Forex Reserves: 20 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું વિદેશી મુદ્રા ભંડાર (India foreign exchange) $4.23 બિલિયન વધીને $597.509 બિલિયન થયું છે. શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં આ માહિતી આપવામાં આવી છે.
અગાઉ, 13 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર $2.676 બિલિયન ઘટીને $593.279 બિલિયન થઈ ગયું હતુ. 6 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં તે $1.774 બિલિયન ઘટીને $595.954 બિલિયન થયું હતું.
FCA $3.825 બિલિયનનો વધારો
શુક્રવારે આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા સાપ્તાહિક ડેટા અનુસાર, 20 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં આ વધારો મુખ્યત્વે વિદેશી ચલણ એસેટ એટલે કે એફસીએ (Foreign Currency Assets) માં વધારો થવાને કારણે થયો હતો, જે કુલ ચલણ અનામતનો નોંધપાત્ર ભાગ છે. રિઝર્વ બેંકે કહ્યું કે રિપોર્ટિંગ સપ્તાહમાં ભારતનું FCA $3.825 બિલિયન વધીને $533.378 બિલિયન થયું છે. ડૉલરમાં નામાંકિત, એફસીએ વિદેશી હૂંડિયામણ અનામતમાં રાખવામાં આવેલી યુરો, પાઉન્ડ અને યેન જેવી અન્ય વિદેશી કરન્સીના મૂલ્યમાં વધારો અથવા ઘટાડોની અસરનો પણ સમાવેશ કરે છે.