Home /News /business /

વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ઘટ્યો, FPI એ ગત સપ્તાહે ભારતીય બજારોથી 4500 કરોડ રૂપિયા વિડ્રોલ કર્યા

વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ઘટ્યો, FPI એ ગત સપ્તાહે ભારતીય બજારોથી 4500 કરોડ રૂપિયા વિડ્રોલ કર્યા

ડિપોજિટરીના આંકડા પ્રમાણે એફપીઆઈએ 11-13 એપ્રિલ રજાઓ વાળા કારોબારી સપ્તાહ દરમિયાન ભારતીય શેર બજારોમાંથી 4518 કરોડ રૂપિયાની શુદ્ધ નિકાસી કરી છે

US Federal Reserve - યુક્રેન સંકટ ઓછું થયા પછી એફપીઆઈની ભારતમાં વાપસીની આશા

  નવી દિલ્હી : અમેરિકી કેન્દ્રીય ફેડરલ રિઝર્વ (US Federal Reserve)દ્વારા વ્યાજ દરોમાં (Interest rates)આક્રમક વધારાની આશંકા વચ્ચે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો એટલે એફપીઆઈએ (​FPI)ગત સપ્તાહે સતર્ક વલણ અપનાવતા ભારતીય શેર બજારમાંથી (stock market)4500 કરોડ રૂપિયાથી વધારે વિડ્રોલ કર્યા છે. તે પહેલા 1 થી 8 એપ્રિલ દરમિયાન વિદેશી એફપીઆઈએ ભારતીય બજારમાં 7707 કરોડ રૂપિયાનું શુદ્ધ નિવેશ કર્યું હતું. તે સમયે બજારમાં કરેક્શનના કારણે એફપીઆઈને ખરીદદારીનો અવસર મળ્યો હતો.

  આ પહેલા માર્ચ 2022 સુધી છ મહિના દરમિયાન એફપીઆઈ શુદ્ધ વેચવાલ બન્યા રહ્યા અને તેને શેરોમાંથી 1.48 લાખ કરોડ રૂપિયાની ભારે રકમ કાઢી હતી. તેનું મુખ્ય કારણ અમેરિકી ફેડરલ રિઝર્વ દરોમાં વૃદ્ધિની સંભાવના અને યુક્રેન પર રશિયાનો સૈન્ય હુમલો હતો.

  આ પણ વાંચો - રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્નીએ આ કંપનીમાં ઘટાડી ભાગીદારી, શું તમારી પાસે છે આ શેર

  યુક્રેન સંકટ ઓછું થયા પછી એફપીઆઈની ભારતમાં વાપસીની આશા

  સેબી-રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર રાઇટ રિસર્ચના ફાઉન્ડર સોમન શ્રીવાસ્તવે કહ્યું કે અમે આશા કરી રહ્યા છે કે યુક્રેન સંકટ ઓછું થયા પછી એફપીઆઈ મોટા સ્તર પર ભારત પરત આવશે. કારણ કે આપણું મૂલ્યાંકન અત્યાધિક પ્રતિસ્પર્ધી થઇ ગયું છે.

  ડિપોજિટરીના આંકડા પ્રમાણે એફપીઆઈએ 11-13 એપ્રિલ રજાઓ વાળા કારોબારી સપ્તાહ દરમિયાન ભારતીય શેર બજારોમાંથી 4518 કરોડ રૂપિયાની શુદ્ધ નિકાસી કરી છે. ગુરુવારે મહાવીર જયંતિ, ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ અને શુક્રવારે ગુડ ફ્રાઇડેના દિવસે શેર બજાર બંધ રહ્યા હતા.

  આ પણ વાંચો - સોનાની કિંમત 53,000 રૂપિયાની નજીક, હવે ખરીદવું, વેચવું કે સાચવીને રાખવું?

  રોકાણ પ્રત્યે સતર્ક વલણ અપનાવી રહ્યા છે એફપીઆઈ

  માર્નિંગસ્ટાર ઇન્ડિયાના એસોસિએટ ડાયરેક્ટર (મેનેજર રિસર્ચ) હિમાંશુ શ્રીવાસ્તવે કહ્યું કે અમેરિકી કેન્દ્રીય બેંકના આક્રમક તરીકેથી વ્યાજ દરો વધારવાની સંભાવનાને કારણે એફપીઆઈએ ભારત જેવા ઉભરતા બજારોમાં પોતાના રોકાણ પ્રત્યે સતર્ક વલણ અપનાવ્યું છે.

  ખાદ્ય તેલ થશે સસ્તું! આયાત જકાતમાં વધુ ઘટાડો કરવાની સરકારીની તૈયારી

  ખાદ્ય તેલ (Edible Oil) આગામી દિવસોમાં સસ્તું થઈ શકે છે. સરકારી કાચા ખાદ્ય તેલ (Crude edible oil) પર લાગતી આયાત ડ્યૂટી (import duties)માં ઘટાડો કરવાની તૈયારી કરી રહી છે. આ ઘટનાની જાણકારી ધરાવતા સૂત્રોનું કહેવું છે કે કાચા ખાદ્ય તેલ પર લાગતી બે સેસમાં ઘટાડો કરવામાં આવી શકે છે. આ ઉપરાંત સરકાર ખાદ્ય તેલની ઇમ્પોર્ટ ડ્યૂટી પર લાગૂ કપાતને પણ 30મી સપ્ટેમ્બર સુધી ચાલુ રાખવાની યોજના બનાવી રહી છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Interest rates, Stock market, બિઝનેસ

  આગામી સમાચાર