Home /News /business /Stocks to Buy: વિદેશી બ્રોકરેજ હાઉસોએ આ 10 શેર પર ટાર્ગેટ વધાર્યો, શું આમાથી કોઈ તમારી પાસે છે?

Stocks to Buy: વિદેશી બ્રોકરેજ હાઉસોએ આ 10 શેર પર ટાર્ગેટ વધાર્યો, શું આમાથી કોઈ તમારી પાસે છે?

હોટ શેર (પ્રતીકાત્મક તસવીર)

ટાટા સ્ટીલ: બ્રોકરેજ હાઉસ જેપી મોર્ગને આ શેર માટે Overweight રેટિંગ આપ્યું છે. આ સાથે જ બ્રોકરેજ હાઉસ તરફથી શેરનો ટાર્ગેટ 1,940 રૂપિયા કરવામાં આવ્યો છે.

    નવી દિલ્હી: પાંચમી મેના રોજ ભારતીય બેન્ચમાર્ક ઇન્ડેક્સ ઇન્ટ્રાડેનો વધારો ગુમાવીને લગભગ સપાટ (Indian Market) બંધ થયું હતું. ગઈકાલે સેન્સેક્સ 33.20 પોઇન્ટ એટલે કે 0.06 ટકા તૂટીને 55,702.23ના સ્તર પર બંધ (Sensex today) રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી-50 5.10 અંકના સામાન્ય વધારા સાથે 16,682.70ના સ્તર પર બંધ રહ્યો હતો. આજે એટલે કે છઠ્ઠી મેના રોજ ભારતીય શેર બજારમાં મોટો કડાકો (Indian market crash) જોવા મળ્યો છે. ઇન્ટ્રાડેમાં સેન્સેક્સ 900થી વધુ પોઈન્ટ તૂટ્યો હતો. આ દરમિયાન વિવિધ વિદેશી બ્રોકરેજ હાઉસો (Foreign brokerage houses)એ એવા 10 શેર સૂચવ્યા છે, જેમાં સારી એવી કમાણી શક્ય છે.

    વિદેશી બ્રોકરેજ હાઉસોએ આ 10 શેર માટે કરી ભલામણ:

    Cholamandalam Investment and Finance Company | ક્રેડિટ સુઇસે આ શેર માટે Outperform રેટિંગ આપ્યું છે. બ્રોકરેજ હાઉસે આ શેર માટે 900 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે.

    Reliance Industries | સિટી તરફથી આ શેર માટે રેટિંગ Upgradeથી Neutral કરવામાં આવ્યું છે. બ્રોકરેજ હાઉસે આ શેર માટે ટાર્ગેટ 2750 રૂપિયાથી વધારીને 3,170 રૂપિયા કર્યો છે.

    ICICI Bank | નોમુરાએ આ શેરને બાય રેટિંગ આપ્યું છે. શેર માટે 960 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે.

    Adani Ports | નોમુરાએ આ શેર માટે બાય રેટિંગ આપ્યું છે. આ સાથે જ બ્રોકરેજ હાઉસ તરફથી શેર માટે 1,025 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

    Tata Steel | બ્રોકરેજ હાઉસ જેપી મોર્ગને આ શેર માટે Overweight રેટિંગ આપ્યું છે. આ સાથે જ બ્રોકરેજ હાઉસ તરફથી શેરનો ટાર્ગેટ 1,940 રૂપિયા કરવામાં આવ્યો છે.

    Godrej Properties | જેફરીઝ તરફથી આ શેર માટે બાય રેટિંગ આપવામાં આવ્યું છે. આ માટે 2,100 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

    આ પણ વાંચો: હીરો મોટોકોર્પના ચોથા ત્રિમાસિકના પરિણામ બાદ રોકાણકારોએ શું કરવું?

    Mahindra & Mahindra Financial Services | સીએલએસએ તરફથી શેર માટે બાય રેટિંગ આપવામાં આવ્યું છે. બ્રોકરેજ તરફથી આ શેરનો ટાર્ગેટ 240 રૂપિયાથી વધારીને 260 રૂપિયા કરવામાં આવ્યો છે.

    Maruti Suzuki | બ્રોકરેજ હાઉસ જેપી માર્ગને આ શેર માટે Neutral રેટિંગ આપ્યું છે. શેર માટે ટાર્ગેટ 6,525 રૂપિયાથી વધારીને 7,200 રૂપિયા કર્યો છે.

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાને આ કંપનીમાં લાગ્યો મોટો ઝટકો

    SBI Cards & Payment Services। જેપી માર્ગને આ શેર માટે બાય રેટિંગ આપ્યું છે. આ માટે 1,250 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે.

    IndusInd Bank | મોર્ગન સ્ટેનલીએ આ શેર માટે Overweight રેટિંગ આપ્યું છે. શેર માટે બ્રોકરેજ હાઉસે 1,300 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે.

    (ખાસ નોંધ: અહીં આપવામાં આવેલો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે, ન્યૂઝ18 ગુજરાતી કે તેના મેનેજમેન્ટનો નહીં. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ પહેલા સર્ટિફાઇડ બજાર નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Reliance Industries, Share market, Stock market, Stock tips, આઇસીઆઇસીઆઇ બેંક

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन