Exclusive Interview: ખાનગીકરણથી બેંકોને ફાયદો થશે, કામકાજ સુધરશે: FM નિર્મલા સીતારમણ

નાણામંત્રીની તસવીર

ન્યૂઝ 18 નેટવર્ક સમૂહના એડિટર ઇન ચીફ રાહુલ જોશી નાણાંમંત્રી નિર્મલા સીતારમણ સાથે ખાસ વાતચીત કરી હતી.

  • Share this:
    નવી દિલ્હીઃ નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) આજે મોદી સરકાર (Modi Government)નું નવમું બજેટ 2021  રજૂ( Union budet 2021) કર્યું હતું. બજેટ રજૂ કર્યા પછી ન્યૂઝ 18 નેટવર્ક સમૂહ (News18 Network)ના એડિટર ઇન ચીફ રાહુલ જોશી (Rahul Joshi)નાણા મંત્રી નિર્મલા સીતારમણ સાથે ખાસ વાતચીત કરી હતી.

    વાતચીતમાં નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, મને આશા છે કે બજેટના ત્રણ પ્રમુખ બિંદુઓને સારી રીતે લેવામાં આવ્યા છે. જો તે આમ કરી ચૂક્યા છે તો મને ખુશી થશે કારણ કે હું ઇચ્છું છું કે દેશ આ સરકારની ભાવનાને જાણે. નિર્મલા સીતારમણે બેન્કોના ખાનગીકરણ (Privatization of banks) ઉપર પણ ભાર મુક્તા કહ્યું હતું કે, ખાનગીકરણથી બેન્કોને ફાયદો થશે અને બેન્કોના કામકાજ પણ સુધરશે.

    આ ઉપરાંત બેંકોની સ્ટ્રેસ્ડ એસેટ્સ પર ધ્યાન આપવા માટે એક એકમ સ્થાપિત કરવા પર નાણામંત્રીએ કહ્યું 'અમે હોલ્ડિંગ કંપની ઇચ્છીએ છીએ જે આપેલા ફોર્મ્યુલેશન સાથે બેંકોથી ખરાબ સંપત્તિને લઈ શકે છે અને તેને હોલ્ડિંગ કંપનીમાં મુકી શકે છે. જેમાં સરકારની ભાગીદારી રહેશે જોકે મોટા પ્રમાણમાં આઈબીએ આ કરશે'

    આ પણ વાંચોઃ-

    નાણામંત્રી નિર્મલા સીતારમણે વધુમાં જણાવ્યું હતું કે, 'અર્થવ્યવસ્થામાં વધારે કુશળ બેંકોની આવશ્યકતા છે. જેમાં પાછળ રહી શકીએ નહીં. અમે RBI સાથે બેંકના ખાનગીકરણ પર મોટા પ્રમાણમાં કામ કર્યું છે.' વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું 'એક ડેવલપમેન્ટ ફાઇનેંશિયલ ઇંસ્ટીટ્યૂશન (ડીએફઆઈ) આકાંક્ષી ભારત માટે પ્રયાપ્ત નથી. સંશોધનોમાં ખાનગી એમએફઆઈ આવવાની જોગવાઇ હશે. હું ખાનગી ડીએફઆઈ માટે સ્થાન બનાવીશ'

    આ પણ વાંચોઃ-

    ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે બજેટ 2021માં (Budget 2021) બેંકોના ડૂબેલા દેવાના મેનેજમેન્ટ માટે એક કંપની બનાવવાની જાહેરાત કરી છે. સાથે કેન્દ્ર સરકારે બેંક ખાતાધારકોને પણ મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે ઇન્સ્યોરન્સની રકમને 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે.

    એટલે બેંકમાં રાખેલા તમારા પૈસા ડૂબ્યા તો તમને 5 લાખ રૂપિયા મળશે. એટલે કે બેંકોના બંધ થવા પર ગ્રાહકોને નુકસાન આપવામાં આવશે. પહેલા બેંકમાં રાખેલા પૈસાની ઇન્સ્યોરન્સ એક લાખ રૂપિયા હતી.



    આ સિવાય બેંકોના ડૂબેલા દેવાના મેનજમેન્ટ કરવા માટે સરકાર કંપની બનાવશે. આ સાથે બેંકોએ પુનર્પૂંજીકરણ માટે 20 હજાર કરોડનો બજેટીય પ્રાવધાન કર્યો છે. તેમણે કહ્યું કે સરકાર બેંકોને 20 હજાર કરોડ રૂપિયાની પૂંજી ઉપલબ્ધ કરાવશે.
    Published by:ankit patel
    First published: