નવી દિલ્હી : વિત્ત વર્ષ 2021-22નું બજેટ (Budget 2021-22) રજુ કર્યા પછી વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman)ન્યૂઝ 18 નેટવર્ક (News18 Network)સમૂહના એડિટર ઇન ચીફ રાહુલ જોશી (Rahul Joshi)સાથે ખાસ વાતચીત દરમિયાન કહ્યું કે ખાનગીકરણને લઈને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (Reserve Bank of India)સાથે મળીને કામ કરીશું. આ સાથે વિનિવેશનો રસ્તો સ્પષ્ટ થશે અને બેંકિંગ સેક્ટરને મોટો ફાયદો મળશે.
PSU બેંકોનું થશે ખાનગીકરણ
વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે પોતાના કેન્દ્રીય બજેટ 2021ના ભાષણમાં જાહેરાત કરી છે કે સાર્વજનિક ક્ષેત્રની બે બેંકો અને એક સામાન્ય વીમા કંપનીનું ખાનગીકરણ કરવામાં આવશે, કારણ કે હાલના સમયે સરકાર વિનિવેશ પર વધારે ધ્યાન આપી રહી છે. આ સાથે જ ભારત પેટ્રોલિયમમાં વિનિવેશની (Disinvestment)યોજના બનાવવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે હાલના સમયે કેન્દ્ર સરકારે દેશની સરકારી બેંકોમાંથી (PSU Banks)અડધાથી વધારેનું ખાનગીકરણ કરવાની યોજના બનાવી રહી છે. જો બધુ યોજના પ્રમાણે થયું તો આવનાર સમયમાં દેશમાં ફક્ત 5 સરકારી બેંક રહેશે. કેન્દ્ર સરકાર બેંકીગ ઇન્ડસ્ટ્રીઝની સ્થિતિમાં સુધાર માટે ખાનગીકરણનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
રહી છે ફક્ત 12 બેંકો
બેંકિંગ સેક્ટરમાં છેલ્લા ત્રણ વર્ષોમાં વિલય અને ખાનગીકરણના કારણે સરકારી બેંકોની સંખ્યા 27માંથી 12 રહી ગઈ છે. જેમાં કેન્દ્ર સરકાર હવે 5 સુધી જ સિમિત કરવાની તૈયારીમાં છે. આ માટે નીતિ આયોગે બ્લૂપ્રિન્ટ પણ તૈયારી કરી છે. આ સિવાય વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં પ્રાઇવેટ Asset Reconstruction Company (ARC) બનાવવાની જાહેરાત કરી છે. જેમાં ફયાસેલા દેવાની સમસ્યાથી નિપટાવી શકાશે.
વર્તમાનમાં સરકારી બેંક
- ભારતીય સ્ટેટ બેંક (SBI)
- સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા
- બેંક ઓફ ઇન્ડિયા
- બેંક ઓફ મહારાષ્ટ્ર
- યૂકો બેંક
- પંજાબ એન્ડ સિંધ બેંક
- ઇન્ડિયન ઓવરસિઝ બેંક
- બેંક ઓફ બરોડા + દેના બેંક +વિજયા બેંક
- પંજાબ નેશનલ બેંક +ઓરિએંટલ બેંક ઓફ કોમર્સ +યૂનાઇટેડ બેંક
- કેનરા બેંક +સિડિંકેટ બેંક
- યૂનિયન બેંક ઓફ ઇન્ડિયા +આંધ્રા બેંક +કોર્પોરેશન બેંક
- અલ્હાબાદ બેંક + ઇન્ડિયન બેંક
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર