44 પેન્ટિંગ્સ, અનેક શેલ કંપનીઓ, રૂ. 2000 કરોડનું રોકાણ, Yes Bankના રાણા કપૂરના ઘરમાંથી EDને શું શું મળ્યું?

ફાઈલ તસવીર

પ્રવર્તન નિદેશાલય તરફથી યશ બેન્કનાના સંસ્થાયપક રાણા કપૂર વિરુદ્ધ તપાસમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. EDએ તેમના ઘરે દરોડા પાડ્યા બાદ 2000 કરોડ રૂપિયાના રોકાણના દસ્તાવેજો, 44 મોંઘી પેન્ટિંગ અને એક ડઝનથી વધારે શેલ કંપનીઓની જાણકારી મળી હતી. આ ઉપરાંત રાણા કપૂરને મની લોન્ડરિંગના કેસમાં રવિવારે ધરપકડ પણ કરવામાં આવ્યા હતા.

 • Share this:
  નવી દિલ્હીઃ પ્રવર્તન નિદેશાલય (Enforcement Directorate) તરફથી યશ બેન્કના (Yes Bank)ના સંસ્થાયપક રાણા કપૂર વિરુદ્ધ તપાસમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. EDએ તેમના ઘરે દરોડા પાડ્યા બાદ 2000 કરોડ રૂપિયાના રોકાણના દસ્તાવેજો, 44 મોંઘી પેન્ટિંગ અને એક ડઝનથી વધારે શેલ કંપનીઓની જાણકારી મળી હતી. આ ઉપરાંત રાણા કપૂરને મની લોન્ડરિંગના કેસમાં રવિવારે ધરપકડ પણ કરવામાં આવ્યા હતા.

  સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે તપાસ એજન્સીએ કેટલાક દસ્તાવેજ મળ્યા છે. જે જણાવે છે કે કપૂર પરિવારની લંડનમાં કેટલીક સંપત્તિ છે. હવે આ સંપત્તીને ખરીદવામાં ઉપયોગમાં લેવાયેલા સ્ત્રોત અંગે તપાસ કરવામાં આવી રહી છે.

  ED એક કંપની તરફથી કથિત રીતે 600 કરોડ રૂપિયા લેવાના કેસમાં પણ કપૂર, તેની પત્ની અને ત્રણ બેટીઓની તપાસ કરી રહી છે. જે કંપનીઓને આ રકમ મળી તેની નિયંત્રણ પણ કપૂર પાસે જ હતું. ઉલ્લેખનીય છે કે દિવાન હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ સાથે સંકળાયેા એક એકમમાંથી પણ આ રકમ મળી હતી.

  આ પણ વાંચોઃ-સાઉથ આફ્રિકા વન ડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, પંડ્યા-ભુવનેશ્વરની વાપસી, શુભમન ગીલ ટીમમાં સામેલ

  દિવાન હાઉસિંગ સાથે જોડાયેલા છે તાર
  સૂત્રોના જણાવ્યા પ્રમાણે કપૂરના સંબંધ કંપની Diot અરબન વેંચર્સ (ઈન્ડિયા) લિ.એ આ રકમ પ્રાપ્ત કરી હતી. આ ત્યારે થયું જ્યારે 3000 કરોડ રૂપિયાથી વધારે લોન ડીએચએફએલને આપી હતી. ઉલ્લેખનીય છેકે, ડીએચએલએફ સામે નાણાંકિય અનિયમિતતાને લઈને તપાસ ચાલી રહી છે.

  આ પણ  વાંચોઃ-માલિકે મરઘીને બતાવ્યો ચિકન લેગ પીસ, પછી જે થયું એ જોઈને ચોંકી જશો, Viral થયો Video

  સૂત્રો પ્રમાણે બેન્કે ફસાયેલી લોનની રકમની વસૂલી કરવા માટે કોઈ કાર્યવાહી કરી નહતી. એજન્સીને શંકા છે કે 600 કરોડ રૂપિયાનો હિસ્સો લાંચનો ભાગ હોઈ શકે છે. આ રકમ એક બીજાને લાભ આપવા માટે એ કંપનીને મળી જેનું નિયંત્રણ કપૂર પરિવાર પાસે હતું.

  આ પણ વાંચોઃ-coronavirusએ પતિ-પત્ની વચ્ચે પાડી તિરાડ, શેફ પતિને એક મહિના માટે ઘરે ન આવવા પત્નીનું ફરમાન

  ઉલ્લેખનીય છે કે, મુંબઈ સેશન કોર્ટે યસ બેંક (Yes Bank)ના ફાઉન્ડર રાણા કપૂર (Rana Kapoor)ના ત્રણ દિવસ માટે ઇન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ (ED)ને રિમાન્ડ આપ્યા. ઈડીએ રાણા કપૂરના 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે મની લૉન્ડ્રિંગ કેસમાં રાણા કપૂરના રિમાન્ડ આપ્યા છે. નોંધનીય છે કે, ઈડીએ શનિવાર મોડી રાત્રે રાણા કપૂરની ધરપકડ કરી હતી. મુંબઈ સ્થિત ઈડી કાર્યાલયમાં શનિવારે રાણા કપૂરની લગભગ 20 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. આ પહેલા યસ બેંકના મામલામાં ઈડીએ બેંકના પૂર્વ પ્રમોટર અને સંસ્થાપક રાણા કપૂરના ઘરે દરાડાં પાડ્યા હતા.

  શું છે મામલો?
  યસ બેંકની નાણાકીય સ્થિતિને જોતાં ગુરુવારે RBIએ આદેશ આપ્યો હતો કે 3 એપ્રિલ 2020 સુધી કોઈ પણ ડિપોઝિટર પોતાના ખાતામાંથી 50,000 રૂપિયાથી વધુની રકમ ઉપાડી નહીં શકે. ત્યારબાદ ડિપોઝિટરોમાં અફરા-તફરીનો માહોલ પણ જોવા મળ્યો. જોકે, શુક્રવાર સાંજે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ એક પ્રેસ કૉન્ફરનસમાં ડિપોઝિટોરને આશ્વાસન આપ્યું કે યસ બેંકમાં તેમના પૈસા બિલકુલ સુરક્ષિત છે. તેના માટે તેમણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.
  Published by:ankit patel
  First published: