નોકરીની ચિંતા છોડો! લૉકડાઉનમાં શરૂ કરો આ બિઝનેસ અને લાખો રૂપિયાની કમાણી કરો

News18 Gujarati
Updated: June 4, 2020, 9:45 AM IST
નોકરીની ચિંતા છોડો! લૉકડાઉનમાં શરૂ કરો આ બિઝનેસ અને લાખો રૂપિયાની કમાણી કરો
ભારતમાં દરેક ઘરમાં સોનું થોડી અને વધુ માત્રામાં હોય છે. કોરોના કાળમાં જો તમારે પૈસાની જરૂર હોય તો તને ગોલ્ડ લોન (Gold Loan) લઇ શકો છો. અને જ્યારે પૈસાની સગવડ કે નવી નોકરી મળી જાય ત્યારે ગોલ્ડ લોન ચુકવીને પોતાના ઘરેણાં પાછા લઇ શકો છો.

કોરોના વાયરસ લૉકડાઉન પછી લોકોએ પોતાની બિલ્ડિંગ, ગાડી, ઑફિસ સહિતની વસ્તુઓ સેનિટાઇઝ કરવી પડશે. લૉકડાઉમાં થોડી ઢીલ આપવામાં આવી છે ત્યારે આ બિઝનેસ શરૂ થતા જ ચાલવા લાગે તેની પૂરી શક્યતા રહેલી છે.

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસની અસરને પગલે દેશમાં અનેક બિઝનેસ બંધ થવાની કગાર પર છે. પરંતુ આ લૉકડાઉન અનેક બીજા બિઝનેસ માટે અનેક તકો (Business Opportunities in India after Lockdown) લઈને આવ્યું છે. આજે અમે તમને એક નવા બિઝનેસની માહિતી આપી રહ્યા છીએ. કોરોના વાયરસ લૉકડાઉન પછી લોકોએ પોતાની બિલ્ડિંગ, ગાડી તેમજ અનેક જગ્યા સેનિટાઇઝ કરવી પડશે. હવે લૉકડાઉનમાં ઢીલ પણ આપવામાં આવી છે. આથી આ બિઝનેસ શરૂ કરતા જ ચાલવા લાગે તેવી શક્યતા રહેલી છે.

હાલ રસ્તા, રેલવે સ્ટેશનો, ટ્રેન, ગાડી, ઑટો રીક્ષા અને ઘરોને સેનિટાઇઝ કરવામાં આવી રહ્યાં છે. જ્યાં પણ સંક્રમણની આશંકા લાગે છે તે જગ્યાને સેનિટાઇઝ કરવામાં આવી રહી છે. ઑફિસો શરૂ કરતા પહેલા તેમને સેનિટાઇઝ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

કેટલી કમાણી થશે :

જો તમે આ બિઝનેસની શરૂઆત કરો છો તો તમને ઓછા સમયમાં સારી કમાણી થઈ શકે છે. ટુ-વ્હીલર ગાડીને સેનિટાઇઝ કરવામાં 15-20 મિનિટ લાગે છે. જેનાથી તમને 20-30 રૂપિયા સરળતાથી મળી શકે છે. આનાથી વધારે કમાણી પણ કરી શકો છો.ફોર વ્હીલર ગાડીને સેનિટાઉઝ કરવામાં 20-25 મિનિટ લાગે છે. જેના બદલામાં તમને 500 રૂપિયા મળી શકે છે. જો તમે દિવસમાં 10 ગાડી સેનિટાઇઝ કરો છો તો તમને 5,000 રૂપિયા મળી શકે છે. આથી તમારી મહિનાની કમાણી 1.5 લાખ રૂપિયા થઈ શકે છે. 

કેવી રીતે બિઝનેસ શરૂ કરશો :

હાલ બજારમાં અનેક ઓટોમેટિક મશીન મળી રહી છે. જેનાથી વાહનને સેનિટાઇઝ કરવું ખૂબ સરળ બની જાય છે. તમે તમારા બજેટ પ્રમાણે મશીનની પસંદગી કરી શકો છો.

Poll :હાલ જે ગાડી રસ્તા પર દોડી રહી છે તેને સેનિટાઇઝ કરવી ખૂબ જરૂરી છે. અહીં તમારે એક વાત ધ્યાનમાં રાખવી પડશે કે તમે જે કામ કરશો તે સરકારી ગાઇડલાઇનની અંદર રહીને કરવું પડશે.
First published: June 4, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading