Home /News /business /

મોંઘવારી! તેલ, સાબુ અને ટૂથપેસ્ટના વધવાના છે ભાવ, જાણો શું છે કારણ

મોંઘવારી! તેલ, સાબુ અને ટૂથપેસ્ટના વધવાના છે ભાવ, જાણો શું છે કારણ

પ્રતીકાત્મક તસવીર

આવનારા દિવસોમાં ગ્રાહકોને પોતાના રોજબરોજના સામાન માટે પહેલાની તુલનામાં વધુ નાણા ખર્ચ કરવા પડી શકે છે

  નવી દિલ્હીઃ આવનારા દિવસોમાં સામાન્ય જનતાના ખિસ્સા પર મોંઘવારીની માર પડી શકે છે. ગ્રાહકોને પોતાના રોજબરોજના સામાન માટે પહેલાની તુલનામાં વધુ નાણા ખર્ચ કરવા પડી શકે છે. તેલ (Oil), સાબુ (Soap), ટૂથપેસ્ટ (Toothpaste) જેવા સામાન પર આપનું ખિસ્સું ઢીલું થઈ શકે છે. આ સામાનનું ઉત્પાદન કરનારી કંપનીઓ કાચા માલના ભાવ વધવાના કારણે પોતાની પ્રોડક્ટ્સના ભાવ વધારવા પર વિચાર કરી રહી છે. તેમાંથી કેટલીક કંપનીઓએ તો પહેલાથી જ ભાવ વધારી દીધા છે, જ્યારે કેટલીક અન્ય સ્થિતિ પર નજર રાખી રહી છે અને તેના પર નિર્ણય લઈ શકે છે.

  કેટલીક કંપનીઓએ પહેલાથી જ વધારી દીધા છે ભાવ

  રોજેરોજના ઉપયોગમાં લેવાતા સામાનને વેચનારી FMCG મેરિકો તથા કેટલીક અન્ય કંપનીઓએ પહેલા જ ભાવ વધારી ચૂકી છે, જ્યારે ડાબર (Dabur), પારલે (Parle) અને પતંજલિ (Patanjali) જેવી અન્ય કંપનીઓ સ્થિતિ પર નજર રાખી રહી છે. નારિયળ તેલ, બીજા ખાદ્ય તેલો એન પૉમ તેલ જેવા કાચા માલના ભાવ વધવાથી FMCG કંપનીઓ પહેલા તો આ વૃદ્ધિને પોતે જ ખપાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હવે લાંબા સમય સુધી પોતાની પ્રોડક્ટસના ભાવોને સ્થિર નહીં રાખી શકે કારણ કે આવું કરવાથી તેમને માર્જિન પર અસર પડી શકે છે.

  પારલે પણ ભાવ વધારવાનું વિચારી રહી છે

  પારલે પ્રોડક્ટ્સના વરિષ્ઠ શ્રેણી પ્રમુખ મયંક શાહે જણાવ્યું કે છેલ્લા ત્રણ-ચાર મહિના દરમિયાન અમે ખાદ્ય તેલ જેવા સામાનમાં ઉલ્લેખનીય વધારો જોયો છે. તેના કારણે અમારા માર્જિન પર વિપરિત અસર પડી રહી છે. હાલ અમે કોઈ કિંમતમાં વધારો નથી કર્યો, પરંતુ અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને જો કાચા માલમાં વધારાનો ક્રમ ચાલુ રહેશે તો ફરી અમે ભાવ વધારીશું.

  ઓછામાં ઓછો 4થી 5 ટકા સુધીનો થઈ શકે છે વધારો

  કંપનીના અધિકારી સાથે જ્યારે કિંમત વધારા વિશે પૂછવામાં આવ્યું તો શાહે કહ્યું કે, આ તમામ પ્રોડક્ટસમાં થશે કારણ કે ખાદ્ય તેલનો ઉપયોગ તમામ પ્રોડક્ટસમાં થાય છે આ વધારો ઓછામાં ઓછો 4થી 5 ટકા જેટલો હોઈ શકે છે.

  આ પણ જુઓ, Viral Video: ટ્રક ખીણમાં ખાબકી, બહાર કાઢવા ગામ લોકોએ અજમાવી આ વિશેષ યુક્તિ

  ડાબરના અધિકારીએ આપી જાણકારી

  ડાબર ઈન્ડિયાના મુખ્ય નાણાકીય અધિકારી લલિત મલિકે જણાવ્યું કે હાલના મહિનાઓમાં કેટલાક ખાસ સામાન જેમ કે આબળા અને સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આવનારા સમયમાં અમારે કેટલીક ચીજોમાં મોંઘવારી વધવાની શક્યતા લાગે છે. અમારો પ્રયાસ હશે કે કાચા માલના ભાવ વધારાને પોતાના પર વહન કરીએ અને માત્ર કેટલીક પસંદગીની પ્રોડક્ટ્સ પર જ ભાવ વધારીએ. આ વૃદ્ધિ બજારની પ્રતિસ્પર્ધાને જોઈને નક્કી કરવામાં આવે છે.

  પતંજલિએ હજુ કોઈ નિર્ણય નથી લીધો

  હરિદ્વાર સ્થિત પતંજલિ આયુર્વેદ ના પ્રતિનિધિ સાથે ભાવવધારા વિશે પૂછવામાં આવ્યું તો તેઓએ જણાવ્યું કે, તેઓ હાલ સ્થિતિ સમીક્ષા કરીને નિર્ણય લેવા વિશે કહ્યું. હાલ તેમણે કિંમતમાં વૃદ્ધિને લઈ કોઈ નિર્ણય નથી લીધો. જોકે, તેઓએ પણ સંકેત આપ્યા કે તેઓ પણ આ દિશામાં આગળ વધી રહ્યા છે. પતંજલિના પ્રવક્તા એસ. કે. તિજારાવાલાએ કહ્યું કે, અમારો પ્રયાસ હંમેશા એવો જ રહે છે કે બજારમાં આવનારા ઉતાર-ચડાવથી બચવામાં આવે પરંતુ બજારની પરિસ્થિતિઓ વધુ મજબૂર કરે છે તો અમે તેની પર અંતિમ નિર્ણય લઈશું.

  આ પણ વાંચો, મહિલા પાયલટોએ રચ્યો ઈતિહાસ- નોર્થ પોલ પાર કરી સૈન ફ્રાન્સિસ્કોથી ભારત પહોંચી એર ઈન્ડિયાની ફ્લાઇટ

  મેરિકોએ ભાવમાં કર્યો વધારો

  સફોલા અને પેરાશૂટ નારિયળ તેલ જેવી બ્રાન્ડ બનાવનારી મેરિકો એ કહ્યું કે તેમની પર મોંઘવારીનું દબાણ છે અને તેથી તેને પ્રભાવી મૂલ્ય વૃદ્ધિનું પગલું ભરવું પડ્યું છે. એડલવેડ્સ ફાઇનાન્સિયલ સર્વિસિસના કાર્યકારી ઉપાધ્યક્ષ અબનીશ રોયે કહ્યું કે પામ તેલ, નારિયળ તેલ, ખાદ્ય તેલ જેવા અનેક કાચા માલના ભાવ હાલના દિવસોમાં વધ્યા છે. એવામાં ગ્રાહકોને સામાન વેચનારી કંપનીઓ માટે વર્ષ 2021માં કિંમત વધારાનો સમય આવશે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Business news, FMCG, Inflation, Oil, Price, Toothpaste

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन