આવક વેરા વિભાગનો આ ફૅક ઇમેલ તમને લાખોનો ચૂનો લગાવી શકે છે!

News18 Gujarati
Updated: July 12, 2018, 2:33 PM IST
આવક વેરા વિભાગનો આ ફૅક ઇમેલ તમને લાખોનો ચૂનો લગાવી શકે છે!

  • Share this:
ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ઇન્ટરનેટ પર ઠગોએ પોતાની ઝાળ પાથરવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા થોડા દિવસોમાં કરદાતાઓને ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ જેવા જ ભળતા ઇ-મેલ આઇડી પરથી મેઇલ મળી રહ્યા છે. જેમાં રિફંડ રકમની જાણકારી મેળવવા માટે નેટ બેન્કિંગની જાણકારી માંગવામાં આવી છે. નોંધનીય છે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ક્યારેય આવી કોઈ જાણકારી માંગતું નથી. ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ, 2018 છે.

સાવધાન

અંગ્રેજી વર્તમાનપત્ર ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા સમાચાર પ્રમાણે, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું કે અમે અમારી વેબસાઇટ પર ચેતવણી જાહેર કરતા રહીએ છીએ. સાથે જ કરદાતાઓને ટેક્સ્ટ મેસેજ મોકલીને ઓનલાઇન ફ્રોડથી સાવચેત રહેવાનું કહેતા હોઈએ છીએ. સૌથી મહત્વનું છે કે આવા શંકાસ્પદ ઇમેલનો જવાબ આપવાનું ટાળવું, કારણ કે અમે ક્યારેક ક્રેડિટ કાર્ડ કે બેંક એકાઉન્ટની માહિતી નથી માંગતા.

ફૅક મેઇલને આવી રીતે ઓળખો

ફૅક મેઇલ આઇડી અને સરકારી આઇડીમાં તફાવત હોય છે. ફૅક મેઇલ આઈડીમાં (filling) લખેલું છે, જ્યારે સરકારી મેઇલ આઇડીમાં ફાઇલિંગ પહેલા ઇ((efliling) લખેલું છે. બીજો તફાવત ફાઇલિંગના સ્પેલિંગને લઇને છે. ફૅક આઈડીમાં (filling) બે વખત (ll) લખેલો છે, જ્યારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના મેઇલ આઈડીમાં સાચો સ્પેલિંગ filing છે. કૌભાંડ આચરનાર તરફથી જે મેઇલ મોકલવામાં આવી રહ્યો છે તેનું આઈડી donotreply@incometaxindiafilling.gov.in છે. જ્યારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનું આઇડી donotreply@incometaxindiaefiling.gov.in છે.

લાખોનો ચૂનો લાગી શકે છેફૅક આઈડી પર જો તમે તમારી બેંક કે ક્રેડિટ કે ડેબિટ કાર્ડને વિગતો શેર કરશો તો તમને લાખો રૂપિયાનો ચૂનો લાગી શકે છે. હેકર્સ તમારી વ્યક્તિગત જાણકારી મેળવીને તમારા બેંકમાંથી પૈસા ટ્રાન્સફર કરી શકે છે.
First published: July 12, 2018, 2:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading