દશેરા અને દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને નાણા મંત્રીએ આપી મોટી ભેટ

નાણાંમંત્રી નિર્મલા સીતારમણ

નાણાંમંત્રીએ જણાવ્યું કે કજ્યૂમર ખર્ચ વધારવા માટે LTC હેઠળ કેશ વાઉચર સ્ક્રીમ રજૂ કરવામાં આવી છે.

 • Share this:
  નવી દિલ્હી: આર્થિક વિષયો પર નાણામંત્રી નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman) આજે પ્રેસ કોન્ફરેંસ કરશે. નિર્મલા સીતારમણ દ્વારા આ પ્રેસ કોન્ફરેન્સ જીએસટી કાઉન્સિલની બેઠકથી ઠીક પહેલા થઇ  છે. જીએસટી કાઉન્સીલની બેઠક આજે સાંજે 4 થી 6 વાગે થવાની છે. આજની આ પ્રેસ કોન્ફેંસની શરૂઆતમાં નાણા મંત્રીએ જણાવ્યું કે અર્થવ્યવસ્થામાં માંગ વધતા કેટલાક પ્રોત્સાહની જાહેરાત કરશે. તેમણે જણાવ્યું કે આ પ્રસ્તાવોને ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યા છે. જેથી માંગ વધારી શકાય.

  આ સિવાય અન્ય જાહેરાતો દ્વારા જીડીપી વધારવા પર પણ જોર આપવામાં આવશે. નાણા મંત્રીએ કહ્યું કે કોવિડ 19ના કારણે અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી છે. ગરીબ અને નબળા વર્ગની જરૂરિયાતોને આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ પૂરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સપ્લાય પર દબાણ ઓછો થયો છે પણ માંગ હજી પણ પ્રભાવિત છે. કંજ્યૂમર ખર્ચને વધારવા માટે સરકારની તરફથી બે કમ્પોનેન્ટની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલા LTC કેશ વાઉચર સ્કીમ છે. સાથે બીજી સ્પેશલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમ પણ છે. આ સિવાય અન્ય જાહેરાત પૂંજીગત વ્યય સંબંધિત છે.

  એલટીસી કેશ વાઉચર સ્કીમ

  કજ્યૂમર ખર્ચ વધારવા માટે LTC હેઠળ કેશ વાઉચર સ્ક્રીમની જાહેરાત કરવામાં આવી છે. નાણા મંત્રીએ કેન્દ્ર સરકારને કર્મચારીઓ માટે લીવ ટ્રેવેલ કંસેશનને લઇને ખાસ જાહેરાત કરી છે. આ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓને 4 વર્ષમાં એક વાર LTCનો લાભ આપવામાં આવશે. અને તે આ હેઠળ ભારતમાં ક્યાં પણ ફરી શકશે. ભારતમાં ક્યાં પણ ફરવા અને હોમટાઉન જવા બે વાર એલટીસીનો લાભ લઇ શકશે. આ સ્કીમ હેઠળ કર્મચારીઓને સ્કેલ અને પદ આધારે હવાઇ કે ટ્રેન યાત્રાનો ખર્ચ આપવામાં આવશે અને 10 દિવસની રજામાં (Pay +DA)નું પ્રાવધાન હશે.

  નાણા મંત્રાલયે જણાવ્યું કે એલટીસી કેશ વાઉચર સ્કીમ હેઠળ સરકારી કર્મચારીની પાસે લીવ ઇનકેશમેંટ પછી કેશ પ્રાપ્ત કરવાનો વિકલ્પ હશે. અને તે ત્રણ વાર ટિકિટ ભાડુ, 13 ટકા કે તેનાથી વધુના જીએસટી વાળા પ્રોડક્ટ ખરીદવાનો ખર્ચ ઉઠાવી શકશે. આ સિવાય ડિજિટલ લેવડ દેવડની પણ છૂટ રહેશે. જીએસટી ઇનવોઇસ જમા કરવવા પડશે. સરકારને આશા છે કે એલટીસી કૈશ વાઉચર સ્કીમથી લગભગ 28,000 કરોડ રૂપિયાની કંજ્યૂમર માંગ વધવામાં મદદ રહેશે.

  નાણા મંત્રીએ Non-Gazetted Employees માટે સ્પેશ્યલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમની પણ જાહેરાત કરી છે. ગેઝેટેડ કર્મચારીઓને આનો લાભ ખાલી એક વાર જ મળશે. આ સ્કીમ હેઠળ તમામ કેન્દ્રીય કર્મચારીને વ્યાર વગર 10,000 રૂપિયા પ્રીપેડ Rupay Card દ્વારા આપવામાં આવશે. અને તેમણે 31 માર્ચ 2021 પહેલા તેને ખર્ચ કરવા પડશે.

  વધુ વાંચો : શું હોય છે Power Grid? જેના ફેલ થવાથી મુંબઇમાં વીજળી ગઇ

  આ સિવાય રાજ્યોને 50 વર્ષ માટે કોઇ વ્યાજના મૂડી ખર્ચ માટે 12,000 કરોડ રૂપિયાની સ્પેશલ લોન આપવાનું સુવિધા મળશે. નિર્મલા સીતારમણ જણાવ્યું કે પૂર્વોત્તર રાજ્યોમાં પહેલા ભાગમાં 1,600 કરોડ રૂપિયા અને ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ માટે 900 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ છે. આ સિવા. બીજા ભાગમાં અન્ય રાજ્યોમાં કુલ 7,500 કરોડ રૂપિયાની સ્પેશ્યલ લોન તરીકે રૂપિાય આપવાનો પણ પ્રસ્તાવ છે. તમામ રાજ્યોનો ભઆગ ફાઇનેંસ કમિશન ડિવોલુશનના આઘારે કરશે. ત્રીજા ભાગમાંઆ રાજ્યોને 2,000 કરોડ રૂપિયાની લોન આપવાનો પ્રસ્તાવ છે. આમ આત્મનિર્ભર નાણાકીય પેકેને 4 થી 3 રિફોર્મ્સમાં પૂરું કરવામાં આવશે.  નાણા મંત્રી જણાવ્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંપત્તિ તૈયાર કરવાના ખર્ચનો અર્થવ્યવસ્થા પર અનેક રીતે અસર પડે છે. આનાથી હાલની જીડીપીને પણ સપોર્ટ મળે છે. અને ભવિષ્યની જીડીપીને પણ બળ મળે છે. આ દેખતા તેમણે કહ્યું કે અમે રાજ્ય અને કેન્દ્રના કેપિટલ વ્યય પર વધુ જોર આપીશું. તેમણે કહ્યું જે બજેટમાં 2020માં 4.13 લાખ કરોડ રૂપિયા સિવાય વધુના 25,000 કરોડ રૂપિયા રોડ, ડિફેન્સ, પાણી સપ્લાય, શહેરી વિકાસ અને ઘરેલુ ઉત્પાદન વધારવા માટે કેપિટલ ખર્ચના રૂપમાં આપવામાં આવશે.
  Published by:Chaitali Shukla
  First published: