વૈશ્વિક સુસ્તી દરમિયાન ભારતનો જીડીપી ગબડ્યા બાદ પૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી મનમોહન સિંહે કેન્દ્રની મોદી સરકારને સલાહ આપી. તેઓએ કહ્યું કે, અર્થવ્યવસ્થાની સ્થિતિ આજે ઘણી ચિંતાજનક છે. ભારતમાં ખૂબ ઝડપથી વિકાસ સાધવાની ક્ષમતા છે પરંતુ મોદી સરકાર દ્વારા ગેરવહીવટના કારણે મંદી આવી છે. મનમોહન સિંહે કહ્યું કે, 5 ટકાનો વૃદ્ધિ દર એવો સંકેત આપી રહ્યો છે કે આપણે લાંબાગાળાની સુસ્તીના ચરણમાં છીએ.
પૂર્વ આરબીઆઈ ગવર્નર રહેલા મનમોહન સિંહે કહ્યું હતું કે આ વિશેષ રીતે પરેશાન કરનારું છે કે ઉત્પાદન ક્ષેત્રનો વૃદ્ધિ દર 0.6 ટકા છે. તેનાથી એવું સ્પષ્ટ થઈ જાય છે કે આપણી અર્થવ્યવસ્થા હજુ સુધી માનવ-નિર્મિત સમસ્યાઓ નોટબંધી અને ઉતાવળમાં લાગુ કરવામાં આવેલા જીએસટીમાંથી બહાર નથી આવી શકી.
મનમોહન સિંહે કહ્યું કે, ભારત આ માર્ગ પર લાંબા દિવસ સુધી ચાલી નશીં શકે, હું સરકારને આગ્રહ કરું છું કે તેઓ બદલાની રાજનીતિ કરવાને બદલે તમામ વિચારધારા અને મંતવ્યો સુધી પહોંચીને આપણી અર્થવ્યવસ્થાને આ માનવ ર્નિર્મત સંકટથી બહાર કાઢે.
Former Prime Minister Manmohan Singh: India cannot afford to continue down this path. Therefore, I urge the govt to put aside vendetta politics and reach out to all sane voices and thinking minds to steer our economy out of this man-made crisis. pic.twitter.com/hJkWDklrX7
તેઓએ કહ્યું કે, મોદી સરકારની નીતિઓના પરિણામ સ્વરૂપ વ્યાપક રીતે રોજગાર વિહીન વિકાસ થઈ રહ્યો છે. ભારતીય અર્થવ્યવસ્થામાં ઝડપથી વધવાની ક્ષમતા છે પરંતુ મોદી સરકારના ગેરવહીવટથી આપણે આર્થિક સુસ્તીના સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ.