લૉકડાઉન! Flipkartએ બંધ કરી પોતાની તમામ સર્વિસ, લોકોને આપ્યો આ જરૂરી સંદેશ

News18 Gujarati
Updated: March 25, 2020, 11:02 AM IST
લૉકડાઉન! Flipkartએ બંધ કરી પોતાની તમામ સર્વિસ, લોકોને આપ્યો આ જરૂરી સંદેશ
Flipkartએ લખ્યું કે, અમે ટૂંક સમયમાં પરત આવીશું, અને આપણે સાથે મળીને આ મુશ્કેલીથી બહાર આવીશું

Flipkartએ લખ્યું કે, અમે ટૂંક સમયમાં પરત આવીશું, અને આપણે સાથે મળીને આ મુશ્કેલીથી બહાર આવીશું

  • Share this:
બેંગલુરુઃ કોરોના વાયરસ (Coronavirus) ને લઈને લૉકડાઉન (Lockdown) ના કારણે પોપ્યૂલર ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ (Flipkart) એ પોતાની તમામ સર્વિસને અસ્થાયી રીતે બંધ કરી દીધી છે. Flipkart.com ખોલતાં જ પેજ પર એક બેનર દેખાય છે, જેની પર એક સંદેશ મૂકવામાં આવ્યો છે, અમે પોતાની સેવાઓને અસ્થાયી રીતે બંધ કરી રહ્યા છીએ. અમારા માટે આપની જરૂરિયાત સૌથી પહેલા છે અને અમે વાયદો કરીએ છીએ કે અમે વહેલી તકે પાછા આવીશું. આ ઘણો મુશ્કેલ સમય છે, જેવો પહેલા ક્યારેય નથી જોવા મળ્યો. આવું ક્યારેય નથી થયું કે લોકોને સુરક્ષિત રાખવા માટે એક-બીજાને અલગ રહેવું પડ્યું હોય. અમારી આપને વિનંતી છે કે તમે પણ આપના ઘરોમાં રહો અને સુરક્ષિત રહો. અમે ટૂંક સમયમાં પરત આવીશું, અને આપણે સાથે મળીને આ મુશ્કેલીથી બહાર આવીશું.

આ ઉપરાંત પેજ પર સ્ક્રોલ ડાઉન કરતાં નીચેની તરફ COVID-19  પર હેલ્થ એડવાઇઝરી પણ આપવામાં આવી છે. તેમાં એરપોર્ટ પર સ્કેન થયેલા પસેન્જરોના આંકડા, કોવિડ-19ના એક્ટિવ કેસ, ઠીક થયેલા દર્દીઓની વિગતો સહિત અનેક જાણકારીઓ આપવામાં આવી છે. સાથોસાથ અહીં હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યો છે. પેજ પર FAQs સેક્શન પણ છે, જ્યાં તમે કોરોના વાયરસથી જોડાયેલા સવાલ પૂછી શકો છો.આ પણ વાંચો, લૉકડાઉનના કારણે ATM સુધી નથી જઈ શકતા તો ઘરે બેઠા આવી રીતે મંગાવી શકો છો રૂપિયા!

દેશભરમાં 14 એપ્રિલ સુધી લૉકડાઉન

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ દેશભરમાં લૉકડાઉનને 14 એપ્રિલ સુધી લંબાવવાની જાહેરાત કરી છે. જોકે, તેઓએ એમ પણ કહ્યું છે કે લોકોને જરૂરી સેવાઓ મળતી રહેશે, જેમાં રેશન, દૂધ અને દવા સામેલ છે. બીજી તરફ, પીએમ મોદીની જાહેરાત બાદ ભારતીય રેલવેએ પણ પોતાની સેવાઓ 14 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.આ પણ વાંચો, Corona Lock Down: એક ફોન કૉલથી ઘરે મળી શકશે ખાવાનો સામાન! હેલ્પલાઇન નંબર જાહેર કરવાની તૈયારી
First published: March 25, 2020
વધુ વાંચો
अगली ख़बर