Forbes India Rich List 2020: સતત 13માં વર્ષે મુકેશ અંબાણી બન્યા સૌથી અમીર ભારતીય

Forbes India Rich List 2020: સતત 13માં વર્ષે મુકેશ અંબાણી બન્યા સૌથી અમીર ભારતીય
સતત 13માં વર્ષે મુકેશ અંબાણી બન્યા સૌથી અમીર ભારતીય

દેશના ટોપ-100 અમીરોની વાત કરવામાં આવે તો એક વર્ષ પહેલાની સરખામણીમાં તેમની સંપત્તિ 14 ટકા વધી ગઈ છે

  • Share this:
    નવી દિલ્હી : પ્રખ્યાત મેગેઝીન ફોર્બ્સે (Forbes India Rich List 2020) આ વર્ષના ટોપ-100 અમીર ભારતીયોની યાદી જાહેર કરી છે. આ વર્ષે આ લિસ્ટમાં કેટલાક નામ નવા પણ સામેલ થયા છે. દેશના ટોપ-100 અમીરોની વાત કરવામાં આવે તો એક વર્ષ પહેલાની સરખામણીમાં તેમની સંપત્તિ 14 ટકા વધી ગઈ છે. વેલ્યૂ પ્રમાણે તેમની સંપત્તિમાં લગભગ 5170 કરોડ ડોલર એટલે કે લગભગ 39 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. Forbes India’s 100 Richest 2020ના લિસ્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. મેગેઝીનના મતે મુકેશ અંબાણી સતત 13માં વર્ષે પણ સૌથી અમીર ભારતીય છે.

    Top 10 લિસ્ટમાં આ લોકોનો સમાવેશ



    1. મુકેશ અંબાણી : પ્રથમ નંબરે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી છે. તેમની સંપત્તિ 88.7 અબજ ડોલર છે. આ વર્ષે જિયો પ્લેટફોર્મ અને રિલાયન્સ રિટેલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ દ્વારા ઘણું રોકાણ થયું છે. જેના કારણે આરઆઈએલના શેર પોતાના રેકોર્ડ હાઇ પર પહોંચી ગયા છે. કંપનીનું માર્કેટ કેપ પણ વધીને 16 લાખ કરોડ પર પહોંચી ગયું છે.

    2. ગૌતમ અદાણી : ફોર્બ્સના લિસ્ટમાં ગૌતમ અદાણી (Gautam Adani) બીજા નંબરે છે. તેમની સંપત્તિ 25.2 અબજ ડોલર છે. અદાણી ગ્રૂપના મુખીયા ગૌતમ અદાણીની સંપત્તિમાં આ વર્ષે 61 ટકાનો વધારો થયો છે અને તેમની કુલ સંપત્તિ 2520 કરોડ ડોલર થઈ ગઈ છે. અદાણીએ મુંબઈ એરપોર્ટમાં 74 ટકા સ્ટેક મેળવ્યા છે.

    3. શિવ નાડર : ચેરમેન એચસીએલ ટેક, તેમની કુલ સંપત્તિ 2400 કરોડ ડોલર છે.

    4. આરકે દમાણી : ફાઉન્ડર DMart, કુલ સંપત્તિ 1540 ડોલર છે.

    5. હિંદુજા બ્રધર્સ : હિંદુજા ગ્રૂપ, કુલ સંપત્તિ 1280 ડોલર છે.

    VIDEOમાં જુઓ અમીરોનું લિસ્ટ



    6. સાઇરસ પૂનાવાલા : ચેરમેન પૂનાવાલા ગ્રૂપ, કુલ સંપત્તિ 1150 ડોલર છે.

    7. પાલોનજી મિસ્ત્રી : ચેરમેન શપૂરજી પાલોનજી, કુલ સંપત્તિ 1140 કરોડ ડોલર છે.

    8. ઉદય કોટક : ચેરમેન કોટક મહિન્દ્રા બેંક, કુલ સંપત્તિ 1130 ડોલર છે.

    9. ગોદરેજ ફેમિલી : ગોદરેજ, કુલ સંપત્તિ 1100 કરોડ ડોલર છે.

    10 લક્ષ્મી મિત્તલ : ચેરમેન આર્સેલર મિત્તલ, કુલ સંપત્તિ 1030 કરોડ ડોલર

    ડિસ્કેલમર - ન્યૂઝ 18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો ભાગ છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે છે.
    Published by:Ashish Goyal
    First published:October 08, 2020, 16:44 pm

    ટૉપ ન્યૂઝ