Home /News /business /માત્ર 6 મહિનામાં 25%નું વળતર, Q3ના પરિણામો જોતાં 10 રુપિયાનો આ શેર રોકેટ બનશે

માત્ર 6 મહિનામાં 25%નું વળતર, Q3ના પરિણામો જોતાં 10 રુપિયાનો આ શેર રોકેટ બનશે

આ સ્ટોકમાં માત્ર 6 મહિનામાં જોવા મળ્યો 25% વધારો, Q3માં આપ્યા મજબૂત પરીણામો

FMCG Multibagger Stock: રોકાણકારોના રુપિયા ધડાધડ વધારનારા આ શેરના પરિણામોએ રોકાણકારોને ખુશખુશાલ કરી દીધા છે. નાણાકીય વર્ષ 2023ના ત્રીજા ક્વાર્ટરમાં આ સ્મોલ કેપ કંપનીના યર ટુ યર નેટ પ્રોફિટમાં 70 ટકાનો વધારો નોંધાયો છે.

  એફએમસીજી સ્ટોક (FMCG Stocks) મિષ્ટાન્ન ફૂડ્સ (Misthann Foods) નવા વર્ષ 2023ની શરૂઆત કર્યા પછી અપટ્રેન્ડમાં રહ્યો છે. રૂ.1,044 કરોડની માર્કેટ કેપ ધરાવતા આ સ્મોલ-કેપ સ્ટોકે (Small-Cap Stocks) તેના પોઝિશનલ શેરહોલ્ડરોને યર-ટૂ-ડેટ (YTD) સમયમાં 15 ટકા વળતર આપ્યું છે. આમાં હજુ વધારો થઈ શકે છે કારણ કે સ્મોલ-કેપ કંપનીએ Q3FY23 ના મજબૂત રીઝલ્ટ જાહેર કર્યા છે. આ એફએમસીજી કંપનીએ ચાલુ નાણાંકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 13.70 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે Q3FY22માં તેના રૂ. 8.05 કરોડના ચોખ્ખા નફાથી આશરે 70 ટકા વધુ છે.

  ચાલુ નાણાંકીય વર્ષમાં કંપનીના પ્રથમ નવ મહિનાના દેખાવની તુલના અગાઉના ત્રિમાસિક ગાળાના પ્રથમ નવ મહિનાના આંકડા સાથે કરતાં આ કંપનીએ ચોખ્ખા નફા (Misthann Foods Profit Ratio)માં લગભગ 100 ટકાનો વધારો નોંધાવ્યો છે. નાણાંકીય વર્ષ 2022-23 માટે તેના ક્વાર્ટર 3ના પરિણામો જાહેર કરતી વખતે મિષ્ટાન્ન ફૂડ્સ લિમિટેડે અહેવાલ આપ્યો છે કે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં તેનો ચોખ્ખો નફો રૂ. 35.73 કરોડ રહ્યો છે, જે નાણાંકીય વર્ષ 2021-22ના ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 18.03 કરોડ હતો.

  આ પણ વાંચોઃ ટેક્સ સિઝનમાં જ નહીં સમગ્ર વર્ષ દરમિયાન કરવું જોઇએ ELSSમાં રોકાણ, જાણો શા માટે

  ચાલુ નાણાંકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં સ્મોલ-કેપ કંપનીની કુલ આવક રૂ. 163.64 કરોડ રહી હતી, જે ક્વાર્ટર 3FY22માં તેની કુલ રૂ. 147.68 કરોડની આવકથી આશરે 10 ટકા વધુ છે. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં મિષ્ટાન ફૂડ્સ લિમિટેડે રૂ. 481.50 કરોડની કુલ આવક નોંધાવી છે, જે અગાઉના નાણાંકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં તેની કુલ રૂ. 345 કરોડની આવક કરતાં આશરે 40 ટકા વધુ છે.

  નાણાંકીય વર્ષ 2022-23ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કંપનીની ઓપરેશનલ આવક રૂ. 163.64 કરોડ રહી હતી, જ્યારે અગાઉના નાણાંકીય વર્ષના સમાન ગાળામાં તે રૂ. 147.68 કરોડ રહી હતી.

  આ પણ વાંચોઃ રૂ. 6 લાખમાં ખરીદી શકો છો રૂ. 10 લાખની SUV, બસ દર મહિને આટલું જ કરવાનું

  જાણો શેર પ્રાઇઝ હિસ્ટ્રી


  એફએમસીજી સ્ટોક જાન્યુઆરીથી ઓગસ્ટ 2022 સુધી બેઝ બિલ્ડિંગ મોડમાં રહ્યો હતો. પરંતુ ઓગસ્ટ 2022ની શરૂઆતથી પેની સ્ટોક સ્ટોકમાં 'બાય ઓન ડિપ્સ' સ્ટોક આઇડિયા રહ્યો છે. છેલ્લા એક મહિનામાં આ સ્મોલ-કેપ સ્ટોક 8.85થી વધીને રૂ.10.44 ના સ્તરે પહોંચી ગયો છે, જેણે તેના શેરધારકોને લગભગ 18 ટકા વળતર આપ્યું છે. છેલ્લા છ મહિનામાં આ પેની શેર 8.36થી વધીને રૂ. 10.44 પ્રતિ શેરના સ્તર પર પહોંચી ગયો છે, જે આ સમયગાળામાં લગભગ 25 ટકાનો વધારો દર્શાવે છે. YTDના સમયમાં આ એફએમસીજી શેર શેર રૂ. 9.09થી વધીને રૂ. 10.44 પ્રતિ શેરના સ્તર પર પહોંચી ગયો છે, જે નવા વર્ષ 2023માં 15 ટકાના વધારા સાથે છે.

  કોવિડ પછીની તેજીમાં આ પેની સ્ટોકે તેના સ્થાનીય રોકાણકારોને શાનદાર વળતર આપ્યું છે. છેલ્લાં ત્રણ વર્ષમાં પેની શેર રૂ. 2.70થી વધીને રૂ. 10.44ની સપાટીએ પહોંચ્યો છે, જે તેના પોઝિશનલ રોકાણકારોને આશરે 300 ટકા વળતર આપે છે. આનો અર્થ એ થયો કે મિષ્ટાન્ન ફૂડ્ઝના શેર ભારતીય શેરબજારે તાજેતરના વર્ષોમાં પેદા કરેલા મલ્ટિબેગર પેની સ્ટોક્સમાંના એક છે.

  આ પણ વાંચોઃ ગજબના ફાયદાનો સોદો છે 'કાળા ટમેટા'ની ખેતી, લાખો રુપિયા કમાઈ રહ્યા છે આ ખેડૂતો

  બીએસઇની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર BSE લિસ્ટેડ આ સ્ટોકની માર્કેટ કેપ રૂ. 1,044 કરોડ છે. સ્મોલ-કેપ એફએમસીજી શેર હાલમાં 21.33ના PE મલ્ટીપલ પર રહેલો છે, જ્યારે તેનું રિટર્ન ઓન ઇક્વિટી 39.71 છે. શુક્રવારે તે 1,66,77,535ના ટ્રેડ વોલ્યુમ સાથે સમાપ્ત થયું હતું. જે છેલ્લા 20 સત્રોના તેના સરેરાશ વેપાર વોલ્યુમના લગભગ 4.5 ગણા છે. તેની 52 સપ્તાહની નીચી સપાટી રૂ. 1.394 છે અને તેની 52 સપ્તાહની ઊંચી સપાટી રૂ. 19.55 છે.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  First published:

  Tags: Business news, Earn money, Multibagger Penny Stock, Share market

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन