આ માટે ન વધી ઇન્કમ ટેક્સની મર્યાદા, તમને મળ્યા છે આવા ફાયદા!

નાણા મંત્રી અરુણ જેટલીએ વર્ષ 2018-19ના બજેટમાં મધ્યમ વર્ગને કોઈ ટેક્સ છૂટ આપી નથી.

નાણા મંત્રી અરુણ જેટલીએ વર્ષ 2018-19ના બજેટમાં મધ્યમ વર્ગને કોઈ ટેક્સ છૂટ આપી નથી.

  • Share this:
    નાણા મંત્રી અરુણ જેટલીએ વર્ષ 2018-19ના બજેટમાં મધ્યમ વર્ગને કોઈ ટેક્સ છૂટ આપી નથી. જેટલીને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે આ વખતે ટેક્સમાં છૂટ કેમ ન આપવામાં આવી ત્યારે તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન આપવામાં આવેલી અલગ-અલગ છૂટનો ઉલ્લેખ કરતા અનેક કારણ રજૂ કર્યા હતા.

    જેટલીએ જણાવ્યું કે, નાના કરદાતાઓને ટેક્સના દાયરામાં લાવવા માટે ગયા વર્ષે 2.5 લાખથી 5 લાખ રૂપિયા વાળા સ્લેબમાં ટેક્સ દર 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવ્યો છે. દુનિયામાં ફક્ત ભારત એવો દેશ છે જ્યાં 5 ટકા ટેક્સની જોગવાઈ છે. આ દુનિયાનો ઓછામાં ઓછો ટેક્સ સ્લેબ છે. તેમણે કહ્યું કે, 50, 60, 70 હજાર રૂપિયા મહિને કમાણી કરતા કરદાતાઓ માટે રાહત માટે અનેક રીત અપનાવવામાં આવી છે. નાના કરદાતાઓને ટેક્સ રાહત આપવા માટે એવું જરૂરી નથી કે ટેક્સમાં છૂટ આપવામાં આવે અથવા સ્લેબમાં ફેરફાર કરવામાં આવે.

    જેટલીનું કહેવું છે કે તેમણે ટેક્સ છૂટનો સ્લેબ 2 લાખથી વધારીને 2.50 લાખ કરી દીધો, તેમજ 2017-18ના બજેટમાં 2.5 લાખની વાર્ષિક કમાણી કરનાર લોકોને ટેક્સમાં રૂ. 2500ની રાહત આપી છે. એવામાં ત્રણ લાખ સુધીની કમાણીની રકમ ટેક્સ ફ્રી થી જાય છે. જ્યારે 3.5 લાખની વાર્ષિક કમાણી પર ફક્ત 2500 રૂપિયા ટેક્સ આપવો પડશે.

    નાણા મંત્રીએ બચત પર ટેક્સની છૂટ મર્યાદા વધારવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે બચત માટે વધારાની 50 હજારની છૂટ ફરીથી આપવામાં આવી છે. હવે સેવિંગ્સ પર 1 લાખની છૂટ વધીને 1.5 લાખ થઈ ગઈ છે. હાઉસિંગ લોન રિપેમેન્ટ પર વધારાની 50 હજારની છૂટ આપવામાં આવી છે. 1.50 લાખથી વધીને બે લાખ રૂપિયા થઈ ગઈ છે. જેટલીએ કહ્યું કે આ તમામ પગલાં ઇમાનદાર કરદાતાઓને રાહત આપવા માટે ઉઠાવવામાં આવ્યા છે.

    જેટલીએ મધ્યમ આવાકવાળા પ્રોફેશનલ્સની પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું, 'તમામ કેટેગરીમાં પ્રોફેશનલ્સ માટે 50 લાખ સુધીની કમાણી કરનાર લોકોને એકાઉન્ટ બુક મેન્ટેન કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. આમાં 50 ટકા રકમને ખર્ચ માની લેવામાં આવશે, તેમજ અડધી રકમને ઇન્કમ માનીને ટેક્સ આપવો પડશે.'

    નાણા મંત્રીએ નાના વેપારીઓ અને બિઝનેસમેનના હિતમાં લીધેલા પગલાંઓનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, '1.5 કરોડ સુધી ટર્નઓવરવાળી ટ્રે઼ડિંગ કોમ્યુનિટિ માટે જીએસટીમાં અમે કહ્યું કે ટર્નઓવરના ફક્ત એક ટકા કમ્પોઝિશન આપો. હવે બે કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ અને બિઝનેસમેન અંગે વાત કરીએ. આ પણ નાના વેપારીઓ હોય છે. મેં કહ્યું કે જો તમે બુક મેન્ટેન નથી કરી શકતા તો 6 ટકાને અમે પ્રેઝેન્ટિવ રકમ માનીશું. તમે કમાણીના ફક્ત આટલા ભાગ પર ટેક્સ આપો.'
    Published by:Vinod Zankhaliya
    First published: