રધુરામ રાજને આત્મનિર્ભર ભારત મામલે સાવધાન કરતા કહ્યું - બીજા દેશોના સામાન પર ભારે ટેક્સ લાદવો યોગ્ય નથી

News18 Gujarati
Updated: October 22, 2020, 10:25 AM IST
રધુરામ રાજને આત્મનિર્ભર ભારત મામલે સાવધાન કરતા કહ્યું - બીજા દેશોના સામાન પર ભારે ટેક્સ લાદવો યોગ્ય નથી
રધુરામ રાજન

પૂર્વ આરબીઆઇ ગવર્નર રધુરામ રાજને કહ્યું કે મારું માનવું છે કે આ વસ્તુ અમે પહેલા પણ કરી ચૂક્યા છીએ અને અસફળ રહ્યા છે, માટે જ સાવધાન કરું છું"

  • Share this:
રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રધુરામ રાજને (Former RBI Governor Raghuram Rajan) બુધવારે સરકારના 'આત્મનિર્ભર ભારત' યોજના હેઠળ આયાત પ્રતિસ્થાપન (Import Substitution)ને પ્રાધાન્ય આપવા મામલે સાવધાન કર્યા હતા. તેમણે કહ્યું કે દેશમાં પહેલા પણ આ રીતના પ્રયાસો થઇ ચૂક્યા છે. પણ આપણે સફળ નથી રહ્યા. રાજને કહ્યું કે જો તેમાં આત્મ નિર્ભર ભારતની વાત પર જોર આપવામાં આવે તો ટેરિફ લગાવીને આયાતનું ફેરબદલ તૈયાર કરવામાં આવશે, તો મારું કહેવું છે કે આ તે રસ્તો છે જેને પહેલા અમે પણ પ્રયાસ કરી ચૂક્યા છીએ પણ અસફળ રહ્યા છે. આ રસ્તા પર આગળ વધવાને લઇને હું સાવધાન કરવા માંગુ છું.

રાજને ભારતીય વિદ્યા ભવનના એસપી જૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ સેન્ટર ફોર ફાઇનેંસિયલ સ્ટડીઝ દ્વારા આયોજીત એક વેબિનારને સંબોધિત કરતા આ વાત કહી હતી. તેમણે કહ્યું કે દેશના નિર્યાતકોને પોતાના નિર્યાતને સસ્તો રાખવો માટે આયાત કરવાની જરૂર હોય છે. જેથી તે આ આયાત કરેલા માલનો ઉપયોગ કરીને નિર્યાતમાં થઇ શકે.

ચીન પણ અનેક દેશોથી આયાત કરે છે. રાજને સ્પષ્ટ કહ્યું કે ચીન એક નિર્યાત તાકાતની રીતે ઊભરી રહ્યો છે. તે બહારથી વિભિન્ન સામાનોની આયાત કરી તેને એસેમ્બલ કરે છે અને પછી તેને નિર્યાત કરે છે. નિર્યાત માટે તમારે આયાત કરવી પડે છે. ઊંચા ભાવે ના લગાવો પણ ભારતમાં ઉત્પાદન માટે સારો પરિવેશ તૈયાર કરો.

રાજને કહ્યું કે સરકાર દ્વારા લક્ષિત ખર્ચ લાંબા ગાળે ફળદાયી થઈ શકે છે. 'હું માનું છું કે આખા ખર્ચની દેખરેખ પર નજર રાખવી જોઈએ અને સાવધાન રહેવું જોઇએ. આ ખુલ્લી ચેક બુક આપવાનો સમય નથી. પરંતુ આવા સંજોગોમાં, કોઈપણ લક્ષ્ય પર કરવામાં આવતા ખર્ચ બુદ્ધિ અને સાવધાનીથી કરવામાં આવે છે. તેથી તે તમને વધુ સારા પરિણામો આપી શકે છે.

વધુ વાંચો : Corona Update: દેશમાં 24 કલાકમાં 55,838 નવા કેસ નોંધાયા, 702 દર્દીનાં મોત

રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નરે કહ્યું કે, વાસ્તવિક સમસ્યાને ઓળખીને સુધારા તરફ આગળ વધવું યોગ્ય છે. પરંતુ આ પ્રક્રિયામાં તમામ પક્ષોની સંમતિ જરૂરી છે. 'લોકો, વિવેચકો, વિરોધી પક્ષો પાસે કેટલાક સારા સૂચનો હોઈ શકે છે, જો તમે તેમની વચ્ચે વધુ સહમતી કરો છો, તો તમારા સુધારાઓ વધુ અસરકારક રીતે લાગુ કરવામાં આવશે. હું એમ નથી કરી રહ્યો કે લાંબા સમય સુધી મુદ્દાઓની ચર્ચા થવી જોઈએ. પરંતુ લોકશાહીમાં સર્વસંમતિ બને તે મહત્ત્વનું છે.'

રાજને કહ્યું કે માળખાકીય સુવિધાઓના વિકાસમાં સૌથી મોટી અવરોધ જમીન સંપાદન છે, તેમાં કેટલાક ટેકનીકલ પરિવર્તનની જરૂર છે. ત્યાં વધુ સારા રેકોર્ડ અને જમીનની સ્પષ્ટ માલિકી હોવી જોઈએ. 'કેટલાક રાજ્યોએ આ દિશામાં પહેલ કરી છે પરંતુ આપણે તેને દેશભરમાં કરવાની જરૂર છે.'
Published by: Chaitali Shukla
First published: October 22, 2020, 10:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading