Home /News /business /નાની વયે મોટી સફળતાઃ 'ફોર્બ્સ ઇન્ડિયા 30 અન્ડર 30' યાદી જાહેર

નાની વયે મોટી સફળતાઃ 'ફોર્બ્સ ઇન્ડિયા 30 અન્ડર 30' યાદી જાહેર

    જાણીતા બિઝનેસ મેગેઝિન ફોર્બ્સે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાની 2019ની 'ફોર્બ્સ ઇન્ડિયા 30 અન્ડર 30'નું યાદી જાહેર કરી છે. ફોર્બ્સનું આ વખતની યાદી છઠ્ઠું વાર્ષિક લીસ્ટ છે. જેમાં 30 યુવા ઉદ્યમ સાહસિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેઓએ 30 વર્ષની વયે મોટી સફળતા પ્રાપ્ત કરી છે.

    ફોર્બ્સે પોતાની યાદીમાં ચાર માપદંડ રાખ્યા છે. જેમાં પ્રથમ કે મેળવેલી સફળતાની અસર, જે વાતાવરણમાં કામ કરે છે તેમાં વિક્ષેપ કરવાની ક્ષમતા, લાઇન ઓફ વર્ક અને પોતે જે ક્ષેત્રમાં છે તેમાં કેટલું ટકી રહેશે. ફોર્બ્સે આ યાદીમાં ચેફ, ડિઝાઇનર, એન્ટરટેઇનર, બિઝનેસમેન, ફાઇનાન્સ અને સ્પોર્ટ્સ પર્સનનો સમાવેશ કર્યો છે.

    અહીં ક્લિક કરી કરી વાંચોઃ બે ભ્રષ્ટ PI, એકને રોજનો ખાવા-પીવાનો ખર્ચ હજારોમાં, બીજો લાખનું કરે 'સેટિંગ'

    ફોર્બ્સ 2019 ઇન્ડિયા 30 અન્ડર 30 લિસ્ટમાં 30 યુવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને 16 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. તો આ વર્ષે ઇન્ડસ્ટ્રી, મેન્યુફેક્ચરીંગ અને એનર્જી નામથી ત્રણ નવી કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગયા વર્ષે એડવટાઇસિંગ, માર્કેટિંગ અને મીડિયા, અને એગ્રીકલ્ચરની કેટેગરી ગયા વર્ષે ઉમેરવામાં આવી હતી.

    યાદીમાં સમાવવામાં આવતા લોકોનું ત્રણ પ્રકારે રિસર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ફોર્બ્સ ઇન્ડિયાના ઓફિસર દ્વારા ઇન્ટરવ્યૂ, સ્ટડીઝ ડેટાબેઝ અને મીડિયા કવરેજ, બીજું ફોર્બ્સ ઇન્ડિયા ડોટ કોમ દ્વારા ભરાવવામાં આવતું ફોર્મ કે નોમિનેશન, અને ત્રીજું સોશિયલ મીડિયામાં તેમની પ્રસંસા.

    ફોર્બ્સની આ પ્રોસેસમાં 16 કેટેગરી માટે અંદાજે 300 નામ આવ્યા હતા. ત્યારબાદ ક્રાઇટએરિયા પ્રમાણે નિષ્ણાંતોની ટીમ દ્વારા 30 નામ પસંદ કરવામાં આવ્યા હતા.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Forbes India, ભારત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन