નવી દિલ્હી : પ્રખ્યાત ઉદ્યોગપતિ અને બજાજ ગ્રુપના (Bajaj Group) પૂર્વ ચેરમેન રાહુલ બજાજનું (Rahul Bajaj)શનિવારે પૂણેમાં નિધન થયું છે. તે 83 વર્ષના હતા. તે લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા. રાહુલ બજાજે 1972માં બજાજ ગ્રુપની જવાબદારી સંભાળી હતી. તે લગભગ 5 દશકા સુધી બજાજ ગ્રુપ ઓફ કંપનીઝ સાથે જોડાયેલા રહ્યા હતા. 2006થી લઇને 2010 સુધી રાજ્યસભાના સદસ્ય પણ રહ્યા હતા.
2001માં મળ્યો હતો પદ્મ ભૂષણ
દેશના સફળ ઉદ્યોગપતિઓમાં સામેલ રાહુલ બજાજે બે પૈડા અને ત્રણ પૈડાના વાહનોના ક્ષેત્રમાં બજાજ ઓટોને ઉભું કર્યું હતું અને તેને અગ્રણી સ્થાન અપાવ્યું હતું. 2001માં તેમને પદ્મ ભૂષણનું સન્માન મળ્યું હતું.
One of India’s foremost Business leaders, Rahul Bajaj, Former Chairman of Bajaj Auto passes away at 83 pic.twitter.com/83S48Pjy2a
રાહુલ બજાજનો જન્મ 10 જૂન 1938ના રોજ કોલકાતામાં થયો હતો. તેમણે દિલ્હી વિશ્વવિદ્યાલયની સેન્ટ સ્ટિફન્સ કોલેજમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. આ સિવાય તેમની પાસે બોમ્બે વિશ્વવિદ્યાલયમાંથી કાનૂનની ડિગ્રી અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલની એમબીએની ડિગ્રી પણ હતી.
1968માં બન્યા હતા બજાજ ઓટોના સીઇઓ
તેમણે 1968માં બજાજ ઓટોના (Bajaj Auto)સીઇઓનો પદભાર સંભાળ્યો હતો અને 1972માં મેનેજિંગ ડાયરેક્ટરના રુપમાં નિયુક્ત થયા હતા. તેમણે 1979થી 1980 સુધી સીઆઈઆઈના (CII)અધ્યક્ષ અને સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સના (SIAM)અધ્યક્ષના રૂપમાં કાર્ય કર્યું હતું.
તે 1986-89 સુધી તત્કાલિન ઇન્ડિયન એરલાઇન્સના અધ્યક્ષના રુપમાં નિમણુક થયા હતા અને 1999-2000 દરમિયાન બીજી વખત સીઆઈઆઈના અધ્યક્ષ બન્યા હતા. એપ્રિલ 2021માં તેમણે બજાજ ઓટોનું ચેરમેન પદ છોડી દીધું હતું. જોકે તેમને 5 વર્ષ માટે કંપનીના એમેરિટ્સ ચેરમેનના રુપમાં નિયુક્ત કર્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર