ફૂલ એક્શનમાં મોદી સરકાર! અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા થઈ શકે છે 4 જાહેરાત

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દેશની અર્થવ્યવસ્થાને પાટા પર પર લાવવા માટે રાહત પેકેજ આપવાની તૈયારીમાં છે. સરકાર આ મુદ્દે ગમે ત્યારે જાહેરાત કરી શકે છે.

News18 Gujarati
Updated: August 21, 2019, 4:23 PM IST
ફૂલ એક્શનમાં મોદી સરકાર! અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા થઈ શકે છે 4 જાહેરાત
ઓટો સેક્ટર સિવાય 4 અન્ય સેક્ટર માટે રાહત પેકેજની જાહેરાત થઈ શકે છે
News18 Gujarati
Updated: August 21, 2019, 4:23 PM IST
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દેશની અર્થવ્યવસ્થાને પાટા પર પર લાવવા માટે રાહત પેકેજ આપવાની તૈયારીમાં છે. સરકાર આ મુદ્દે ગમે ત્યારે જાહેરાત કરી શકે છે. સીએનબીસીને મળેલી એક્સક્લૂસિવ જાણકારી અનુસાર, મોદી સરકારે ઓટો સહિત 4 સેક્ટર માટે ટુંક સમયમાં રાહત પેકેજ જાહેર કરી શકે છે. આના માટે પ્રધાનમંત્રી કાર્યાલયમાં બેથી ત્રણ બેઠક થઈ ચુકી છે.

1 - આ સેક્ટર્સને મળશે રાહત પેકેજ - ઓટો સેક્ટર સિવાય 4 અન્ય સેક્ટર માટે રાહત પેકેજની જાહેરાત થઈ શકે છે. તેમાંથી ફાયનાન્સિયલ સેક્ટર, એમએસએમઈ, રિયલ એસ્ટેટ, બેન્ક અને એનબીએફસી સામેલ છે.

2 - વિદેશી રોકાણકારો માટે શરતો સરળ કરવામાં આવશે - સૂત્રો અનુસાર, ફાયનાન્સિયલ માર્કેટ માટે પણ સરકાર પગલા ભરશે અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સને સરચાર્જમાંથી રાહત આપશે.

- તમને જણાવી દઈએ કે, બજેટમાં નાણામંત્રી નિર્મલા સિતારમને વર્ષે 2 કરોડથી વધારે કમાણી કરનાર લોકો પર સરચાર્જ વધારી દીધો છે. વિદેશી રોકાણકારો માટે શરતો સરળ બનાવવામાં આવશે.

3 - બેન્ક અને NBFC પર ખાસ ફોકસ થશે - સૂત્રો અનુસાર, સરકારનું બેન્કો અને નોન-બેન્કિંગ ફાયનાન્સિયલ સર્વિસિસ પર ખાસ ફોકસ રહેશે.

- તમને જણાવી દઈએ કે, એનબીએફસી સેક્ટર નાણાકીય મુશ્કેલીઓથી ઝઝૂમી રહ્યું છે. સરકાર આ સેક્ટર માટે રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. આ સિવાય રિયલ એસ્ટેટ સેક્ટરમાં હાઉસિંગ સેક્ટર માટે મોટા પગલા ભરવાની સંભાવના છે.
Loading...

4 - એમએસએમઈને લઈ મોટી જાહેરાત સંભવ - આ સિવાય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગને સરળ શરતો પર લોન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી શકે છે. આ સાથે જ સરકાર રોજગાર આપનારા સેક્ટર પર ખાસ ફોકસ આપશે. ટુંક સમયમાં રાહત પેકેજની જાહેરાત થઈ શકે છે.

લક્ષ્મણ રોય, ઈકોનોમિક-પોલિસી એડિટર, CNBC અવાજ
First published: August 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...