Home /News /business /

દેશનાં 30થી ઓછી ઉંમરનાં અમીર, Forbes Indiaએ જાહેર કર્યુ લિસ્ટ

દેશનાં 30થી ઓછી ઉંમરનાં અમીર, Forbes Indiaએ જાહેર કર્યુ લિસ્ટ

ફોર્બ્સ ઇન્ડિયાએ 2018ની અંડર 30 લિસ્ટ જાહેર કરી છે. લિસ્ટમાં તેમણે 30 અમીરનાં નામ છે જેમણે 30 વર્ષથી ઓછા સમયમાં ભારતનાં સૌથી અમીર વ્યક્તિઓ બની ગયા છે

ફોર્બ્સ ઇન્ડિયાએ 2018ની અંડર 30 લિસ્ટ જાહેર કરી છે. લિસ્ટમાં તેમણે 30 અમીરનાં નામ છે જેમણે 30 વર્ષથી ઓછા સમયમાં ભારતનાં સૌથી અમીર વ્યક્તિઓ બની ગયા છે

નવી દિલ્હી: ફોર્બ્સ ઇન્ડિયાએ 2018ની અંડર 30 લિસ્ટ જાહેર કરી છે. લિસ્ટમાં તેમણે 30 અમીરનાં નામ છે જેમણે 30 વર્ષથી ઓછા સમયમાં ભારતનાં સૌથી અમીર વ્યક્તિઓ બની ગયા છે. આ લિસ્ટમાં મૂર્તિકાર સાહિલ નાયક પણ
શામેલ છે. લિસ્ટનાં મુખ્ય નામની વાત કરવામાં આવે તો, ક્ષિતિજ મારવા, રંજન બોરડોલી, ગૌરવ મુંજાલ, રોમન સૈની, હિમેશ સિંહ અને રોહિત રામસુબ્રમણ્યમ છે. આપને જણાવી દઇએ કે, ફોર્બ્સની લિસ્ટમાં 15 કેટેગરી  શામેલ કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને આર્ટ એન્ડ કલ્ચર, ડિઝાઇન, ઇ-કોમર્સ, એન્ટરટેઇનમેન્ટ, ફેશન, મ્યૂઝિક, કળા, એન્જિનિયરિંગ, એજ્યુકેશન, મેડિકલ મુખ્ય છે.

ફોર્બ્સની આખી યાદી જોવા માટે અહીં ક્લિક કરો

કેવી રીતે તૈયાર થાય છે આ લિસ્ટ
આ લિસ્ટને તૈયાર કરવા માટે ફોર્બ્સ ઇન્ડિયા ટીમે ત્રણ સ્ટેપ્સમાં રીસર્ચ પ્રોસેસ પૂર્ણ કરી છે. પહેલાં સ્ટેપમાં ફોર્બ્સ ઇન્ડિયા ટીમે તમામ કેટેગરીઝનાં લોકોનો ઇન્ટરવ્યું કર્યો હતો. સાથે જ ડેટાબેઝ અને મીડિયા કવરેજની સ્ટડી
કરી હતી. બીજા સ્ટેપમાં ફોર્બ્સ ઇન્ડિયા ડોટ કોમ પર પ્રોફેશનલ્સનાં નોમિનેશન્સ માટે આવેદન બોલાવવામાં આવ્યું. ત્રીજા સ્ટેપમાં સોશિયલ મીડિયા દ્વારા જરૂરી માહિતી જાહેર કરવામાં આવી.

300 નામમાંથી થઇ 30ની પસંદગી
આ રીતે અમારી પાસે 15 કેટેગરીઝ માટે 300 નામની લિસ્ટ તૈયાર થઇ. જે બાદ આ લાંબી લિસ્ટને અલગ પાડવાનું કામ શરૂ થયું. જેનાંથી ટોપ 30ની પસંદગી થઇ શકે. અંતિમ ચરણમાં ફાઇનલ 30ને અન્ય પ્રતિયોગિતઓથી અલગ કરવામાં આવ્યાં. એક્સપર્ટ્સની માનીયે તો, ફોર્બ્સ ઇન્ડિયાની એડિટોરિયલ ટીમે ચર્ચા વિચારણા, તર્ક વિતર્ક બાદ ફાઇનલ 30ના નામ નક્કી કર્યા છે.

તમામની ઉંમર 31 ડિસેમ્બર 2017 સુધીમાં 30ની અંદર
આ સિલેક્શનમાં ફક્ત એ લોકોની જ પસંદગી થઇ છે જે 31 ડિસેમ્બર 2017નાં રોજ સુધી 30 વર્ષ કે તેથી ઓછી ઉંમરનાં હતાં. લિસ્ટમાં શામેલ થવાની પણ એક કટ-ઓફ ડેટ હતી. આ રીતે જે એન્ટરપ્રાઇઝમાં ઘણાં બધા કો-ફાઉન્ડર્સ છે તેમાંતી કેવલ તેમને જ શામેલ કરવામાં આવ્યાં જેમની ઉંમર 30 વર્ષથી ઓછી છે.

ફોર્બ્સની આખી યાદી જોવા માટે અહીં ક્લિક કરો
Published by:Margi Pandya
First published:

Tags: Declare, Forbes India

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन