Home /News /business /વિદેશી રોકાણકારો આ 5 શેર્સમાં કરી રહ્યા છે ધોમ રોકાણ, તમારા માટે પણ બની શકે ફાયદાનો સોદો

વિદેશી રોકાણકારો આ 5 શેર્સમાં કરી રહ્યા છે ધોમ રોકાણ, તમારા માટે પણ બની શકે ફાયદાનો સોદો

વિદેશી રોકાણકારોના ફેવરિટ બની ગયેલા આ શેર્સમાં રોકાણ કરીને તમે પણ કમાણી કરી શકો છો.

Stock market Update: આ વર્ષે 2022ના પહેલા 6 મહિનામાં FPI (Foreign Portfolio Investor) દ્વારા 29 અબજ ડોલરની વેચવાલી કરવામાં આવી હતી. જેમાં મોટાભાગે ફાઈનાન્સ અને આઈટી સેક્ટરના સ્ટોક રહ્યા છે. જ્યારે 15 ઓગસ્ટ સુધી FPIની ખરીદદારીમાં ડોમેસ્ટિક ઈકોનોમી સેક્ટર જેવા કે કન્ઝ્યુમર, ફાઈનાન્શિયલ ઇન્ડસ્ટ્રીઝ, એફએમસીજી અને ટેલિકોમ આધારીત શેર રહ્યા છે.

વધુ જુઓ ...
    મુંબઈઃ ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોએ ફરી એકવાર ખરીદદારી શરું કરી દીધી છે. ઓક્ટોબર 2021 પછી સતત 9 મહિના સુધી વેચવાલી કર્યા બાદ છેલ્લા 1 મહિનાથી વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં ખરીદદારી શરું કરી છે. સ્થાનિક બ્રોકરેજ અને રિસર્ચ ફર્મ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટિઝે વિદેશી રોકાણકારોની ખરીદદારી પર એક રિપોર્ટ રજૂ કર્યો છે. જે મુજબ વર્ષ 2022ના પહેલા 6 મહિનામાં એફપીઆઈની વેચવાલી 29 અબજ ડોલર જેટલી થઈ છે. જેમાં મોટાભાગે ફાઈનાન્સ અને આઈટી સેક્ટરના સ્ટોક રહ્યા છે. જ્યારે 15 ઓગસ્ટ સુધી FPIની ખરીદદારીમાં ડોમેસ્ટિક ઈકોનોમી સેક્ટર જેવા કે કન્ઝ્યુમર, ફાઈનાન્શિયલ ઇન્ડસ્ટ્રીઝ, એફએમસીજી અને ટેલિકોમ આધારીત શેર રહ્યા છે. તો એફપીઆઈએ ગ્લોબલ ફેક્ટર્સના કારણે ઓઇલ એન્ડ ગેસ, આઈટી અને મેટલ સેક્ટરમાં વેચવાલી કરી છે.

    Tamilnad Mercantile Bankનો IPO સોમવારે ખુલશે, દાવ લગાવતા પહેલા 10 જરુરી વાત જાણી લો

    જાન્યુઆરીથી જૂન સુધી વેચવાલી

    વર્ષ 2022ની શરુઆતથી વિદેશી રોકાણકારો વેચવાલ બન્યા હતા. જાન્યુઆરીથી જૂન દરમિયાન વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં 2,17,358 કરોડ રુપિયાની વેચવાલી કરી હતી. સૌથી વદુ 50,203 કરોડ રુપિયાની વેચવાલી ફક્ત જૂન મહિનામાં જ કરી હતી. જે બાદ તેઓ ખરીદદારી તરફ વળ્યા હતા અને જુલાઈમાં વિદેશી રોકાણકારોએ 4,989 રુપિયાની ખરીદદારી કરી હતી. તો 1થી 19 ઓગસ્ટ સુધી વિદેશી રોકાણકારોએ ડેટ માર્કેટમાં લગભગ 1674 કરોડ રુપિયાનું રોકાણ કર્યું હતું.

    પતંજલી ફૂડ્સના શેરે 52 સપ્તાહનો હાઈ બનાવ્યો, એક્સપર્ટ્સે કહ્યું હજુ 43 ટકા વધી શકે

    ક્યા શરોમાં ખરીદી કરી

    જોકે વિદેશી રોકાણકારોની વેચવાલી વચ્ચે ડોમેસ્ટિક ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ (DII) સતત ખરીદી કરી રહ્યા હતા. H1CY22 દરમિયાન DIIએ 30 અબજ ડોલરની ખરીદી કરી છે. જેમાંથી 16.8 અબજ ડોલરની મ્યુચ્યુઅલ ફંડની ખરીદદારી પણ સામેલ છે. આ ખરીદદારી ફાઈનાન્સ, આઈટી, કન્ઝ્યુમર, ઓઠો અને તેલ-ગેસ સેક્ટરમાં વધુ જોવા મળી છે.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: BSE Sensex, Business news, Nifty50, Stock market Tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन