે કાઢી શકાશે પૈસા

પીએફ ફંડની એક ખાસ સુવિધા એ છે કે જરૂરિયાતના સમયે ખાતામાંથી તમે અમુક મર્યાદા સુધી રકમ ઉપાડી શકો છો. આ સુવિધાનો ઉપયોગ કરીને લોનના બિનજરૂરી ભારથી બચી શકાય છે.
First published:

Tags: Business, Epfo, PF, UAN

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन