Home /News /business /HSBCએ બ્લોકચેન દ્વારા RIL માટે કરી વિદેશમાં ચુકવણી, ભારતમાં આ પહેલો અવસર

HSBCએ બ્લોકચેન દ્વારા RIL માટે કરી વિદેશમાં ચુકવણી, ભારતમાં આ પહેલો અવસર

પ્રતિકાત્મક તસવીર

આરઆઈએલના જોઈન્ટ ચીફ ફાયનાન્સ ઓફિસર શ્રીકાંત વેંકટચારીના હવાલે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બ્લોકચેનના ઉપયોગથી નિકાસ દસ્તાવેજના આદાન-પ્રદાનમાં લાગતો સમય 7-10 દિવસથી ઘટીને એક દિવસથી પણ ઓછો થાય છે.

    બ્રિટનની મોટી બેન્ક HSBCએ નિકાસ સાથે જોડાયેલી ચુકવણી બ્લોકચેન ટેક્નોલોજીનો ઉપયોગ કરી કરી છે. આ નિકાસ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે એક અમેરિકન એકમ દ્વારા કર્યો હતો. આ ટેક્નોલોજી દ્વારા વ્યાપાર ચુકવણીમાં ડોક્યુમેન્ટ પ્રોસેસમાં લાગતો સમય ઘણો ઓછો થાય છે. ભારતમાં આ પહેલો મોકો છે, જ્યારે વ્યાપારની નાણાકીય લેવડ-દેવડ બ્લોકચેન ટેક્નોલોજીથી થઈ હોય.

    એચએસબીસી ઈન્ડિયા અને રિલાયન્સે એક જોઈન્ટ સ્ટેટમેન્ટમાં કહ્યું કે, બ્લોકચેન યુક્ત ક્રેડિટ લેટર સોદાથી રિલાયન્સ અને અમેરિકાની ટ્રાઈકોન એનર્જિ વચ્ચે વ્યાપાર સુગમ થયો. આરઆઈએલના જોઈન્ટ ચીફ ફાયનાન્સ ઓફિસર શ્રીકાંત વેંકટચારીના હવાલે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બ્લોકચેનના ઉપયોગથી નિકાસ દસ્તાવેજના આદાન-પ્રદાનમાં લાગતો સમય 7-10 દિવસથી ઘટીને એક દિવસથી પણ ઓછો થાય છે.

    લોડિંગનું ઈલેક્ટ્રોનિક બિલ જાહેર કરવા અને તેના મેનેજમેન્ટને લઈ બ્લોકચેન મંચને ઈલેક્ટ્રોનિક લોડિંગ બિલ (ઈબીએલ) મંચથી સમન્વિત કરવામાં આવે છે. આનાથી સંબંધિત સોદાઓમાં વસ્તુઓનું પરિવહન, વેચનારથી ખરીદદાર સુધી ડિઝિટલ રીતે થઈ જાય છે.

    નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય સ્તર પર વસ્તુઓની ખરીદી અને વેચાણમાં સામેલ સંગઠનો માટે આ સમાધાન શ્રેષ્ઠ છે, કારણ કે આ તમામ પક્ષોને એક મંત પર લાવે છે. બ્લોકચેન સમાધાન એક વિતરણ ડેટાબેસ છે, જે ઓર્ડરવાળા રેકોર્ડના વધતા લીસ્ટને બનાવી રાખે છે. આને ઘણી પારદર્શીતા માનવામાં આવી રહી છે, કારણ કે તમામ પક્ષ રિયલ ટાઈમ પર પ્રગતિ જોઈ શકે છે. આઈસીઆઈસીઆઈ બેન્ક, એસબીઆઈ અને યસ બેન્ક સહિત અન્ય સ્થાનિક બેન્ક બ્લોકચેન સમાધાન પર કામ કરી રહી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Hsbc, Made, Through, આરઆઇએલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन