પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમ પર ધરપકડની તલવાર લટકી રહી છે. દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસ નેતા ચિદમ્બરમને મોટો આંચકો આપ્યો છે. તેમની આગોતરા જામીનની અરજી કોર્ટે ફગાવી દીધી છે. નોંધનીય છે કે, ચિદમ્બરમને સીબીઆઈ અને ઈડી દ્વારા દાખલ બંને મામલાઓમાં જામીન નથી મળી.
કોર્ટમા આ અરજી પી. ચિદમ્બરમ તરફથી દાખલ કરવામાં આવી હતી. આ મામલો વર્ષ 2007નો છે જ્યારે તેઓ યૂપીએના કાર્યકાળ સમયે નાણા મંત્રી હતા. તે સમયે આઈએનએક્સ મીડિયાને 305 કરોડની વિદેશી ધનરાશિ પ્રાપ્ત કરવા માટે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (એફઆઈપીબી)ની મંજૂરી અપાવવામાં કથિત અનિયમિતતાનો આરોપ છે.
Delhi High Court dismisses both anticipatory bail pleas of Former Union Finance Minister P Chidambaram in connection with INX Media case. pic.twitter.com/Gbt4Py4y8m
આ મામલામાં કથિત રીતે 10 લાખ રૂપિયા મેળવવવા માટે ચિદમ્બરમના દીકરા કાર્તિ ચિદમ્બરની ધરપકડ કરવામાં આવી હતી. આઈએનએસ મીડિયા કંપનીના તત્કાલીન નિદેશ ઇન્દ્રાણી મુખર્જી અને પીટર મુખર્જી પણ આ મામલામાં આરોપી છે.
સીબીઆઈએ આ મામલામાં 15 મે 2017ના રોજ કેસ દાખલ કર્યો હતો.
શું છે એરસેલ મેક્સિસ કેસ?
આ કેસ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (એફઆઈપીબી) સાથે જોડાયેલો છે. 2006માં એરસેલ-મેક્સિસ ડીલને પી. ચિદમ્બરમે નાણા મંત્રી તરીકે મંજૂરી આપી હતી. પી. ચિદમ્બરમ પર આરોપ છે કે તેમની પાસે 600 કરોડ રૂપિયા સુધીના પ્રોજેક્ટ પ્રપોઝલની મંજૂરી આપવાના અધિકાર હતા. તેનાથી મોટા પ્રોજેકટને મંજૂરી આપવા માટે તેમને આર્થિક મામલાઓની કેબિનેટ સમિતિ પાસેથી મંજૂરી લેવાની જરૂર હતી.
એરસેલ-મેક્સિસ ડીલ કેસ 3500 કરોડની એફડીઆઈની મંજૂરીનો હતો. તેમ છતાંય એરસેલ-મેક્સિસ એફડીઆઈ મામલામાં ચિદમ્બરમે કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સની મંજૂરી વગર મંજૂરી આપી દીધી.
સુબ્રમણ્યમ સ્વામીએ મામલાનો કર્યો હતો ખુલાસો
વર્ષ 2015માં સુબ્રમણ્યમ સ્વામીએ કાર્તિ ચિદમ્બરમની અલગ-અલગ કંપનીઓ વચ્ચે નાણકીય લેવડ-દેવડનો ખુલાસો કર્યો હતો. સ્વામીએ આરોપ લગાવ્યો કે યૂપીએ સરકારમાં નાણા મંત્રી તરીકે પી. ચિદમ્બરમે પોતાના દીકરા કાર્તિની એરસેલ-મેક્સિસ ડીલથી લાભ ઉઠાવવામાં મદદ કરી. તેના માટે તેઓએ દસ્તાવેજોને જાણી જોઈને રોક્યા અને અધિગ્રહણ પ્રક્રિયાને નિયંત્રિત કરી જેથી કાર્તિને પોતાની કંપનીના શેરની કિંમત વધારવાનો સમય મળી જાય.