નોકરીયાત માટે મોટા સમાચાર: 12 મેથી બદલાશે ફોર્મ-16, જરૂરી બનશે આ માહિતી

આ ફોર્મ રજૂ કરનારી કંપનીઓએ હવે કર્મચારી વિશે વધુ માહિતી આપવી પડશે

News18 Gujarati
Updated: April 28, 2019, 8:07 PM IST
નોકરીયાત માટે મોટા સમાચાર: 12 મેથી બદલાશે ફોર્મ-16, જરૂરી બનશે આ માહિતી
ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ફોર્મ 16માં ફેરફાર કર્યા છે
News18 Gujarati
Updated: April 28, 2019, 8:07 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ફોર્મ 16માં ફેરફાર કર્યા છે. આ ફોર્મ રજૂ કરનારી કંપનીઓએ હવે કર્મચારી વિશે વધુ માહિતી આપવી પડશે. કર્મચારીની પ્રોપર્ટી દ્વારા થયેલી કમાણી, એને બીજા એમ્પ્લોયર તરફથી કરવામાં આવેલી ચુકવણીની માહિતી હવે ફોર્મ-16માં અપાશે. આનાથી ઇનકમ ટેક્સ વિભાગને ટેક્સ ચોરીની તપાસમાં મદદ મળશે. ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી સૂચિત સંશોધિત ફોર્મ 12 મે, 2019એ લાગુ થઇ જશે. એક્સપર્ટ્સ જણાવે છે કે, નવા ફોર્મ 16માં અલગ-અલગ ટેક્સ સેવિંગ્સ સ્કીમ હેઠળ કરાયેલ રોકાણ, તેની સાથે જોડાયેલ કપાત, કર્મચારીને મળેલ ભથ્થા અને બીજા સ્ત્રોત દ્વારા થયેલ આવક પણ સામેલ હશે.

શું છે ફોર્મ-16 : કંપની તેના કર્મચારીઓ માટે નાણાંકીય વર્ષ પૂરો થયા બાદ ફોર્મ-16 રજૂ કરે છે. આમાં કર્મચારીઓના ટીડીએસની માહિતી હોય છે. ફોર્મ-16ના આધારે જ કર્મચારી ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે છે. કંપની સામાન્ય રીતે ફોર્મ-16 જૂન મહિનામાં રજૂ કરે છે.

ઇનકમ ટેક્સ વિભાગ નાણાંકીય વર્ષ 2018-19 માટે ઇનકમ ટેક્સ રિટર્ન ફોર્મ નોટિફાઇ કરી ચૂક્યું છે. નોકરી કરવા ઉપરાંત એવા લોકો જેમના ખાતાનું ઓડિટ થવાનું નથી, તેમણે 31 જુલાઇ સુધી રિટર્ન ફાઇલ કરવાનું છે.

કેમ થયા ફોર્મમાં ફેરફાર: ટેક્સ એક્સપર્ટ શરદ કોહલી પ્રમાણે, ઘણીવાર ફોર્મ-16 અને રિટર્ન ફાઇલિંગના આંકડામાં ફેરફાર જોવ મળે છે. પરંતુ નવા ફોર્મ બાદ કર્મચારીના રોકાણ અને આવકની તમામ માહિતી હશે તો આવું નહીં થાય. જે એલાઉન્સ પર ટેક્સ છૂટ મળે છે તે મળશે જ.

આ પણ વાંચો: SBIએ શરુ કરી દેશની પહેલી સસ્તી ગ્રીન લોન, જાણો શું છે સુવિધા

12 મેથી થશે લાગુ
>> ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સૂચિત સંશોધિત ફોર્મ 12 મે, 2019થી લાગુ થશે. આનો અર્થ છે કે, નાણાંકીય વર્ષ 2018-19 માટે ઇનકમ ટેક્સ રિટર્ન સંશોધિત ફોર્મ 16ના આધારે પર ભરાશે.
>> ઉપરાંત નવા ફોર્મ 16માં બચત ખાતામાં જમા પર વ્યાજના સંદર્ભમાં કપાતનો અહેવાલ અને છૂટ તથા ઓવરલોડ (જ્યાં લાગુ હોય) પણ સામેલ હશે.
>> ઇનકમ ટેક્સ વિભાગ પહેલાં જ નાણાંકીય વર્ષ 2018-19 માટે આયકર રિટર્ન ફોર્મને સૂચિત કરી ચૂક્યો છે.

ફોર્મ 24 ક્યૂમાં પણ ફેરફાર

એમ્પ્લોયર ઇનકમ ટેક્સ વિભાગને આ ફોર્મ આપે છે. આમાં હવે તે બિન-સંસ્થાગત એકમોના પાન નંબર પણ બતાવવા પડશે, જ્યાંથી કર્મચારીએ ઘર ખરીદવા માટે અથવા બનાવવા માટે લોન લીધી છે.

 
First published: April 28, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...