Home /News /business /Zomato Stock: ઝોમાટોનો શેર નવી રેકોર્ડ લૉ સપાટી પર પહોંચ્યો, આ ચાર કારણથી સતત તૂટી રહ્યો છે શેર

Zomato Stock: ઝોમાટોનો શેર નવી રેકોર્ડ લૉ સપાટી પર પહોંચ્યો, આ ચાર કારણથી સતત તૂટી રહ્યો છે શેર

ઝોમાટો શેર

Zomato stock crash: બ્લૂમબર્ગના 6 વિશ્લેષકોના જણાવ્યા અનુસાર માર્ચ ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 372 કરોડની ખોટ સાથે રૂ. 1,256 કરોડ હોવાનો અંદાજ છે. સતત ઘટાડા છતાં ઝોમેટોને 15 'બાય' રેટિંગ, ત્રણ હોલ્ડ અને એક સેલ રેટિંગ મળ્યા છે.

મુંબઈ: Zomato Ltd Share: ઝોમેટો (Zomato)નો સ્ટોક 10 મેના રોજ બીએસઈ (BSE) પર 7.6 ટકા ઘટીને રૂ. 52.45 પર બંધ થયો હતો, જે તેની રેકોર્ડ લૉ સપાટી છે. આ ઘટાડા સાથે શેર તેની ઇશ્યૂ કિંમત રૂ. 76થી 30 ટકા ઘટ્યો છે. ઝોમેટો (Zomato) નો સ્ટોક 23 જુલાઈ, 2021એ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થયો હતો. સ્ટોક 16 નવેમ્બર, 2021એ બીએસઈ (BSE) પર રૂ. 169.10 ના રેકોર્ડ લેવલે પહોંચ્યો હતો, પરંતુ ત્યારથી તે 70 ટકાથી વધુ નબળો પડ્યો છે. આ રીતે કંપનીની માર્કેટ વેલ્યૂમાં લગભગ 1 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

2021ની શરૂઆતમાં ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ (food delivery platform)નું બજાર મૂલ્ય 5.4 બિલિયન ડોલરના અગાઉના ખાનગી મૂલ્યાંકનથી ઓછું છે. ત્યારે જ ઝોમેટોની રાઈવલ સ્વિગી (Swiggy)ની કિંમત છેલ્લી વખતે 10.7 બિલિયન ડોલર આંકવામાં આવી હતી. રોકાણકારો કંપનીના માર્ચ ક્વાર્ટરના પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેની તારીખ હજુ જાહેર થવાની બાકી છે.

બ્લૂમબર્ગના 6 વિશ્લેષકોના જણાવ્યા અનુસાર માર્ચ ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 372 કરોડની ખોટ સાથે રૂ. 1,256 કરોડ હોવાનો અંદાજ છે. સતત ઘટાડા છતાં ઝોમેટોને 15 'બાય' રેટિંગ, ત્રણ હોલ્ડ અને એક સેલ રેટિંગ મળ્યા છે. આ આર્ટિકલમાં અમે એવા 4 કારણો વિશે જણાવી રહ્યાં છીએ જેના કારણે ઝોમેટોનો સ્ટોક સતત ગગડી રહ્યો છે.

બજારના ઉતાર ચઢાવ


વિશ્લેષકોએ જણાવ્યું હતું કે આનું મુખ્ય કારણ ગ્લોબલ ફેક્ટર છે. આમાં વ્યાજદરમાં વધારો, રશિયા-યુક્રેન યુદ્ધ, વધતો જતો ફુગાવો અને વિશ્લેષકો/રોકાણકારો (તેમજ ટ્વિટર પર તેમના પોતાના ડેટા/ટિપ્પણીઓ શેર કરવા) સાથે વાતચીત કરવાની કંપનીની ઈચ્છાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: એલઆઈસી ગમે ત્યારે કરી શકે છે શેરની ફાળવણી, આ રીતે કરો ચેક

ESOP ખર્ચ


રોકાણકારો ઝોમેટો સહિત કેટલીક ન્યૂ એજ કંપનીઓ ઈસોપ પર ભારે ખર્ચ કરવા અને તેની પ્રોફિટેબિલીટી પર પડતી અસર જોઈને ખુશ નથી. રોકાણકારોની ચિંતા એ છે કે કંપનીઓ ટેલેન્ટને રોકી રાખવાના નામે દર 3થી 5 વર્ષે ઈસોપ નામની યોજનાઓ બહાર પાડે છે અને તેમને ચાલુ રાખે છે.

નુકસાન કરતી કંપનીઓમાં રોકાણ


Zomatoએ Blinkit, Shiprocket અને Magicpinમાં રોકાણ કર્યું છે, જેમાં એમડી દીપેન્દ્ર ગોયલ (Deepinder Goyal)નો અંગત રસ અથવા ભાગીદારી છે. આનાથી હિતોના સંઘર્ષ અંગે પ્રશ્નો ઊભા થાય છે. જેએમ ફાઇનાન્સિયલે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, "અમે આઈપીઓની પ્રક્રિયા દરમિયાન આ ચિંતાઓ ઉઠાવવામાં નિષ્ફળ ગયા, જ્યારે બ્લિન્કિટના કિસ્સામાં તે એકદમ સ્પષ્ટ હતું. આ સાથે જ અમે અપેક્ષા રાખીએ છીએ કે કંપની અથવા મેનેજમેન્ટ આ બાબતે રોકાણકારોનો વિશ્વાસ વધારવાનો પ્રયાસ કરશે."

આ પણ વાંચો: કોરોનાકાળમાં આ આઠ મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડોએ રોકાણકારોને કરી દીધા માલામાલ

NBFC લાઇસન્સ


ઝોમેટોએ તાજેતરમાં તેના ડિલિવરી પાર્ટનર્સ, ગ્રાહકો અને રેસ્ટોરન્ટ પાર્ટનર્સ માટે ટૂંકા ગાળાની ક્રેડિટ સુવિધા રજૂ કરવાની યોજના જાહેર કરી છે. કંપનીએ દાવો કર્યો છે કે આનાથી તેના ભાગીદારો માટે અનુભવમાં સુધારો થશે. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, અમે વધુ જાહેરાતોની રાહ જોઈ રહ્યા છીએ કારણ કે ધિરાણ તેની બેલેન્સ શીટ અથવા પેટાકંપનીને અસર કરી શકે છે.
First published:

Tags: Investment, Share market, Stock market, Stock tips, Zomato

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन