Coronavirus: પતંજલિ સહિત આ કંપનીઓએ સસ્તી કરી પ્રાથમિક જરૂરિયાની વસ્તુઓ

News18 Gujarati
Updated: March 21, 2020, 4:11 PM IST
Coronavirus: પતંજલિ સહિત આ કંપનીઓએ સસ્તી કરી પ્રાથમિક જરૂરિયાની વસ્તુઓ
પ્રતિકાત્મક તસવીર

દેશમાં તેજી ફેલાઈ રહેલા કોરોના વાયરસ સંક્રમણ સામે જંગમાં એફએમસીજી કંપની પણ લાગી ગઈ છે. દેશની સૌથી મોટી એફએમસીજી કંપની હિન્દુસ્તાન યુનિલીવર, ગોદરેજ કન્ઝ્યુમર અને પતંજલિએ કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લોકોની મદદ માટે સાબુ અને સ્વચ્છતા અને અન્ય પ્રોડક્ટોની કિંમતો ઘટાડી છે અને આનું ઉત્પાદન વધારવા માટેની જાહેરાત કરી છે.

  • Share this:
નવી દિલ્હીઃ દેશમાં તેજી ફેલાઈ રહેલા કોરોના વાયરસ સંક્રમણ (Coronavirus)સામે જંગમાં એફએમસીજી કંપની (FMCG Sector) પણ લાગી ગઈ છે. દેશની સૌથી મોટી એફએમસીજી કંપની હિન્દુસ્તાન યુનિલીવર (HUL), ગોદરેજ કન્ઝ્યુમર (Godrej Consumers) અને પતંજલિ (Patanjali Ayurveda Limited)એ કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લોકોની મદદ માટે સાબુ અને સ્વચ્છતા અને અન્ય પ્રોડક્ટોની કિંમતો ઘટાડી છે અને આનું ઉત્પાદન વધારવા માટેની જાહેરાત કરી છે.

પતંજલિ આયુર્વેદ લિમિટેડ (Patanjali Ayurveda Limited)એ સાબુ 12.5 ટકા સસ્તો કર્યો છે. એલોવેરા, હળદર અને ચંદનનો ભાવ પણ 12.5 ટકા ઘટાડી દીધો છે.

સસ્તા કરેલા પ્રોડક્ટ્સઃ- હિન્દુસ્તાન યુનિલિવરે કોરોના વાયરસના સંક્રમણ સામે લડવા માટે 100 કરોડ રૂપિયાની પ્રતિબદ્ધતા જાહેર કરી છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે, હિન્દુસ્તાન યુનિલિવર સાર્વજનિક હિત માટે લાઈફબોય સેનિટાઈઝર, લાઈફબોય લિક્વિડ હેન્ડવોર અને ડોમેક્સ ફ્લોર ક્લિનરની કિંમતોમાં 15 ટકાનો ઘટાડો કર્યો છે. આને આની તાત્કાલિક પ્રભાવથી અસર લાગુ કરશે.

કંપનીએ કહ્યું કે, સમાજમાં જરૂરતમંદ વર્ગને આગામી કેટલાક મહિના બે કરોડ લાઈફોય સાબુ વિતરણ કરશે. કંપનીના સીએમડી સંજીવ મેહતાએ કહ્યું કે આ પ્રકારના સંકટમાં કંપનીઓને મોટી ભૂમિકા નિભાવાની હોય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે સરકારો અને પોતાના ભાગીદારો સાથે મળીને કામ કરી રહ્યા છે. જેથી કરીને મળીને વૈશ્વિક સંકટ ઉપર કાબુ મેળવી શકાય.

સામાન્ય લોકોની મદદ માટે ભાવ ઘટાડ્યાઃ યોગગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદે પણ એલોવીરા અને હળદર-ચંદનના સાબુના ભાવ 12.5 ટકા ઘટાડવાની જાહેરાત કરી છે. બાબા રામદેવે CNBC આવાજ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, સામાન્ય લોકોની સમસ્યાઓ જોતા કોરોના વાયરસ સામેની જંગમાં મદદ કરવા માટે કિંમતો ઘટાડવાનો નિર્ણય કર્યો છે.

ગોદરેજ તરફથી આવેલા નિવેદનમાં જણાવ્યું હતું કે કાચા માલના દામ વધવા છતાં કંપનીએ આનો બોજ ગ્રાહકો ઉપર નહીં નાંખે. આ સમયે ગભરાટમાં સામાનો વિશેષ કરીને વ્યક્તિગત દેખરેખ અને સાફસફાઈ સાથે જોડાયેલી વસ્તુઓની અનાવશ્યક ખરીદી કરવાના સમાચાર આવી રહ્યા છે.
First published: March 21, 2020
વધુ વાંચો
अगली ख़बर