રાજ્યમાં બનશે ફ્લાઇંગ કાર, નેધરલેન્ડની કંપની મેન્યુફેક્ચરિંગ કરશે, Videoમાં જુઓ આકાશમાં ઉડતી કાર

પ્રતિકાત્મક તસવીર

Flying Car: ભારતમાં પણ વહેલી તકે મળી શકે છે ફ્લાઇંગ કારની સફર માણવાની મજા, નેધરલેન્ડ કંપની શોધી રહી છે જમીન

 • Share this:
  અતિ મતત્ત્વકાંક્ષી ફ્લાઇંગ કારની (Flying Car) ટ્રાયલ્સ અને તેના ભવિષ્યની ખબરોની વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં અનેક કંપનીઓ પોતાની ફ્લાઇંગ કારના પ્રોટોટાયપની ટ્રાયલ કરી રહી છે ત્યારે ભારતમાં પણ ફ્લાઇંગ કારનું સ્વપ્ન સાકાર થઈ શકે છે. હકિકતમાં નેધરલેન્ડની એક ફ્લાઇંગ કાર મેન્યુફેક્ચરિંગ કંપની દેશમાં પોતાનો સૌથી પહેલો પ્લાન્ટ ગુજરાત રાજ્યમાં શરૂ કરવા જઈ રહી છે. નેધરલેન્ડની કપંની Pal-V (Personal Air Land Vehicle)એ ગુજરાત સરકાર સાથે MOU કર્યા છે અને તે ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે.

  નેધરલેન્ડની આ ફ્લાઇંગ કાર મેન્યુફેક્ચરિંગ કંપનીનો પ્લાન્ટ રાજ્યમાં મારૂતિનો પ્લાન્ટ છે ત્યાં અથવા તો પછી કચ્છના મુંદ્રામાં શરૂ થાય તેવા સંજોગો છે. આ કારને ઉડાંડવા માટે 30-40 ફૂટની ખુલ્લી જગ્યાની જરૂર છે અને પછી આસમાનની રોમાચંક સફર શરૂ થશે. જોકે, આ એક કારની આશરે કિંમક 3.5થી 4 કરોડ રૂપિયા હોઇ શકે છે.

  આ પણ વાંચો :  દિવાળી પહેલા સસ્તું સોનું ખરીદવાની તક આપી રહી છે સરકાર, જાણો ક્યારે અને કેવી રીતે ખરીદશો

  સીએનબીસીને મળેલી વિગતો મુજબ Pal-V ના વાઇસ પ્રેસિડેન્ટ કાર્લો માસબોમિલેએ એમઓયૂ પણ સાઇન કર્યો છે. કંપનીના આધિકારીક નિવેદન મુજબ રાજ્ય સરકાર Pal-Vના પ્લાન્ટની સ્થાપના માટે દરેક સંભવ મદદ કરી રહી છે. Pal-Vના ઇન્ટરનેશનલ બિઝનેસ વાઇસ પ્રેસિડેન્ટ કાર્લો માસબોમિલેએ જણાવ્યું કે આ કાર 3 મિનિટના રન-વે બાદ ટેકઋફ કરી શકે છે અને પ્રતિકલાક 160 કિલોમીટરની ઝડપે ઉડી શકે છે.  આ પણ વાંચો :  2050 સુધી દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે ભારત : સ્ટડી

  10 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે

  Pal-V ભારતમાં ઓટો અને એવિએશન સાથે જોડાયેલી કંપનીઓ સાથે પાર્ટનરશિપ કરવા માંગે છે. આ કંપની રાજ્યમાં 10,000 કરોડનું રોકામ કરી પોતાનો પ્લાન્ટ શરૂ કરવા માંગે છે. ક્યાં સુધી ભારતના આકાશમાં આ ફ્લાઇંગ કાર ઉડશે તે કહેવું મુશ્કેલ છે પરંતુ હકિકતમાં ભારત માટે આ સ્વપ્ન સાકાર થતું નજરે જણાઈ રહ્યું છે.

  ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વમાં ફ્લાઇંગ કારનું ટેસ્ટિંગ થઈ રહ્યું છએ. પેરિસમાં જૂનથી ફ્લાઇંગ ટેક્સી સર્વિસ શરૂ થાય તેવી શક્યતા છે જ્યારે વર્ષ 2024ના ઑલિમ્પિક્સમાં ટૂરિસ્ટ માટે ફ્લાઇંગ કારનો ઉપયોગ કરવામાં આવે તેવી પણ ચર્ચા છે.
  Published by:Jay Mishra
  First published: