3 જુલાઇથી FLIPKART આપશે તગડો નફો કમાવવાની તક, લોન્ચ કરશે સૌથી સસ્તુ ઇન્ડેક્સ ફંડ

FILE PHOTO

આ ઓપન ઇન્ડેક્સ ઈકવિટી સ્કીમ છે. ડાયરેક્ટ પ્લાનમાં ફંડનો ટોટલ એક્સપેન્સ રેશિયો(TER) 0.06 ટકા હશે. TERનો મતલબ રોકાણકારો પાસેથી લેવામાં આવતી એસેટ મેનેજમેન્ટ ફી અને અન્ય ખર્ચ થાય છે.

 • Share this:
  વર્તમાન સમયે બજારમાં મ્યુચ્યુઅલ માટે ઘણા વિકલ્પો છે. પરંતુ જો તમે પણ રોકાણ કરવા માટે સસ્તા અને સારું રીટર્ન આપનાર મ્યુચ્યુઅલ ફંડની શોધ કરી રહ્યા હોય, તો હવે તમારે વધુ રાહ જોવી પડશે નહીં. ફ્લિપકાર્ટ સૌથી સસ્તું ઇન્ડેક્સ ફંડ લોન્ચ કરવાની તૈયારીમાં છે.

  આ બાબતે ફ્લિપકાર્ટના સહ સંસ્થાપક સચિન બંસલે સોમવારે જાણકારી આપી હતી. આ ફંડનું નામ નવી નિફટી 50 ઇન્ડેક્સ ફંડ(Navi Mutual Fund) રહેશે. જે અત્યાર સુધીનું સૌથી સસ્તું ઇન્ડેક્સ ફંડ રહેશે.

  ઉલ્લેખનીય છે કે, આ ઓપન ઇન્ડેક્સ ઈકવિટી સ્કીમ છે. ડાયરેક્ટ પ્લાનમાં ફંડનો ટોટલ એક્સપેન્સ રેશિયો(TER) 0.06 ટકા હશે. TERનો મતલબ રોકાણકારો પાસેથી લેવામાં આવતી એસેટ મેનેજમેન્ટ ફી અને અન્ય ખર્ચ થાય છે.

  TERથી રિટર્નને કઈ રીતે અસર થાય છે?- ACE MFના આંકડા મુજબ અત્યાર સુધીમાં, આઇસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ નિફ્ટી ઈન્ડેક્સ ફંડ(ICICI Prudential Nifty Index) આ કેટેગરીમાં 0.10 ટકાના TER ધરાવતું સસ્તું ફંડ છે. અન્ય બધી વસ્તુઓ સમાન હોવાને કારણે હાઈ TERનું ભંડોળ નીચા TER સાથેના ભંડોળ કરતાં થોડું ઓછું વળતર આપી શકે છે.

  ક્યારે ખુલશે?- નવી નિફટી 50 ઇન્ડેક્સ ફંડની નવી ફંડ ઓફર (NFO) 2021ની 3 જુલાઈથી12 જુલાઈ વચ્ચે સબસ્ક્રિપ્શન માટે ખુલશે.

  નિષ્ણાંતો શું કહે છે?- ગેઇનિંગ ગ્રાઉન્ડ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના સ્થાપક રવિ કુમાર ટીવીનું કહેવું છે કે, રોકાણકારોએ ફંડ કેવી રીતે કામ કરી રહ્યું છે તે જોવા માટે પહેલા તપાસ કરવી જોઈએ. આ ઉપરાંત આ ઇન્ડેક્સ વધુ વેરીએશન વગર ઇન્ડેક્સ ટ્રેક કરવા સક્ષમ છે કે નહીં, તે પણ ખાતરી કરવી. તેમજ મોટા ફંડમાં વધુ તરલતા જોવા મળે છે, જેથી આ ફંડની સાઈઝ પણ ધ્યાનમાં લેવી જોઈએ.

  ટ્રેક કરવું મુશ્કેલ થઈ શકે- પ્લાન રૂપી ઈન્વેસ્ટમેન્ટ સર્વિસીસના સ્થાપક અમોલ જોશીનું કહેવું છે કે, ઇનફ્લો અને આઉટફ્લોની અસર અને કેશ કમ્પોનન્ટના કારણે નાના એસેટ બેઝવાળા ઇન્ડેક્સ ફંડ્સને ઇન્ડેક્સને ટ્રેક કરવું મુશ્કેલ થઈ શકે છે.

  આ ઉપરાંત તજજ્ઞો કહે છે કે, ઇન્ડેક્સ અથવા પેસીવ મેનેજડ ફંડમાં કેટલું અને એક્ટિવ મેનેજ ફંડમાં કેટલું રોકાણ કરવા માંગે છે તે પણ રોકાણકારોએ જોવું જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, બજારનું મૂલ્યાંકન ટોચ પર હોય ત્યારે ઇન્ડેક્સ ફંડ સામાન્ય રીતે સારું પ્રદર્શન કરે છે. જોકે, જ્યારે બજારમાં ઘણા બધા ક્ષેત્રો રોટેશનમાં હોય છે અથવા વૃદ્ધિથી મૂલ્યના શેરોમાં ફેરવાઈ રહ્યા હોય ત્યારે એક્ટિવ ફંડ સારું પ્રદર્શન કરે છે.
  First published: