ડિલિવરી બોય બનવાની મોટી તક! મહિને થશે 50,000થી વધારે કમાણી

ફૂડપાંડા અગામી બે મહિનામાં 60000 ડિલેવરી બોયને નોકરી આપશે

ફૂડપાંડાને ખરીદ્યા બાદ ઓલાએ કહ્યું હતું કે, તે પોતાના ફૂડ ડિલેવરી બિઝનેસને મજબૂત કરવા માટે લગભગ 20 કરોડ ડોલરનું વધારે રોકાણ કરશે

 • Share this:
  જો તમે ડિલેવરી બોય બનવા માંગતા હોવ તો, આ તમારા માટે મોટો મોકો છે. એપ દ્વારા કાર સર્વિસ આપનારી કંપની ઓલાની સબ્સિડિયરી કંપની ફૂડપાંડા મોટી સંખ્યામાં ડિલેવરી બોય રાખવા જઈ રહી છે. ફૂડપાંડા અગામી બે મહિનામાં 60000 ડિલેવરી બોયને નોકરી આપશે. કંપનીનું કહેવું છે કે, ત્રણ મહિનામાં ડિલેવરી બોય 1.5 લાખની કમાણી કરી શકશે, એટલે કે 50 હજાર મહિને કમાણી થશે. ડિલેવરી બોયની સેલરીના વિષયમાં કંપનીએ કોઈ જાણકારી આપી નથી.

  ફૂડ ડિલિવરી બિઝનેસ ઉભો કરવાનો ઓલાનો આ બીજો મોકો
  ફૂડ ડિલેવરી બિઝનેસ ઉભો કરવાનો ઓલાનો આ બીજો પ્રયાસ છે. આ પહેલા કંપનીએ 2016માં પણ ઓલા કૈફ નામથી ફૂડ બિઝનેસ સેગમેન્ટમાં ઉતરવાની કોશિસ કરી હતી, જોકે સફળતા મળી ન હતી. કંપનીએ ઓલા કૈફે બંધ થવાના મોકા પર જ આ સેગમેન્ટમાં ફરી એન્ટ્રી કરવાનો ઈશારો કરતા કહ્યું હતું કે, અમે આમાંથી શીખ લઈ અગામી સમયમાં તમને સારી સર્વિસ આપીશું.

  20 કરોડ ડોલરથી વધારે ઈન્વેસ્ટમેન્ટ કરવાની છે તૈયારી
  ફૂડપાંડાને ખરીદ્યા બાદ ઓલાએ કહ્યું હતું કે, તે પોતાના ફૂડ ડિલેવરી બિઝનેસને મજબૂત કરવા માટે લગભગ 20 કરોડ ડોલરનું વધારે રોકાણ કરશે. આ સિવાય અગ્રવાલે પોતાના મુખ્ય સહયોગી અને ફાઉન્ડિંગ પાર્ટનર પ્રણય જીવરજ્કાને કંપનીના સીઈઓ તરીકે નિયુક્ત કર્યા છે.

  અગામી કેટલાક મહિનામાં ઓલા મુંબઈની એક ફૂડ ડિલેવરી સ્ટાર્ટઅપ હોલાશેફને પણ ખરીદવા જઈ રહી છે. ઈન્ડસ્ટ્રી એક્સપર્ટે જણાવ્યું કે, ઓલાએ ભલે આ આ સેગમેન્ટમાં મોડી એન્ટ્રી કરી છે, પરંતુ તે માર્કેટના બે મોટા પ્લેયર્સ - સ્વિગી અને ડોમાટોના માર્કેટ શેર પડાવી લેવાનો મોકો નથી છોડવા માંગતી.
  Published by:kiran mehta
  First published: