ફ્રાંસના અર્થશાસ્ત્રીએ મોદી સરકારના ભરપેટ વખાણ કર્યા, જાણો શું કહ્યું?

ફ્રાંસના અર્થશાસ્ત્રીએ મોદી સરકારના ભરપેટ વખાણ કર્યા, જાણો શું કહ્યું?
નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

ફ્રાંસના પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ગૉય સોરમેને નરેન્દ્ર મોદી સરકારની નીતિઓના ભરપેટ વખાણ કર્યા કહ્યું કે આ સરકાર પાછલી સરકારો કરતાં ઘણી સારી છે.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: ફ્રાન્સના જાણીતા અર્થશાસ્ત્રી ગૉય સોરમેને નરેન્દ્ર મોદીની સરકારની નીતિઓઓના ભરપેટ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું, કે નરેન્દ્ર મોદીની સરકારની સકારાત્મક અને સુસંગત નીતિઓએ ભારતીય ઉદ્યમશીલો માટે ધંધાનું ઉત્તમ વાતાવરણ સર્જ્યુ છે. એક ઇન્ટરવ્યૂમાં સોરમેને જણાવ્યું હતું કે નાગરિકોએ કોઈ પણ સરકાર પાસેથી આર્થિક ચમત્કારની અપેક્ષા ન રાખવી જોઈએ. નરેન્દ્ર મોદીની યોજનાઓના કારણે ભ્રષ્ટાચાર વિરોધી નીતિઓના કારણે વેપારીઓ માટે પહેલાં કરતા વધારે સારો માહોલ સર્જ્યો છે.

  ખેડૂતોને મદદ યોગ્ય નિર્ણય


  વચગાળાના બજેટમાં મોદી સરકારે ખેડૂતોને વર્ષે રૂપિયા 6,000 આપવાની જાહેરાત કરી છે. આ સવાલના જવાબમાં સોરમેને જણાવ્યું હતું કે પછાત વર્ગના લોકોને આર્થિક મદદ કરવી એ અર્થશાસ્ત્રીઓના મતે સૌથી પ્રભાવશાળી માર્ગ છે.

  દેશની વદ્ધિ અને રોજગારી અંગેના વર્તમાન વિવાદ વિશે સોરમેને પોતાનો મત આપતા જણાવ્યું હતું કે ભારત વ્યાપક સ્વરૂપે ગ્રામીણ અર્થવ્યવસ્થા આધારિત છે. જ્યાં અનઔપચારિક અને વસ્તુ વિનિમયનું ચલણ છે. આ સ્થિતિમાં યોગ્ય આંકડાઓ પ્રાપ્ત કરવા મુશ્કેલ કામ છે. સૌથી મહત્ત્તવપૂર્ણ બાબત એ છે કે રોજગારી અને આવકોનો આકડો પ્રતિ વ્યક્તિનો હોય છે. આ આંકોડ આખા દેશનો ન હોઈ શકે. સરકાર જો સચોટ આંકડાઓ પ્રાપ્ત કરવા માંગતી હોય તો તેમમે ખાનગી ક્ષેત્રની મદદ લેવી જોઈએ અને સરકારી અને ખાનગી ક્ષેત્રના આંકડાઓ વચ્ચે સ્પર્ધા કરાવવી જોઈએ.
  Published by:News18 Gujarati
  First published:February 11, 2019, 16:19 IST

  ટૉપ ન્યૂઝ