ગેરકાયદે ફોન ટેપિંગ કેસમાં NSEના પૂર્વ CEOની ધરપકડ, ચાર દિવસના રિમાન્ડ
ગેરકાયદે ફોન ટેપિંગ કેસમાં NSEના પૂર્વ CEOની ધરપકડ, ચાર દિવસના રિમાન્ડ
કોર્ટે ઇડીને ચાર દિવસના રિમાન્ડ આપ્યા છે
આજે ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના પૂર્વ સીઇઓ ચિત્રા રામકૃષ્ણની ધરપકડ કરી છે. કોર્ટે ઇડીને ચાર દિવસના રિમાન્ડ પણ આપ્યા છે.
નવી દિલ્હી: આજે ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના પૂર્વ સીઇઓ ચિત્રા રામકૃષ્ણની ધરપકડ કરી છે. કોર્ટે ઇડીને ચાર દિવસના રિમાન્ડ પણ આપ્યા છે. આ પહેલાં ઇડીએ મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડે, ચિત્રા રામકૃષ્ણ અને રવિ નારાયણ વિરુદ્ધ ગેરકાયદે ફોન ટેપિંગ મામલે અને સ્ટોક એક્સચેન્જના કર્મચારીઓની જાસૂસીના મામલે મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો હતો.
ઇડીએ પ્રીવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (PMLA),2002ની ગુનાહિત કમલો હેઠળ કેસ નોંધ્યો છે. ઇડીએ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI) દ્વારા કેસ કરાયાના એક સપ્તાહ બાદ ચિત્રા રામકૃષ્ણ, રવિ નારાયણ અને સંજય પાંડે વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
FIRમાં આરોપ
લાઇવ મિંટના એક અહેવાલ અનુસાર, હાલમાં જ દાખલ કરાયેલી એફઆઇઆરમાં સીબીઆઇએ આરોપ મૂક્યો હતો કે રવિ નારાયણ અને ચિત્રા રામકૃષ્ણે સ્ટોક માર્કેટના કર્મચારીઓના ફોન કોલ્સને ગેરકાયદેસર રીતે ઇન્ટરસેપ્ટ કરવા માટે મુંબઇના સેવા નિવૃત્ત પોલીસ કમિશનર સંજય પાંડે દ્વારા સ્થાપિત એક કંપની iSEC સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડને સામેલ કરી હતી.
એફઆઇઆમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, સંજય પાંડેની કંપનીને કથિત રીતે સ્ટોક એક્સચેન્જના કર્મચારીઓના ફોન ટેપ કરવા માટે રૂપિયા 4.45 કરોડ મળ્યા હતા. કહેવામાં આવ્યું છે કે, એનએસઇમાં ફોન ટેપિંગને 'સાયબર નબળાઈઓના સમયાંતરે અભ્યાસ' તરીકે છુપાવવામાં આવ્યું હતું.
સાથે જ આરોપ મૂકવામાં આવ્યો છે કે, માત્ર ફોન ટેપિંગ જ નહીં, સંજય પાંડેની કંપનીએ શેર બજારના સીનિયર મેનેજમેન્ટને ટેપ કરાયેલી વાતચીત પણ ઉપલબ્ધ કરાવી હતી.
CBIએ એક નિવેદનમાં કહ્યું હતું કે, ...NSEના ટોપ અધિકારીઓએ ખાનગી કંપનીના પક્ષમાં સમાધાન અને આદેશ જારી કર્યા અને ભારતીય ટેલિગ્રાફ એક્ટની જોગવાઇઓના ઉલ્લંઘનમાં, મશીનો લગાવીને પોતાના કર્મચારીઓના ફોન કોલ ગેરકાયદે રીતે ઇન્ટરસેપ્ટ કર્યા. આ મામલે એનએસઇના કર્મચારીઓની સહમતિ પણ લેવામાં આવી નહોતી.
તપાસ એજન્સીની એફઆઇઆરમાં સંજય પાંડે, તેમની દિલ્હી સ્થિત કંપની, એનએસઇના પૂર્વ એમડી અને સીઇઓ નારાયણ અને રામકૃષ્ણ, એક્ઝિક્યૂટિવ વાઇસ પ્રેસિડેન્ટ રવિ વારાણસી અને હેડ (પરિસર) મહેશ હલ્દીપુરનું નામ હતું.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર