સતત 12મા વર્ષે દેશના સૌથી અમીર વ્યક્તિ બન્યા મુકેશ અંબાણી, અહીં જુઓ Forbes Indiaની યાદી

News18 Gujarati
Updated: October 12, 2019, 9:54 AM IST
સતત 12મા વર્ષે દેશના સૌથી અમીર વ્યક્તિ બન્યા મુકેશ અંબાણી, અહીં જુઓ Forbes Indiaની યાદી
મુકેશ અંબાણી લગભગ 3.64 લાખ કરોડ રૂપિયાની કુલ સંપત્તિની સાથે પહેલા નંબરે બરકરાર છે

મુકેશ અંબાણી લગભગ 3.64 લાખ કરોડ રૂપિયાની કુલ સંપત્તિની સાથે પહેલા નંબરે બરકરાર છે

  • Share this:
નવી દિલ્હી : ફાર્બ્સ ઈન્ડિયા (Forbes India)એ જાહેર કરેલી ભારતની સૌથી અમીર વ્યક્તિઓની નવી યાદી (India Rich List). ફાર્બ્સે ભારતના ટૉપ 100 સૌથી અમીર લોકોની યાદી જાહેર કરી છે, આ યાદીમાં ફરી એકવાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી (Mukesh Ambani) ટૉપ પર છે. અહીં સતત 12મું વર્ષ છે જ્યાં મુકેશ અંબાણી ફોર્બ્સ ઈન્ડિયાની સૌથી અમીર ભારતીયોની ટૉપ 100ની યાદીમાં ટૉપ પર છે. લગભગ 28.4 કરોડ (4 મિલિયન અમેરિકન ડૉલર)ના વધારા સાથે મુકેશ અંબાણી લગભગ 3.64 લાખ કરોડ રૂપિયા (51.4 બિલિયન)ની કુલ સંપત્તિની સાથે પહેલા નંબરે બરકરાર છે. બીજી તરફ, ગૌતમ અદાણી (Gautam Adani)એ 8 પૉઇન્ટની મોટી છલાંગ લગાવી છે અને આ યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયા છે. આ ઉપરાંત ઉદય કોટક (Uday Kotak)એ પહેલીવાર ટૉપ 5માં સ્થાન મેળવ્યું છે.

સ્ટીલ નિર્માતા કંપની આર્સેલરના માલિક લક્ષ્મી મિત્તલ (Lakshmi Mittal) ફોર્બ્સની આ યાદીમાં ઘણા નીચે આવી ગયા છે. ગયા વર્ષે આ યાદીમાં ત્રીજા નંબરે રહેનારા લક્ષ્મી મિત્તલ 6 નંબર ખસકીને 9મા નંબરે આવી ગયા છે. ફોર્બ્સ ઈન્ડિયા મુજબ, સ્ટીલની માંગ અને કિંમતોમાં ઘટાડાના કારણે આવું થયું છે. તેની સાથે જ ટૉપ 10માં ફરી એકવાર અઝીમ પ્રેમજી (Azim Premji) નથી.

આ છે દેશના ટૉપ 10 અમીર

1. મુકેશ અંબાણી : 5140 કરોડ ડૉલર (લગભગ 3.64 લાખ કરોડ રૂપિયા)
2. ગૌતમ અદાણી : 1570 કરોડ ડૉલર (લગભગ 1.11 લાખ કરોડ રૂપિયા)
3. હિન્દુજા બ્રધર્સ : 1560 કરોડ ડૉલર (લગભગ 1.10 લાખ કરોડ રૂપિયા)4. પી. મિસ્ત્રી : 1500 કરોડ ડૉલર (લગભગ 1.06 લાખ કરોડ રૂપિયા)
5. ઉદય કોટક : 1480 કરોડ ડૉલર (લગભગ 1.05 લાખ કરોડ રૂપિયા)
6. શિવ નાડર : 1440 કરોડ ડૉલર (લગભગ 1.02 લાખ કરોડ રૂપિયા)
7. રાધાકૃષ્ણન દમાણી : 1430 કરોડ ડૉલર (લગભગ 1.01 લાખ કરોડ રૂપિયા)
8. ગોદરેજ પરિવાર : 1200 કરોડ ડૉલર (લગભગ 85,200 કરોડ રૂપિયા)
9. લક્ષ્મી મિત્તલ : 1050 કરોડ ડૉલર (લગભગ 74,500 કરોડ રૂપિયા)
10. કુમાર મંગલમ બિરલા : 960 કરોડ ડૉલર (લગભગ 68,160 કરોડ રૂપિયા)

અહીં જુઓ ફોર્બ્સ ઈન્ડિયાની યાદી : https://www.forbes.com/sites/forbespr/2019/10/10/big-gains-for-some-on-2019-forbes-india-rich-list-despite-challenging-year/#189aff431857

(ડિસ્ક્લેમર : ગુજરાતી ન્યૂઝ 18 ડૉટ કૉમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા અને ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની પાસે જ છે.)
First published: October 11, 2019, 11:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading