નાણામંત્રીએ બજેટના પ્રસ્તાવો સાથે સાથે અદાણી ગ્રુપ સાથે જોડાયેલા તાજેતરના મામલાના સવાલોના પણ જવાબ આપ્યા હતા.
કોઈ પ્રાઈવેટ ન્યુઝ નેટવર્કને બજેટ બાદ પહેલો ઇન્ટર્વ્યુ આપતાં નાણામંત્રીએ બજેટના પ્રસ્તાવો સાથે સાથે અદાણી ગ્રુપ સાથે જોડાયેલા તાજેતરના મામલાના સવાલોના પણ જવાબ આપ્યા હતા.
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે અદાણી ગ્રુપ સાથે જોડાયેલા મામલામાં પોતાનું પહેલું નિવેદન આપ્યું છે. આજે બજેટ બાદ નાણામંત્રીએ નેટવર્ક 18ના એમડી અને ગ્રુપ એડિટર-ઈન-ચીફ રાહુલ જોશી સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે બજેટની દરખાસ્તોથી માંડીને અદાણી ગ્રુપને લગતી બાબતોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. વાતચીત દરમિયાન તેમણે અદાણી ગ્રૂપના મામલામાં જણાવ્યું હતું કે SBI અને LIC ગ્રૂપમાં મર્યાદિત એક્સપોઝર ધરાવે છે. આ સાથે તેમણે માર્કેટ રેગ્યુલેટર્સ અને બેંકિંગ સિસ્ટમમાં પણ સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
અદાણી ગ્રૂપ અંગે નાણામંત્રીએ કહ્યું કે SBI અને LIC બંનેએ આ મામલે પોતાનું સ્ટેન્ડ સંપૂર્ણ માહિતી સાથે રજૂ કર્યું છે. અને બંનેએ કહ્યું છે કે ગ્રુપમાં તેમનું એક્સપોઝર નિયત મર્યાદામાં છે. માર્કેટ રેગ્યુલેટર્સ પર વિશ્વાસ વ્યક્ત કરતા નાણા મંત્રીએ કહ્યું કે તેઓએ બજારને સારી સ્થિતિમાં રાખ્યું છે.
આ સાથે તેમણે કહ્યું કે આજે ભારતીય બેંકિંગ સિસ્ટમ મજબૂત સ્થિતિમાં છે અને બેંકો બજારમાંથી નાણાં એકત્ર કરવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે. તેમણે એમ પણ કહ્યું કે જો બેંકોમાં જોખમ હતું, તો તેઓ બજારમાંથી નાણાં એકત્ર કરવાની સ્થિતિમાં નહીં હોય.
હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને આજે પણ ગ્રુપ કંપનીઓના શેર તૂટ્યા છે. ગ્રુપની કંપનીઓમાં LICનો હિસ્સો છે, જ્યારે બેંકોએ આ કંપનીઓને લોન પણ આપી છે. જે બાદ એલઆઈસી અને બેંકોના એક્સપોઝરને લઈને સવાલો ઉઠી રહ્યા હતા. જેના પર આજે નાણામંત્રીએ નિવેદન આપ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર