Home /News /business /ભારતીય બજારમાં વિદેશી રોકાણ વધવાની શક્યતા, માળખાકીય કારણો જવાબદારઃ અરવિંદ ચારી

ભારતીય બજારમાં વિદેશી રોકાણ વધવાની શક્યતા, માળખાકીય કારણો જવાબદારઃ અરવિંદ ચારી

ભારતમાં વધશે વિદેશી રોકાણ

ભારતમાં વિદેશી રોકાણકારોનો મોટો પ્રવાહ વહેવા પાછળ મેક્રો-સ્ટ્રક્ચરલ કારણ જવાબદાર છે. ક્વોન્ટમ એડવાઇઝર્સની સહયોગી કંપની ક્યૂ ઇન્ડિયા (યુકે) લિમિટેડના અરવિંદ ચારીના જણાવ્યા અનુસાર, ભૌગોલિક રાજનીતિ અને માળખાકીય કારણોને કારણે આવું થયું છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ ભારતમાં વિદેશી રોકાણકારોનો મોટો પ્રવાહ વહેવા પાછળ મેક્રો-સ્ટ્રક્ચરલ કારણ જવાબદાર છે. ક્વોન્ટમ એડવાઇઝર્સની સહયોગી કંપની ક્યૂ ઇન્ડિયા (યુકે) લિમિટેડના અરવિંદ ચારીના જણાવ્યા અનુસાર, ભૌગોલિક રાજનીતિ અને માળખાકીય કારણોને કારણે આવું થયું છે.

  મનીકન્ટ્રોલ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, જો રોકાણકારો રશિયા કે તુર્કીમાં રોકાણ ન કરી શકે અને તેઓ ચીનમાં રોકાણ બાબતે વધુ સાવચેત થઈ જાય છે, તો પછી તેઓ વિકાસ માટે ક્યાં રોકાણ કરશે? રોકાણ માટે ભારત વિશાળ બજાર છે અને ભારત વિવિધ અસ્કયામતોના વર્ગોમાં મોટું બજાર છે.

  ક્યુ ઇન્ડિયા (યુકે) હવે ભારતમાં મજબૂત કોર્પોરેટ અને બેંક બેલેન્સશીટ્સ, રિયલ એસ્ટેટની માંગમાં સુધારો, ઉચ્ચ નાણાંકીય ટેકો અને મજબૂત FDI મૂડી પ્રવાહની સહાયથી ડાઉનટ્રેન્ડમાંથી નેચરલ આર્થિક રિકવરી જોતા હોવાનું તેમનું કહેવું છે. અહીં તેમની વાતચીતના કેટલાક અંશો આપવામાં આવ્યા છે.

  શા માટે ભારત તેના ઉભરતા બજારના હરીફો કરતા વધુ સ્થિતિસ્થાપક રહ્યું છે?


  ભારત કેટલાક અન્ય વિકસતી બજાર કરતા પ્રમાણમાં અલગ આર્થિક સાયકલમાં છે. જો તમે પાછા જશો, તો તમે જોશો કે ભારતીય અર્થતંત્ર 2012માં ટોચ પર પહોંચ્યું હતું અને પછી 2020ના મધ્ય સુધી ધીરે ધીરે ઘટાડાના વલણને અનુસર્યું હતું. ખાનગી કેપેક્સમાં ઘટાડો થયો, એનપીએ (નોન-પરફોર્મિંગ એસેટ્સ)નો ઢગલો થતાં ઉદ્યોગોને બેન્ક ધિરાણ ધીમું પડી ગયું, અને રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ સ્થિર થઈ ગયું. વર્ષ 2013માં ટેપર એન્ટ્રમ, 2016માં ડિમોનેટાઇઝેશન, 2017માં રેરા અને જીએસટી, આઇએલએફએસ અને 2018માં ક્રેડિટ કટોકટી અને પછી કોવિડના આંચકો જેવી ઘટનાઓને કારણે આ સ્થિતિ વધુ વણસી હતી.

  તેથી હવે આપણે ભારતમાં મજબૂત કોર્પોરેટ અને બેંક બેલેન્સશીટ્સ, રિયલ એસ્ટેટની માંગમાં સુધારો, ઉચ્ચ નાણાકીય ટેકો અને મજબૂત એફડીઆઈ મૂડી પ્રવાહની સહાયથી ડાઉનટ્રેન્ડમાંથી નેચરલ આર્થિક રિકવરી જોઈ રહ્યા છીએ.

  આ પણ વાંચોઃ દીકરીના ભવિષ્યને લઈને થઈ જાઓ ચિંતામુક્ત, આ યોજનામાં રોજના 100 રૂપિયાનું રોકાણ કરો અને દીકરી બની જશે લખપતિ

  વધેલા નાણાંકીયકરણ અને ડિજિટલાઇઝેશનના સંદર્ભમાં કેટલાક માળખાકીય ફેરફારો છે. જેમાં રિટેલ રોકાણકારો દ્વારા મૂડી બજારોમાં રોકાણમાં વધારો; જીએસટી અને આઇબીસી (નાદારી કોડ) જેવા માળખાગત સુધારાઓનો સમાવેશ થાય છે.

  આ કોર્પોરેટ કમાણીમાં પ્રતિબિંબિત થઈ રહ્યું છે. કારણ કે અનૌપચારિક ક્ષેત્રમાં કડાકાથી મોટા ખેલાડીઓને બજારમાં શેર એકઠા કરવાની અનુકુળતા મળી છે. રિકવરી સાથે હવે તેમને વધુ આવક અને નફાકારકતાનો લાભ મળી રહ્યો છે

  ઈક્વિટી બજારોમાં તમે જોઈ શકો છો કે છેલ્લા 2 વર્ષમાં કંપનીની કમાણી અપગ્રેડ થઈ રહી છે. મજબૂત સ્થાનિક ખરીદીની સાથે આનો અર્થ એ થયો કે ઇક્વિટીમાં વિદેશી વેચવાલી હોવા છતાં, બજારો અત્યાર સુધીની ટોચની નજીક છે. બજાર કહી રહ્યું છે કે મેક્રો હેડવિન્ડ્સ હોવા છતાં, ભારતીય આર્થિક સાયકલ ઉપર તરફના ટ્રેન્ડમાં રહેશે.

  કેટલાંક વ્યાપક પરિબળો ચલણમાં છે. ખાદ્ય ઉત્પાદનમાં ભારતની સાપેક્ષ આત્મનિર્ભરતા, ફોરેક્સ રિઝર્વ બફર તાજેતરના વધારા છતાં ભારતીય વ્યાજના દરો તેમની લાંબા ગાળાની ઐતિહાસિક સરેરાશ કરતાં નીચા છે, જે આપણને સ્થિતિસ્થાપક તરીકે જોવામાં આવે છે. ભારતીય ઉદ્યોગો અને સ્વ-રોજગાર ઉદ્યોગસાહસિકો આવી અસ્થિરતાઓ સાથે કામ કરવા ટેવાયેલા છે.

  ફુગાવાને નીચો લાવવા માટે વ્યાજદરમાં વધારો કરવો એ જ એકમાત્ર ઉપાય હોય તો શું ફેડરલ રિઝર્વ આક્રમક રીતે કડક થવાના માર્ગે આગળ વધશે?


  વિકસિત વિશ્વમા ફુગાવા સામે લડવાની સંપૂર્ણ જવાબદારી કેન્દ્રીય બેંક પર છે. તેઓ ફુગાવાને નરમ બનાવવા માટે કરવેરા અને ભાવ નિયંત્રણના નાણાકીય પગલાંનો ભાગ્યે જ ઉપયોગ કરે છે. આ સ્થિતિ હોવાને કારણે કેન્દ્રીય બેંકે ફુગાવાને નીચલા સ્તરે લઈ જવા માટે માંગ અને રોજગારને અસર કરે તેવા સ્તરે દરોમાં વધારો કરવો જ જોઇએ.

  ભારતમાં તો વાત જુદી જ રહી છે. ફુગાવાના મેનેજમેન્ટની જવાબદારી સરકાર પર ઘણી છે. તેથી, તેઓએ નિકાસમાં ઘટાડો કરીને અથવા આયાતમાં વધારો કરીને પુરવઠો વધારવા માટે ખાદ્ય બજારોમાં દખલ કરી છે; કિંમતોના દબાણને ઓછું કરવા માટે વસ્તુઓ પરના કરમાં ફેરફાર થયા છે. તેથી, ભારતમાં જો સરકારના પગલાંથી ફુગાવો નરમ પડે તો આરબીઆઈને વધુ વધારો કરવો પડી શકે નહીં.

  ઘણા નિષ્ણાતો વૈશ્વિક મંદીની વાત કરી રહ્યા છે. યુ.એસ., યુ.કે. અને યુરોપિયન યુનિયનના આર્થિક માહોલ બાબતે તમારા વિચારો શું છે?


  મેં અગાઉ જે કહ્યું હતું તે મુજબ ફેડને માનવું પડશે કે ફુગાવાને નિયંત્રિત કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે તેઓ માંગને ઘટાડવા માટે દરોમાં વધારો કરે અને આ રીતે બેરોજગારીમાં વધારો કરે. આનાથી અર્થતંત્રમાં સ્લો ડાઉન સર્જાશે (મંદીની વ્યાખ્યા પર ચર્ચા થઈ શકે છે).

  આપણે પહેલેથી જ ઔદ્યોગિક ચીજવસ્તુઓમાં, શિપિંગ દરોમાં, અને તેલના ભાવોમાં પણ (ભૌગોલિક-રાજકીય તણાવ હોવા છતાં)માં આવું જોઈ રહ્યા છીએ. આ બજારો માંગમાં આવતી મંદીનો ડર રાખી રહ્યા છે અને તેથી તેના માટે અનુકૂળ થઈ રહ્યા છે. તમને થોડો વધુ સુધારો જોવા મળી શકે છે, પરંતુ તે ઊંચો રહેશે નહીં, કારણ કે પુરવઠાની ચિંતાઓ છે. ક્રૂડના ભાવો અને તે ભૌગોલિક-રાજકીય પરિણામ પર તે આધારિત છે.

  આ પણ વાંચોઃ ટાટા કંપનીને સ્ટીલની દુનિયામાં બેતાજ બાદશાહ બનાવનાર 'સ્ટીલ મેન'નું નિધન

  FIIનો આઉટફ્લો નાણાંકીય વર્ષ 2023ના બીજા ભાગમાં પણ ચાલુ રહેશે તેવી અપેક્ષા છે? બદલાતા વૈશ્વિક આર્થિક વાતાવરણને ધ્યાનમાં રાખીને FII કયા રોકાણ થીમ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અથવા હવે ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે?

  ભારતીય બજારોમાં જોવા મળતી મોટાભાગની વેચવાલી વૈશ્વિક ઇમર્જિંગ માર્કેટ ફંડ્સની છે, જેની ભારતીય બજારોની ગતિવિધિ અને ચીન જેવા અન્ય મોટા બજારોના સાપેક્ષ અન્ડરપર્ફોર્મન્સને કારણે ભારતમાં રોકાણનો વધારો જોવા મળ્યો છે. તેથી, તેઓ વેચી રહ્યા છે કારણ કે તેમનું ભારતનું વજન બેન્ચમાર્ક કરતાં વધી રહ્યું છે અને ભારત પ્રમાણમાં વધુ પડતું મૂલ્ય ધરાવે છે. આગામી સમયમાં તે ચાલુ રહી શકે છે.

  જો કે, મોટું મેક્રો-સ્ટ્રક્ચરલ કારણ છે. જેમાં અમને લાગે છે કે ભારતમાં મોટા પ્રમાણમાં પ્રવાહ જોવા મળશે. તેના પાછળ ભૌગોલિક રાજનીતિ અને માળખાકીય કારણો છે. જો રોકાણકારો રશિયા અથવા તુર્કીમાં રોકાણ કરી શકતા નથી અને તેઓ ચીનમાં રોકાણ કરવા બાબતે વધુ સાવચેત થાય તો તો પછી તેઓ વિકાસ માટે ક્યાં રોકાણ કરે? ભારત રોકાણ માટેનું મોટું બજાર છે અને ભારત એસેટ વર્ગોમાં તે મોટું બજાર છે.

  જોકે તેના માટે વૈશ્વિક રોકાણકારોએ ઉભરતા બજારના ઇન્ડેક્સને બ્રિકના ચશ્માથી ભારતને જોવાનું બંધ કરવાની જરૂર છે, તેમને ભારતમાં રોકાણ કરવા માટે સમર્પિત અભિગમ રાખવા વિશે ખાતરી આપવાની જરૂર છે.

  ભારત છેલ્લા 40 વર્ષથી બે આંકડામાં વૃદ્ધિ પામ્યું છે અને આગામી 15-20 વર્ષ સુધી આમ કરવાનું ચાલુ રાખી શકે છે. તે રૂલ ઓફ લો જેવા નરમ પાસાઓમાં પ્રતીતિ છે. મજબૂત અને લોકતાંત્રિક બજાર અને રાજકીય સંસ્થાઓ, શિક્ષણ અને આરોગ્ય સંભાળમાં સુધારાની ખાતરી આપે છે.


  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  First published:

  Tags: Business news, FII, Stock market

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन