મ્યુચ્યૂઅલ ફંડમાં પૈસા રોકતા લોકો માટે મોટા સમાચાર, આ 6 સ્કીમ બંધ થશે

News18 Gujarati
Updated: April 24, 2020, 10:17 AM IST
મ્યુચ્યૂઅલ ફંડમાં પૈસા રોકતા લોકો માટે મોટા સમાચાર, આ 6 સ્કીમ બંધ થશે
પ્રતિકાત્મક તસવીર

જો તમે મ્યુચ્યૂઅલ ફંડમાં પૈસા રોક્યા છે તો તમારા માટે મોટા સમાચાર છે. Franklin Templeton Mutual Fund તરફથી છ સ્કીમ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી.

  • Share this:
નવી દિલ્હી : ફ્રેંકલિન ટેમ્પલટન મ્યુચ્યૂઅલ ફંડે (Franklin India Templeton Mutual Fund) ગુરુવારે પોતાની ડેટ સ્કીમ્સ (Debt Schemes)માંથી છ સ્કીમને બંધ કરવાની જાહેરાત કરી છે. આ તમામની એસેટ બેઝ 25,856 કરોડ રૂપિયા છે. કંપનીએ સ્કીમ બંધ કરવા પાછળનું કારણ કોરોનાને કારણે થયેલું લૉકડાઉન ગણાવ્યું છે. કંપનીનું કહેવું છે કે આવા માહોલમાં રોકાણકારો ઝડપથી પૈસા ઉપાડી રહ્યા છે. આથી કંપની પાસે પૈસાની અછત છે.

ફ્રેંકલિન ટેમ્પલટનની આ સ્કીમ બંધ થશે :

1) ફ્રેંકલિન ઇન્ડિયા ટેમ્પલટન લો ડ્યૂરેશન ફંડ (Franklin India Low Duration Fund)

2) ફ્રેંકલિન ઇન્ડિયા ટેમ્પલટન શૉર્ટ બૉન્ડ ફંડ (Franklin Ultra Short Bond Fund)
3) ફ્રેંકલિન ઇન્ડિયા ટેમ્પલટન શૉર્ટ ટર્મ ઇનકમ પ્લાન (Franklin Short Term Income Plan)
4) ફ્રેંકલિન ઇન્ડિયા ટેમ્પલટન ક્રેડિટ રિસ્ક ફંડ (Franklin Credit Risk Fund)5) ફ્રેંકલિન ઇન્ડિયા ટેમ્પલટન ડાયનામિક એક્યૂરિઅલ ફંડ (Franklin Dynamic Accrual Fund)
6) ફ્રેંકલિન ઇન્ડિયા ટેમ્પલટન ઇનકમ ઑપોરચ્યૂનિટી ફંડ (Franklin Income Opportunities Fund)

શા માટે સ્કીન બંધ થઈ રહી છે?

કંપની તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોરોના સંકટને કારણે કૉર્પોરેટ બૉન્ડ માર્કેટમાં લિક્વિડિટી એટલે કે રોકડની અછત સર્જાઈ છે. સાથે જ ફિક્સ્ડ ઇનકમ ફંડ્સમાંથી ઝડપથી રિડમ્પશન (પૈસા પરત કાઢી લેવા) વધ્યું છે. આ કારણે એક લાંબા વિશ્લેષણ પછી આ છ સ્કીમોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હવે શું થશે?

નિષ્ણાતો કહે છે કે દેશમાં 22 લાખ કરોડ રૂપિયાની મ્યુચ્યૂઅલ ફંડ ઇન્ડસ્ટ્રી પર એપ્રિલ મહિનાથી જ રિડમ્પશનનું દબાણ છે. ફ્રેંકલિન ટેમ્પલટન ઇન્ડિયાના આવા નિર્ણયથી રોકાણકારોમાં ડર ફેલાશે. આથી રોકાણકારો અન્ય ફંડ્સમાંથી પણ પૈસા કાઢી શકે છે.રોકાણકારોએ શું કરે?

સામાન્ય રીતે આવા કેસમાં સ્કીમ અચાનક બંધ થવાથી રોકાણકારો માટે પૈસા કાઢવા પર બ્રેક લાગી જાય છે. મ્યુચ્યૂઅલ ફંડ કંપની પોતાનું તમામ હોલ્ડિંગ ખતમ કરીને પૈસા એકઠા કરે ત્યાં સુધી પૈસા ઉપાડી શકાતા નથી.

રોકાણકારો માટે એ જરૂરી છે કે 23મી એપ્રિલ, 2020ના આ ફંડોના કટ-ઑફ ટાઇમમાં કોઈ પણ ખરીદી નહીં કરી શકે. સાથે જ પૈસા પણ નહીં ઉપાડી શકે. તમે આમાંથી કોઈ પણ સ્કીમમાં પૈસા રોક્યા છે તો તેને મતલબ એવો છે કે હવે તેમાંથી પૈસા ઉપાડી નહીં શકો. જ્યાં સુધી ફંડ હાઉસ ચૂકવણી ન કરે ત્યાં સુધી તમારા પૈસા તેમની પાસે જ રહેશે.

જો કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો SEBIને કરી શકાય છે. સેબીને તમારી ફરિયાદ મળ્યા બાદ તે જે તે મ્યુચ્યૂઅલ ફંડ હાઉસનો સંપર્ક કરે છે, આ મામલાનું સમાધાન ન આવે ત્યાં સુધી તે આ બાબતે દેખરેખ રાખે છે.
First published: April 24, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading