ન્યૂઝ18 ગુજરાતી : બજેટમાં કેન્દ્ર સરકારે કામ કરતી મહિલાઓને ટેક્સમાં છૂટ આપી શકે છે. 5 જુલાઈનાં રોજ આવનારા બજેટમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણ કામ કરતી મહિલાઓને રાહત આપી શકે છે. સૂત્રો પ્રમાણે એજ્યુકેશન લોનનાં વ્યાજ પર ટેક્સ છૂટની સમય સીમા હટી શકે છે. જ્યારે બાળકો માટે થતાં ખર્ચા પર પણ રાહત મળવાની સંભાવના છે.
સૂત્રો પ્રમાણે બજેટમાં મહિલાઓને ટેક્સ છૂટની ભેટ મળી શકે છે. કામ કરતી મહિલાઓનાં બાળકોની crèche ફી એટલે બેબી સિટીંગની ફી પર ટેક્સ છૂટ મળવાની સંભાવના છે. આ ફી પર ટેક્સ છૂટ અધિકત્તમ 7500 રૂપિયા સુધી થઇ શકે છે. આ ટેક્સ છૂટ અધિકતમ 2 બાળકોની ફીસ પર આપવાનો વિચાર થઇ રહ્યો છે.
મોદી સરકારનાં અંતરિમ બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી કે બેંકમાંથી 40 હજાર રૂપિયા સુધીનાં વ્યાજ પર મહિલાઓને ટેક્સ નહીં લાગે. એટલે જો મહિલાઓને બેંકમાંથી 40 હજાર રૂપિયા સુધીનું વ્યાજ મળે છે તો તેની પર ટીડીએસ નહીં લાગે.
વચગાળાનાં બજેટમાં સરકારે ગર્ભવતી મહિલાઓ માટે પીએમ માતૃ યોજનાની ઘોષણા કરી જેમાં મહિલાઓને 26 સપ્તાહ સુધી માતૃત્વ અવકાશ આપવામાં આવશે. જ્યારે સરકારે શ્રમિકની મોત પર 2.5 લાખ રૂપિયાની જ્ગાયાએ 6 લાખ રૂપિયાનું વળતર આપવાનું જાહેર કર્યું હતું. આ ઉપરાંત ગ્રેજ્યુટીની મર્યાદાને 10 લાખથી વધારીને સરકારે 20 લાખ કરી દીધી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર