અર્થવ્યવસ્થા પર PM મોદીનું બે દિવસનું મંથન ખતમ, લીધા નિર્ણયો

News18 Gujarati
Updated: September 16, 2018, 9:31 AM IST
અર્થવ્યવસ્થા પર PM મોદીનું બે દિવસનું મંથન ખતમ, લીધા નિર્ણયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી

પીએમ નરેન્દ્ર મોદીની નાણાંમંત્રી અરુણ જેટલી અને આર્થીક મામલાનાસચિવ સાથે બે દિવસીય બેઠક પૂર્ણ થઇ છે. બેઠકમાં આર્થિક મામલાના સચિવે દેશની આર્થવ્યવસ્થાને લઇને પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ બેઠકમાં નાણાંમંત્રી અરુણ જેટલીએ જણાવ્યું કે, પીએમ મોદીએ નાણાંમંત્રાલયના વિભાગના કામોની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે, અમને સંપૂર્ણ આશા છે કે દેશનો જીડીપી ગ્રોથમાં તેજી યથાવત્ રહેશે.

  • Share this:
પીએમ નરેન્દ્ર મોદીની નાણાં મંત્રી અરુણ જેટલી અને આર્થિક મામલાના સચિવ સાથે બે દિવસીય બેઠક પૂર્ણ થઇ છે. બેઠકમાં આર્થિક મામલાના સચિવે દેશની આર્થવ્યવસ્થાને લઇને પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ બેઠકમાં નાણાંમંત્રી અરુણ જેટલીએ જણાવ્યું કે, પીએમ મોદીએ નાણાંમંત્રાલયના વિભાગના કામોની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે, અમને સંપૂર્ણ આશા છે કે દેશનો જીડીપી ગ્રોથમાં તેજી યથાવત્ રહેશે.

નાણાંમંત્રીએ જણાવ્યું હતું કે, મોંઘવારી સંપૂર્ણ પણે કાબુમાં છે. તેમણે જીએસટી અને નોટબંધીને લઇને કહ્યું હતું કે, તેનો સકારાત્મક અસર દેશની અર્થ વ્યવસ્થા પર જોવા મળી રહ્યો છે. ચાલું નાણાંકિય વર્ષમાં સરકાર રાજકોષીય ખાધને લઇને જીડીપી 3.3 ટકાના બજેટ લક્ષમાં રાખવા માટે કટીબધ્ધ છે.

સીએનબીસી આવાઝના પ્રશ્નના જવાબમાં નાણાંમંત્રીએ જણાવ્યું હતું કે, પેટ્રોલ -ડીઝલને લઇને ચર્ચા નથી થઇ. પરંતુ સુત્રોના જણાવ્યા પ્રમાણે અર્થવ્યવસ્થાની સમીક્ષા કરતા સમયે પેટ્રોલ-ડીઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટી ઓછી કરવાનો મુદ્દો પણ બેઠખમાં ઉઠાવ્યો હતો.

આ પણ વાંચોઃ RBI ગવર્નરે PM મોદી સામે આપ્યા બે પ્રેઝન્ટેશન, સરકારને લીધા આવા નિર્ણયો

શુક્રવારે લેવાયો હતો આ નિર્ણય

સરકારે વિદેશો પાસેથી લોને લેવાના નિયમોમાં ઢીલ આપવી અને બીનજરૂરી આયોતો ઉપર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. રૂપિયામાં ઘટાડો અને ચાલુ ખાતામાં નુકસાન ઉપર અંકુશ લગાવવાના ઇરાદાથી અમે આ પગલું ભર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુક્રવારે અર્થવ્યવસ્થાના મુદ્દા ઉપર રિઝર્વ બેન્કના ગવર્નર અને નાણાં મંત્રાલયના અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં આ નિર્ણય લીધો છે.નાણાંમંત્રી અરુણ જેટલીએ આ અંગે જણાવ્યું કે, વડાપ્રધાને અર્થવ્યવસ્થાની સ્થિતિનું અવલોક કર્યું હતું. રિઝર્વ બેન્કના ગવર્નર અને નાણાં મંત્રાલયના અધિકારીઓએ મોદીને સ્થિતિ વિશે માહિતી આપી હતી. સરકાર બિનજરૂરી આયાત ઉપર કાપ મુકશે અને નિકાસ વધારશે. આ સાથે સરકાર એકાઉન્ટ ડેફિસિટી કંટ્રોલ કરવા માટે ઇસીબી, મસાલા બોન્ડ ઉપરથી પ્રતિબંધ હટાવશે.

જેટલીએ કહ્યું કે, નિર્ણયનો હેતું ચાલુ ખાતાની ખાધ ઉપર અંકુશ લાવવા તથા વિદેશી મુદ્રા પ્રવાહને વધારવાનો છે. તેમણે કહ્યું કે, આ ઉપરાંત સરકારે નિકાસને પ્રોત્સાહિત કરવા તથા બીનજરૂરી આયાત ઉપર અંકુશ લગાવવાનો પણ નિર્ણય કર્યો છે. જેટલીએ એ જણાવ્યું નહીં કે, કયા જિન્સોના આધારે પ્રતિબંધ લગાવવામાં આવશે.

તેમણે કહ્યું કે, વધતા કેડના મામલામાં સમાધાન માટે સરકાર જરૂરી પગલાં ભરશે. આ રીતે બીનજરૂરી આયાતમાં કાપ તથા નિકાસમાં વધારો કરવાનો ઉપાય કરવામાં આવશે. જે જિન્સોના આધારે અંકુશ લગાવવામાં આવશે એ અંગે સંબધિત મંત્રાલયોથી વિચાર વિમર્શ બાદ જ નિર્ણય કરવામાં આવશે.
First published: September 16, 2018
વધુ વાંચો
अगली ख़बर