નવી દિલ્હીઃ દેશના શહેરોનો સુંદર બનાવવા માટે સરકારે યોજના તૈયાર કરી દીધી છે. નાણામંત્રી નિર્મલા સિતારમણે તેમના બજેટ ભાષણમાં એક મોટી જાહેરાત કરી છે. સરકારની નવી યોજનાઓ પ્રમાણે, સરકાર મોટા શહેરોને હજુ પણ સુંદર બનાવવા માટે 10 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે.
CNBC TV18 HINDIના અહેવાલ મુજબ, આ ફાળવણી માત્ર શહેરોને સુંદર બનાવવા માટે ખર્ચ કરવામાં આવશે. તેને લઈને સરકારે એક પૂરી યોજના તૈયાર કરી છે. બજેટ ભાષણમાં નાણામંત્રીએ કહ્યું કે, સરકાર ગંદકીને સાફ કરવા માટે સૂકા અને ભીના કચરાના મેનેજમેન્ટ પર ભાર આપશે. યોજનાબદ્ધ તરીકે સરકાર શહેરોનું સુંદરીકરણ કરશે.
સરકારે બજેટમાં જાહેરાત કરી કે, સરકાર અર્બન ઈન્ફ્રા ફંડ હેઠળ શહેરોને સુંદર બનાવશે. આ ફંડ હેઠળ સરકાર 10 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે. જાહેરાત પ્રમાણેસ પ્રાયોરિટી લેન્ડિંગ માટે અર્બન ઈન્ફ્રા ફંડ તૈયાર કરવામાં આવશે. આ ફંડની જવાબદારી NHB પર હશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર