Exclusive Interview: MSP માટે ખેડૂતોનો અસંતોષ આશ્ચર્યજનક, પીએમ પોતે સંશોધન માટે છે તૈયાર - નાણા મંત્રી

નાણામંત્રીની ફાઇલ તસવીર

#FMtoNetwork18: નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ થયા બાદ નેટવર્ક 18 સમૂહના એડિટર ઇન ચીફ રાહુલ જોષી સાથે ખાસ વાતચીત કરી હતી. જાણો તેમણે ખેડૂતોને શું સંદેશો આપ્યો છે.

  • Share this:
    નવી દિલ્હી, #FMtoNetwork18: આજે દેશનું કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ રજૂ કર્યા પછી દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે ન્યૂઝ18 નેટવર્કના એડિટર ઇન ચીફ રાહુલ જોષી સાથે એક એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યૂ કર્યુ છે. તેમણે આ ઇન્ટરવ્યૂંમાં ખેડૂત આંદોલન અંગે ખાસ વાતચીત કરી હતી. તેમને પૂછવામાં આવ્યું કે તમે એમએસપી પર ખેડૂતોના અસંતોષ અંગે શુ કહેશો ? આ પ્રશ્નના જવાબમાં તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતું. તેમણે કહ્યું મને આશ્ચર્ય એટલે થાય છે કે કારણ કે ખુદ વડારપ્રધાન મોદી આ અંગે આશ્વાસન આપી ચુક્યા છે કે એમએસપી સમાપ્ત નહીં થાય

    'એમએસપી પર અમારું પ્રદર્શન ઉત્તમ હતું, તો પછી શંકા કેમ?'

    નાણાં પ્રધાને કહ્યું કે 2014 થી, એમએસપીને લઈને અમારું પ્રદર્શન સતત સારૂ રહ્યું છે. અમે કિંમતોમાં અને ખરીદીમાં સતત વધારો કર્યો છે. તો પછી સરકારની નિયત પર સવાલ કેમ? હું નિષ્ઠાપૂર્વક ઈચ્છું છું કે ખેડૂતો કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર સાથે વાતચીત કરે તેઓ અને વાત કરશે તેવો મને વિશ્વાસ છે. ખુદ વડા પ્રધાને કહ્યું છે કે તેઓ કોઈપણ પ્રકારના પરિવર્તન માટે તૈયાર છે. હું ઇચ્છું છું કે તેઓ આવીને અમને જણાવો કે સમસ્યા ક્યાં છે.

    >> બજેટ અંગે તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

    મેં ડેટા સાથે એમએસપી પર જવાબો આપ્યા છે',

    તેમણે કહ્યું કે જો તમને એમએસપી વિશે શંકા છે, તો હું ડેટા સાથે કહી શકું કે અમે શું કર્યું છે. મેં ગૃહમાં પણ આ કહ્યું છે, તે પણ સરકારના સત્તાવાર આંકડા સાથે. જો કાયદા અંગે ખેડૂતોને કોઇ પ્રશ્નો હોય તો આવીને અમારી સાથે વાત કરો. અમે સમાધાન માટે તૈયાર છીએ.

    >> બજેટ અંગે તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

    કેટલાક ખેડુતો ત્યાં હાજર છે, તેઓને ફસાવવામાં આવ્યા છે

    જ્યારે તમને પૂછવામાં આવ્યું કે શું વિરોધ પક્ષો અને બહારના લોકો દ્વારા વિરોધને ટેકો મળે છે, તો નાણાં પ્રધાને કહ્યું, "મને લાગે છે કે કેટલાક ખેડુતો મૂંઝવણમાં છે." તેમણે કહ્યું કે મને ખબર નથી કે કોણ તેમને ભડકાવી રહ્યું છે, પરંતુ ત્યાં હાજર રહેલા ખેડૂતો સાથે દગાબાજી કરવામાં આવી છે. હું તેઓ સાથે વાત કરવા માંગું છું. કાયદો પાછો લેવાની વાત કરવાને બદલે, તેમણે વાસ્તવિક સમસ્યાઓનો સીધો ઉપાય કરવો જોઈએ.
    Published by:Jay Mishra
    First published: