ઇશા અને આકાશ અંબાણીને ફોર્ચ્યુન ‘40 અંડર 40’ની યાદીમાં મળ્યું સ્થાન

ઇશા અને આકાશ અંબાણીને ફોર્ચ્યુન ‘40 અંડર 40’ની યાદીમાં મળ્યું સ્થાન
ઇશા અને આકાશ અંબાણીને ફોર્ચ્યુન ‘40 અંડર 40’ની યાદીમાં મળ્યું સ્થાન

ફોર્ચ્યુનના મતે ઇશા અને આકાશ અંબાણીએ જિયોને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. બંનેએ ફેસબુક સાથે 9.99 ટકાની ભાગીદારી માટે 5.7 અરબ ડોલરની મેગા ડીલને સફળતાપૂર્વક પુરી કરી છે

 • Share this:
  નવી દિલ્હી : ફોર્ચ્યુન મેગેઝિને (Fortune Magazine) ભારતની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani)ના પુત્રી ઇશા અંબાણી (Isha Ambani)અને પુત્ર આકાશ અંબાણી (Akash Ambani)નો પોતાની ‘40 અંડર 40’ની યાદીમાં સમાવેશ કર્યો છે. મેગેઝીને આ વખતે વિત્ત, ટેકનિક, હેલ્થકેયર, મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ કેટેગરીમાં લિસ્ટ જાહેર કર્યું છે.

  ફેસબુક, ગુગલ, ઇન્ટેલ જેવી કંપનીઓને કરાવ્યું રોકાણ  મેગેઝીને દરેક કેટેગરીમાં દુનિયાની 40 હસ્તીઓનો સમાવેશ કર્યો છે. યાદીમાં સામેલ કરાયેલા બધા લોકોની ઉંમર 40 વર્ષથી ઓછી છે. ઇશા અને આકાશ અંબાણીનો ટેકનોલોજી કેટેગરીમાં સમાવેશ કરાયો છે. ફોર્ચ્યુનના મતે ઇશા અને આકાશ અંબાણીએ જિયોને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. બંનેએ ફેસબુક સાથે 9.99 ટકાની ભાગીદારી માટે 5.7 અરબ ડોલરની મેગા ડીલને સફળતાપૂર્વક પુરી કરી છે. ગુગલ, ક્વાલકોમ, ઇન્ટેલ જેવી કંપનીઓને રિલાયન્સ સાથે જોડવા અને તેમની પાસેથી રોકાણ મેળવવાનું કામ પણ આ બંનેના નેતૃત્વમાં પુરુ કરવામાં આવ્યું હતું.

  આ પણ વાંચો - ખિસ્સામાં પડેલા એક રૂપિયાથી તમે ખરીદી શકો છો આટલી બધી વસ્તુઓ

  જિયોમાર્ટને લોન્ચ કરવામાં નિભાવી ભૂમિકા, અમેઝોનને આપ્યો પડકાર

  આકાશ અંબાણીએ અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાંથી 2014માં અર્થશાસ્ત્રીની ડિગ્રી લઈને ફેમિલી બિઝનેસ જોઈન કર્યો હતો. જ્યારે ઇશા અંબાણીએ એક વર્ષ પછી જિયો જોઈન કર્યું હતું. ઇશાએ યેલ અને સ્ટેનફોર્ડ જેવી સંસ્થાઓમાં અભ્યાસ કર્યો છે. જિયોમાર્ટને લોન્ચ કરવામાં આકાશ અને ઇશા અંબાણીની ભૂમિકાની પણ ફોર્ચ્યુને પ્રશંસા કરી હતી. મે 2020માં જ જિયોમાર્ટને (JioMart)લોન્ચ કરવામાં આવ્યું હતું. આજે જિયોમાર્ટ પર દરરોજ લગભગ 4 લાખ ઓર્ડર બુક કરવામાં આવી રહ્યા છે. ભારતમાં ઝડપથી વધી રહેલા ઇ-કોમર્સ માર્કેટમાં રિલાયન્સ હવે દિગ્ગજ અમેઝોન (Amazon)અને ફ્લિપકાર્ટ (Flipkart)માટે પડકાર ઉભું કરી રહ્યું છે.
  Published by:Ashish Goyal
  First published:September 02, 2020, 23:11 pm

  ટૉપ ન્યૂઝ