Home /News /business /Business idea: લોકોના જીવનમાં સુગંધ પાથરી ખૂબ નફો મેળવો, આ વસ્તુની માંગ ક્યારેય નહીં ઘટે

Business idea: લોકોના જીવનમાં સુગંધ પાથરી ખૂબ નફો મેળવો, આ વસ્તુની માંગ ક્યારેય નહીં ઘટે

ટેક્સ ફ્રી કે ટેક્સ સેવિંગ્સ કઈ સ્કીમ્સમાં રોકાણ કરવાથી વધુ ફાયદો થાય?

માંગ વધુ હોય અને ઓછા રોકાણમાં ધંધો થઈ શકે તેવા આઈડિયા (Business idea)ની શોધમાં હોવ તો અહીં તે અંગે જાણકારી આપવામાં આવી છે.

વર્તમાન સમયે સારી નોકરી (Job) શોધવી સરળ નથી. બેરોજગારી (Unemployment) વધી રહી છે. બહોળો યુવાવર્ગ કામની શોધમાં છે. આવી સ્થિતિમાં લોકો નાના રોકાણથી ધંધો (Business with small investment) કરવા માંગે છે. તમે પણ માંગ વધુ હોય અને ઓછા રોકાણમાં ધંધો થઈ શકે તેવા આઈડિયા (Business idea)ની શોધમાં હોવ તો અહીં તે અંગે જાણકારી આપવામાં આવી છે.

અમે વાત કરી રહ્યા છીએ ફૂલોના વેપારની તેમાં તમારે વધારે જગ્યાની જરૂર નથી. તમારો વ્યવસાય જેટલો મોટો હશે, તેટલો જ તમારો નફો વધુ હશે. મહિલા હોય કે પુરુષ, આ વ્યવસાય કોઈ પણ કરી શકે છે. આપણો દેશ તહેવારો અને ઉજવણીઓનો દેશ છે. અહીં વર્ષો સુધી કંઈક ને કંઈક ઉજવવાનું છે. તેમને ફૂલોની પણ જરૂર હોય છે. જેથી આ વ્યવસાય શરૂ કરવાથી તમને બહોળો નફો મળી શકે છે.

ફૂલોના વેપાર માટે આ ચીજવસ્તુઓની પડશે જરૂર
અન્ય વ્યવસાયની જેમ તમારે ફૂલોના વેપાર માટે પણ પરવાનગી લેવી પડશે. ત્યારબાદ બિઝનેસ સેટ કરવા જીએસટી નંબર લેવો પડશે. મોટા પાયે બિઝનેસ કરવો હોય તો તમારે 1000-15000 સ્ક્વેર ફૂટ જગ્યાની જરૂર પડશે. આ ઉપરાંત ફૂલોને તાજા રાખવા અને તેમની શેલ્ફ લાઇફ વધારવા માટે રેફ્રિજરેટરની જરૂર પડશે. ખેડૂતો પાસેથી ફૂલો પેક લાવવા, ડિલિવરી અને પેક કરવા 2થી 3 લોકોની જરૂર પડશે.

જુદા-જુદા પ્રસંગોએ વિવિધ પ્રકારના ફૂલોની ડિમાન્ડ જોવા મળે છે એટલે તે મુજબ તમારે જાતજાતના ફૂલો પણ તમારી પાસે તૈયાર રાખવા પડશે. ફૂલોના ગુલદસ્તા વગેરેને કાપવા, બાંધવા અને બનાવવા માટે પણ ઘણા સાધનોની જરૂર પડશે. જો તમે પહેલેથી જ આ કામ કરી રહેલી મોટી કંપનીની ફ્રેન્ચાઇઝી લો છો, તો તમારું કામ અડધું થઈ જશે. અન્યથા, તમે ફૂલોની ખેતી કરતા ફૂલખેડૂતોનો સંપર્ક કરી શકો છો અને તેમની પાસેથી ફૂલો ખરીદી શકો છો.

આ પણ વાંચોઃ-Multibagger Stock: બોનસ ઇશ્યૂની રેકોર્ડ ડેટ પહેલા આ મલ્ટીબેગર સ્ટોકમાં આવ્યો ઉછાળો

બિઝનેસ સ્ટ્રેટેજી
આજના યુગમાં બિઝનેસ ઓનલાઇન હોય તે ખૂબ જ જરૂરી છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મની મદદથી તમે તમારા બિઝનેસ માટે પ્રમોશન અને ઓર્ડર મેળવી શકો છો. પ્રોફેશનલ વેબસાઇટ બનાવવાથી તેને વિશ્વસનીયતા મળશે. આજકાલ યુવાનો ઓનલાઇન માલ ખરીદવામાં વધુ વિશ્વાસ ધરાવે છે. જેથી ફાયદો થશે.

આ પણ વાંચોઃ-Q4 પરિણામ બાદ HDFC બેંકનો શેર તૂટ્યો, જાણો બજાર વિશ્લેષકોએ રોકાણકારોને શું સલાહ આપી?

મૂડીરોકાણ અને નફો
ફૂલોની કિંમત તેમના પ્રકાર પર આધારિત છે. ગલગોટા અને ગુલાબ એક જ ભાવે નહીં મળે. તેથી તેની કિંમતનો સચોટ અંદાજ લગાવવો થોડો મુશ્કેલ છે. જો કે, એકંદરે તમારે આ વ્યવસાયમાં ઓછામાં ઓછું 50,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. ફૂલો ઉપરાંત તમારે ઘણી આવશ્યક ચીજો પણ ખરીદવી પડશે અથવા ભાડે લેવી પડશે. જથ્થામાં ફૂલની કિંમત 3 રૂપિયાથી હોય શકે છે અને બજારમાં તે 6-8 રૂપિયામાં વેચી શકાય છે.
First published:

Tags: Business news, Business Startup, Gujarati news