Home /News /business /2022માં ક્રિપ્ટો અબજોપતિઓએ ગુમાવ્યા $116 બિલિયન, ક્રિપ્ટોકરન્સી બિલિયોનેરની લીસ્ટમાંથી 10 નામ થયા દૂર
2022માં ક્રિપ્ટો અબજોપતિઓએ ગુમાવ્યા $116 બિલિયન, ક્રિપ્ટોકરન્સી બિલિયોનેરની લીસ્ટમાંથી 10 નામ થયા દૂર
2022માં ક્રિપ્ટો અબજોપતિઓએ ગુમાવ્યા $116 બિલિયન, ક્રિપ્ટોકરન્સી બિલિયોનેરની લીસ્ટમાંથી 10 નામ થયા દૂર
2022માં શેરબજારમાં અનેક રોકાણકારો ધોવાયા છે પરંતુ તેની સામે ક્રિપ્ટો માર્કેટમાં રોકાણકારોને અબજોનું નુકસાન થયું છે. ફોર્બ્સના તાજેતરના અહેવાલ મુજબ છેલ્લા 9 મહિનામાં ક્રિપ્ટો અબજોપતિઓએ 116 અબડ ડોલર ગુમાવ્યા છે.
ફોર્બ્સના તાજેતરના અંદાજ (Forbes Report) મુજબ, બેર માર્કેટ અને ક્રિપ્ટોકરન્સી ઉદ્યોગ (Crypto Currency Industry)માં નાદારી ફાઇલિંગ (wave of bankruptcy filings in the cryptocurrency industry)ની સ્થિતિએ છેલ્લા નવ મહિનામાં સ્થાપકો અને રોકાણકારોના બેંક ખાતાઓમાં 116 અબજ ડોલરનો ઘટાડો (Crypto billionaires lost $116B since March 2022) કર્યો છે. કોઈન્ટિલગ્રાફના જણાવ્યા અનુસાર, આ એરિયાના 17 લોકોએ સામૂહિક રીતે નુકસાનમાં તેમની પર્સનલ ઇક્વિટી ગુમાવી હતી. જેમાંથી 15થી વધુ લોકોએ માર્ચથી તેમની અડધાથી વધુ સંપત્તિ ગુમાવી દીધી હતી. પરિણામે ક્રિપ્ટોકરન્સી અબજોપતિઓની સૂચિમાંથી 10 નામો દૂર (list of cryptocurrency billionaires) કરવામાં આવ્યા હતા.
બિનેન્સના સીઇઓ ચાંગપેંગ "સીઝેડ" ઝાઓને, નોંધપાત્ર નુકસાન થયું હોવાનું સામે આવ્યું હતું. ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જમાં તેમનો 70 ટકા માલિકી હિસ્સો માર્ચમાં 65 અબજ ડોલરનો હતો, પરંતુ હવે તેની કિંમત માત્ર 4.5 અબજ ડોલર છે.
આ અબજોપતિને થયું મોટું નુકસાન
કોઇન્ટેલીગ્રાફ અનુસાર, કોઇનબેઝના સીઇઓ બ્રાયન આર્મસ્ટ્રોંગની સંપત્તિ 1.5 અબજ ડોલર હોવાનું માનવામાં આવે છે, જે માર્ચમાં 6 અબજ ડોલર હતી. રિપલના સહ-સ્થાપક ક્રિસ લાર્સની સંપત્તિ 4.3 અબજ ડોલરથી ઘટીને 2.1 અબજ ડોલર થઈ ગઈ હતી અને જેમિનીના કેમેરોન અને ટેલર વિંકલેવોસ જેમની માર્ચમાં 4 અબજ ડોલરની સંપત્તિ હતી, તે દરેકની કિંમત હવે 1.1 અબજ ડોલર છે.
બેંકમેન-ફ્રાઇડ અને ગેરી વાંગે ગુમાવ્યું અબજોપતિનું ટાઇટલ
એફટીએક્સના સહ-સ્થાપક સેમ બેંકમેન-ફ્રાઇડ અને ગેરી વાંગ, જેમની પાસે માર્ચમાં અનુક્રમે, 24 અબજ ડોલર અને 5.9 અબજ ડોલરની સંપત્તિ હતી અને ડિસેમ્બરમાં 0 ડોલરની સંપત્તિ હતી, તેઓ એવા લોકોમાં સામેલ છે, જેમણે તેમનો અબજોપતિનો દરજ્જો ગુમાવ્યો હતો. ફોર્બ્સના જણાવ્યા અનુસાર, એફટીએક્સના મૃત્યુને કારણે ડિજિટલ કરન્સી ગ્રુપના સ્થાપક અને સીઇઓ બેરી સિલ્બર્ટને પણ નુકસાન થયું હતું, જેમની સંપત્તિ 3.2 અબજ ડોલરની સંપત્તિ હતી.
ભૂતપૂર્વ અબજોપતિઓમાં ક્રિપ્ટો સોફ્ટવેર ફર્મ અલ્કેમીના નિકેલ વિશ્વનાથન અને જોસેફ લે, ઓપનસીઆના ડેવિન ફિન્ઝર અને એલેક્સ અટલ્લાહ, કોઇનબેઝના ફ્રેડ એહરસમ, માઇક્રોસ્ટ્રેટીના સ્થાપક માઇકલ સાયલર અને વેન્ચર કેપિટલિસ્ટ ટિમ ડ્રેપરનો સમાવેશ થાય છે. કોઇન્ટિલગ્રાફે અહેવાલ આપ્યો હતો કે, ક્રિપ્ટોકરન્સીમાં બેર માર્કેટ ટૂંક સમયમાં સમાપ્ત થવાની સંભાવના નથી, કારણ કે એફટીએક્સ કટોકટીએ રોકાણકારોનો વિશ્વાસ તોડ્યો છે અને સમગ્ર ઉદ્યોગમાં લિક્વિડિટી કટોકટી ઉભી કરી છે. જેના કારણે 2023ના અંત સુધી બજારમાં ઘટાડો રહેવાની ધારણા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર