નાણા મંત્રીની જાહેરાત : આગામી માર્ચ સુધી TDSમાં 25% છૂટ, રિટર્નની તારીખ 30 નવેમ્બર કરવામાં આવી

News18 Gujarati
Updated: May 13, 2020, 6:05 PM IST
નાણા મંત્રીની જાહેરાત : આગામી માર્ચ સુધી TDSમાં 25% છૂટ, રિટર્નની તારીખ 30 નવેમ્બર કરવામાં આવી
નાણા મંત્રી નિર્મલા સીતારમણ

નાણાકીય વર્ષ 2019-20 માટે રિટર્ન ફાઇલિંગની તારીખી 31મી જુલાઈ અને 31મી ઓક્ટોબરથી વધારીને 30 નવેમ્બર કરી દેવામાં આવી છે.

  • Share this:
નવી દિલ્હી : પીએમ મોદી (PM Modi)એ જાહેર કરેલા 20 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજ (20 Lakh Crore Relief Package) મામલે નાણામંત્રી નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman) આજે વિવિધ જાહેરાતો કરી હતી. જેમાં તેમણે ઇન્કમટેક્સ ફાઇલિંગ (Income Tax Return Filing Due Date)ની તારીખ વધારવાની સાથે સાથે પગારદાર વર્ગની ટેક્સમાં છૂટની (TDS) પણ જાહેરાત કરી હતી. આ સાથે જ વિવાદથી વિશ્વાસ સ્કિમની મર્યાદા પણ વધારવામાં આવી છે.

રિટર્ન ફાઇલિંગ તારીખ વધી

નાણામંત્રીની જાહેરાત પ્રમાણે નાણાકીય વર્ષ 2019-20 માટે રિટર્ન ફાઇલિંગની તારીખી 31મી જુલાઈ અને 31મી ઓક્ટોબરથી વધારીને 30 નવેમ્બર કરી દેવામાં આવી છે. આ ઉપરાંત 'વિવાદથી વિશ્વાસ સુધી' સ્કિમની મર્યાદા 31મી ડિસેમ્બર, 2020 સુધી કરી દેવામાં આવી છે. આ પહેલા આ મર્યાદા 30મી જૂન હતી.

આ પણ વાંચો :  રાહત પેકેજ : નાણા મંત્રીએ MSMEની વ્યાખ્યા બદલી, જાણો અન્ય શું જાહેરાત કરી

કરદાતાઓને 25 ટકા છૂટ

નાણા મંત્રીએ જાહેરાત કરતા કરદાતાઓને 31મી માર્ચ, 2021 સુધી ટીડીએસ કપાતમાં 25 ટકાની રાહત આપી છે. નોંધનીય છે કે ટીડીએસના માધ્યમથી સરકાર ટેક્સ ઉઘરાવે છે. ટીડીએસ અલગ અલગ પ્રકારની આવક સ્ત્રોત પર કાપવામાં આવે છે. જેમાં પગાર, કોઈ રોકાણ પર મળેલું વ્યાજ કે કમિશન વગેરે સામેલ છે.
First published: May 13, 2020, 5:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading